વિરપુર તાલુકાના ખરોડ ગામની સીમની જમીન મામલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો


નડિયાદ : મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ખરોડ સિમમાં આવેલ  જમીન અંગે લેન્ડગ્રેબિંગ એકટ અન્વયે ફરિયાદ નોંધાઇ છે.આ બનાવ અંગે વિરપુર પોલીસે બે વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ખરોડ વક્તાપુર નવાઘરામાં રહેતા રણજીતસિંહ સોલંકીની વડીલોપાર્જીત જમીન ખરોડ ગ્રામ પંચાયતમાં આવેલી છે. આ જમીનની બાજુમાં જ કાળાજી અને ભૂપતસિંહ સોલંકીની સર્વે નંબર ૧૯૯ ની જમીન આવેલી છે.જે  જમીન તેઓ પોતે ખેડે છે અને રણજીતસિંહની જમીન પૈકી ૧.૪૮.૫૭ જેટલી જમીન પર દબાણ કરેલ છે. જે દબાણ કાળાજી અને ભૂપતસિંહે કરેલ છે.આ જમીનના દબાણ અંગે વખતો વખત દબાણ દુર કરવા અંગે પ્રયત્નો કરવામાં આવ્યા છે.વળી આ જમીનના દબાણ દુર કરવા ગામના સરપંચ અને આગેવાનોએ પણ જણાવેલ તેમ છતા બંને વ્યક્તિઓ જમીન પરનુ ગેરકાયદેસર દબાણ દુર કરતા ન હતા.આ બનાવ અંગે તાજેતરમાં આવેલ લેન્ડગ્રેબિંગ એકટ પ્રમાણે મહિસાગર જિલ્લા સમાહર્તાને અરજી કરવામાં આવી હતી.જે અરજી મહિસાગર જિલ્લા કલેકટરે માન્ય રાખી પોલીસ ફરિયાદ કરવા જણાવ્યુ હતુ.જેથી આ બનાવ અંગે રણજીતસિંહ કાળુસિંહ સોલંકીએ વિરપુર પોલીસ મથકે કાળાજી અમરાજી સોલંકી અને ભૂપતસિંહ અમરાજી સોલંકી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે વિરપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t8Wvts
Previous
Next Post »