- હું પ્રાણીઓ અને આસપાસના વૃક્ષો સાથે મારા સંબંધો કંડારતો હોઉં છું. હું દરરોજ પ્રેક્ટિસ કરું છું અને એ જુદું જ બ્રહ્માંડ છે, જ્યાં આપણે વસી રહ્યા છીએ'
તે લુગુ અભિનેતા રાણા દગુબટ્ટીએ બોલીવૂડની ફિલ્મોમાં કામ કરી દર્શકોના દિલ જીતી લીધા છે. તેણે ૨૦૧૧માં 'દમ મારો દમ' ફિલ્મ થકી બોલીવૂડમાં એન્ટ્રી કરી અને એ પછી તેની વધુ એક ફિલ્મ 'ધ ગામી એટેક' (૨૦૧૭) આવી. આ અભિનેતાએ વિભિન્ન ભૂમિકા કરી સારી એવી ચાહના મેળવી છે. આમાં સમુદ્રના ઊંડા પાણીમાં કંડારાયેલી 'ધ ગાઝી એટેક' હોય કે પછી રાજવી ફિલ્મ 'બાહુબલી' સીરિઝ હોય છે. ગાઢ જંગલોમાં કંડારાયેલી ફિલ્મ 'હાથી મેરે સાથી'નો સમાવેશ થાય છે. આ ફિલ્મ ૨૬ માર્ચે રિલિઝ કરવામાં આવે એવી શક્યતા છે. રાણા એ વાતથી સહમત છે કે તેની ફિલ્મો કાયમ તેને ભૌતિકતાથી દૂર લઈ જાય છે. 'એક અભિનેતા તરીકે, હું કાયમ કોઈ વિભિન્ન બાબતો પર જ નજર નાખું છું. હું કાયમ દરેક વખતે પ્રોત્સાહિત થાઉં છું કે હું નવા સ્ટફનો હિસ્સો બન્યો છું. આ બધું કાયમ નથી હોતું, નિયમિત નથી હોતું, પણ એમાંથી મને કાયમ કંઈક નવું શીખવા મળે છે. હું માનું છું કે આ કારણે જ હું કલાકાર છું મારી કોઈ પસંદગી નતી હોતી, પણ પસંદગી જુદી હોય છે અને ફિલ્મને પ્રોત્સાહિત કરતી હોય છે, એવું રાણાએ વ્યક્ત કર્યું છે.
રાણા દગુબટ્ટીની આવી રહેલી ફિલ્મ 'હાથી મેરે સાથી' બહુભાષી ફિલ્મ છે અને એમાં એક વ્યક્તિની જર્ની છે, જેમાં એ જંગલ અને પ્રાણીઓને બચાવવા લડત ચલાવતો હોય છે. અભિનેતાના જણાવ્યા મુજબ આ ફિલ્મ તો વિશ્વભરમાં પ્રવર્તી રહેલી પર્યાવરણીય સમસ્યાનું પ્રતિબિંબ છે. ફિલ્મ અને તેના પાત્ર અંગે વાતો કરતાં રાણા સ્વીકારે છે કે આ ફિલ્મ સ્વીકારવાનો અર્થ મારે કંઈક અલગ કરવું હતું એ છે. આ ફિલ્મને 'ધ જંગલ બુક'ના આધુનિક મોગલી તરીકે ઓળખાવી શકાય. 'આ તો ઓર્ગેનિક છે. તમે જ્યારે સેટ પર જાવો છો અને ૧૮ હાથીને ચાલતા નિહાળો ત્યારે પૃથ્વી ખરેખર ધમધમતી હોય એવું લાગે અને હું વન્યજીવન સાથે સંબંધો બાંધતો હોઉં છું. હું પ્રાણીઓ અને આસપાસના વૃક્ષો સાથે મારા સંબંધો કંડારતો હોઉં છું. હું દરરોજ પ્રેક્ટિસ કરું છું અને એ જુદું જ બ્રહ્માંડ છે, જ્યાં આપણે વસી રહ્યા છીએ,' એમ રાણા કહે છે.
આ માટે કોઈ મોટો પડકારનો સામનો કરવો પડે છે, એવા પ્રશ્નના ઉત્તરમાં રાણાએ જણાવ્યું હતું કે 'હું નથી કહેતો કે એ પડકાર હોય છે, પણ હા, એ અનુભવ જરૂર છે, સાંજે ૫.૩૦ કલાકે અમે અમારું વધુ જ કામ પૂરું કરી લઈએ છીએ કેમ કે એ પછી તો જંગલમાં અંધકાર પથરાઈ જાય છે અને એ પછી તો વિવિધ પ્રાણીઓના અવાજ સંભળાવા લાગે છે. જે બધાથી સાવ અલગ જ હોય છે અને પક્ષીઓ પણ કલબલાટ કરતાં હોય છે. આ એક સાવ ભિન્ન જ વિશ્વ હોય છે,' એમ રાણાએ જણાવ્યું.
'હું સામાન્ય રીતે વધુ વિચારતો નથી. હું કથા માટે વિચારું છું અને જો એ ઓર્ગેનિક હોય અને પાત્ર ઓરિજિનલ હોય તો હું માનું છું કે તે દર્શકોને સ્પર્શી શકશે. આ ફિલ્મમાં મારું પાત્ર તો જંગલનો એક હિસ્સો છે અને હું નોબેલ છું. એક એકટર તરીકે મારા માટે કંઈક નવું કરવાનું હોય તો એ પ્રેરણારૂપ બને છે,' એમ રાણાએ જણાવ્યું હતું.
પાત્રને અલગ કરી નાખવામાં આવે તો, એવા એક પ્રશ્નના ઉત્તરમાં રાણાએ કબૂલ્યું કે ફિલ્મ તેને માનવ તરીકે બદલી નાખે છે 'અત્યારે સુધીમાં મેં જેટલી ફિલ્મો કરી હશે, એ બધી મારા માટે ઘણી મુશ્કેલી ભરી હતી, પણ મને તો આ ફિલ્મે માનવ તરીકે મને બદલી જ નાખ્યો છે. કેટલાંક દિવસો જંગલમાં રહ્યા બાદ તમે સાવ જુદી જ અનુભૂતિ માણો છો. હું જંગલમાં જો એક વર્ષ સુધી રહું તો મારા માનવી સાથેના સંબંધો છે, તેમાં સાવ પરિવર્તન આવી જાય.'
ઘણાં ઓછા લોકોને ખબર હશે કે રાણાએ વિઝ્યુઅલ ઇફેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે કારકીર્દિનો પ્રારંભ કર્યો હતો. આ પછી તેણે ટીવી અને ફિલ્મોમાં એક્ટિંગ શરૂ કરી. રાણાએ તેના દાદા સાથે ટેલેન્ટ કંપની પણ શરૂ કરી છે. એ કબૂલ કરે છે કે તેને તેના પરિવારની પ્રાશ્વાદ્ભૂ પરતી ઘણું શીખવા મળ્યું છે. મારી કંપની પ્રથમ છે, જે થકી મેં કામ શરૂ કર્યું હતું. હું અત્યારે જે કંઈ છું એ બધુ મેં જે પ્લેટફોર્મ સ્વીકાર્યું તેને આભારી છું,' એમ તેણે જણાવ્યું હતું.
પ્રભુ સોલોમન દિગ્દર્શિત આ ફિલ્મમાં પુલ્કિત સમ્રાટ શ્રિયા પિળગાંવકર અને ઝોયા હસન તથા અન્ય કલાકારો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39A5gFn
ConversionConversion EmoticonEmoticon