વાર્તા વિશ્વ : વિશ્વના શ્રેષ્ઠ સર્જકોની વાર્તાનો વૈભવ...


- ટ્રિમ્ડ લમ્પ

- મૂળ સર્જક - ઓ. હેન્રી     રજૂઆત-પરેશ વ્યાસ

ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...

ભાગ-૩ 

(વહી ગયેલી વાર્તા: લાઉ ઉં. વર્ષ ૨૦  અને નેન્સી ઉં. વર્ષ ૧૯. બંને બે પાક્કી સહેલીઓ છે, જે  ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં રોજગાર અર્થે આવી છે. બંને મહેનતી  છે. લાઉ  લોન્ડ્રીમાં કામ કરે છે અને નેન્સી ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં. લોન્ડ્રીમાં પ્રમાણમાં વધારે મહેનતાણું મળે છે. સ્ટોર્સમાં ઓછું મળે પણ કામ થોડું ગ્લેમરસ તો ખરું. એક વાર લાઉની લોન્ડ્રીમાં આવેલો એક યુવાન ડાન હવે લાઉનો મિત્ર થઈ જાય છે અને એ રીતે નેન્સીનો પણ ઓળખીતો થઈ જાય છે. ડાન પણ સામાન્ય આથક સ્થિતિનો યુવાન છે. નેન્સીનાં અરમાન અલબત્ત ઊંચા છે. કોઈ સપનાનો રાજકુમાર...

એક સાંજે બંને બહાર નીકળે છે. ડાનની રાહ જુએ છે અને તે દરમ્યાન વાતો કરે છે. બે સહેલીઓ આપસમાં શેની વાત કરે? અલબત્ત વોની જ તો વળી. નેન્સીનાં અરમાન ઊંચા છે. કોઈ ઊચ્ચ કુળનો ધનવાન નબીરો કોઈ ખરીદી કરવા એનાં સ્ટોર્સમાં આવે અને પછી પ્રેમમાં પડે અને પછી લગ્ન.. અને એ માટે ઉચ્ચ કુળની કુલીન કન્યા જે રીતે વાત કરે એ રીતે વાત કરતાં એ શીખતી જતી હતી. ઓ. હેન્રી લખે છે કે- હું એવું માનું છું કે એક વિશાળ ડિપાર્ટમેન્ટ સ્ટોરને એક શૈક્ષણિક સંસ્થા તરીકે ઘણાં નહીં જોતા હશે. પણ નેન્સી કામ કરતી હતી એ સ્ટોર નેન્સી માટે એક મહાવિદ્યાલય જેવો જ હતો.

સંસ્કારી અભિરૂચિ અને શિષ્ટાચાર જેનાં શ્વાસોશ્વાસમાં હોય એવી સુંદર ચીજવસ્તુઓથી એ હંમેશા ઘેરાયેલી રહેતી હતી. તમે જો એશોઆરામ અને વૈભવી વાતાવરણ વચ્ચે જીવતા હો તો એ વૈભવ તમારો જ છે, ભલે ને પછી એને ખરીદવા માટે ડોલર્સ તમે ચૂકવ્યા હોય કે પછી બીજા કોઇએ. એ એવા લોકોની,  મોટે ભાગે એવી ીઓને એટેન્ડ કરતી, જેના વો,જેની  શૈલી અને જેની પ્રતિા ઉચ્ચ સમાજનાં માપદંડ તરીકે સ્વીકારવામાં આવતા હતા. હવે આગળ)  

પૃથ્વીની પહેલી ી ઇવ અને એની મોટી દીકરીએ પહેલી વાર સહિયારી મસલત કરીને પોતાના ઘરમાં આદમને એના સાચા સ્થાન ક્યાં છે?- એનું ભાન કરાવ્યું હતું. આ એવું સંમેલન હતુ કે જેમાં સહેલીઓ પોતાના સહિયારા સંરક્ષણની તેમજ દુનિયા ઉપર અને દુનિયા સામે હૂમલો કરવા અને દુશ્મનને મારી હઠાવવાની વ્યૂહાત્મક રણનીતિની આપ-લે કરતી હતી. દુનિયા એક તખ્તો હતો અને પુરુષ એનો પ્રેક્ષકો, જે ીઓ ઉપર વણથંભી ફૂલવર્ષા કર્યે રાખતા હતા.  કોઇ પણ પ્રાણીનાં યુવાન બચ્ચાની સરખામણીમાં માણસ નામે પ્રાણીની યુવા દીકરીઓ સૌથી વધારે લાચાર હતી- એની પાસે હરણની મોહકતા હતી પણ તેની ઝડપ નહોતી. પક્ષીની સુંદરતા એની પાસે હતી પણ એની ઉડાન નહોતી.  મધમાખીની ગળચટ્ટી ક્ષમતા હતી પણ - આપણે આ સરખામણી અહીં જ છોડી દઇએ- અત્યાર સુધીમાં આપણામાંથી કેટલાકને તો એ ડંખી ગઇ હશે. યુધ્ધની આ સભામાં તેઓ શસરંજામ એકબીજાને આપતા રહેતા અને પોતાના અનુભવોમાંથી વિચારેલા અને વ્યવસ્થિત રીતે ઘડી કાઢેલા યુધ્ધની યુક્તિઓનાં આયોજનની આપ-લે કરતા રહેતા.''મેં એને બરાબર સંભળાવી દીધું,'' સેડીએ કહ્યું, ''કંઇ નવી વાત કર! મારી સાથે  આ રીતે વરતવાનું નંઇ. તું મને શું સમજે છે?  અને તને શું લાગે છે, એણે મને જવાબમાં હું કીધું હશે ?'' વગેરે... 

કથ્થઇ, કાળા, ભૂખરા, લાલ અને પીળા વાળની ગૂંથેલી લટ ધરાવતા ઘણાં માથા ભેગા મળતા, ઊઠેલાં પ્રશ્નનાં ઉકેલ શોધાતો,  અને પછી સ્વબચાવ અને પલટવાર કરવાનું નક્કી થાય અને પછી સમયની સફરમાં દરેક શોપગર્લનાં સહિયારા શત્રુ એવા પુરુષ જાત પર તેની આજમાઇશ થતી. આ રીતે નેન્સીએ પ્રતિકારની કળા શીખી લીધી અને ી સફળ પ્રતિકાર કરી શકે એ જ એનો વિજય. ડિપાર્ટમેન્ટ સ્ટોર્સનો અભ્યાસક્રમ ઘણો વિશાળ હતો. કદાચ બીજી કોઇ પણ કોલેજ એના માટે યોગ્ય નહોતી. ઉચ્ચ કુળમાં લગ્નનું શ્રે ઇનામ હાંસિલ કરવાની એના જીવનની એક માત્ર મહત્વકાંક્ષા માટેનું શિક્ષણ બીજે તો ક્યાં મળી શકે ? 

સ્ટોર્સમાં એનું થાનક-હાથરૂમાલ વેચવાનું કાઉન્ટર હતું જે એને માટે એકદમ અનુકૂળ હતું. મ્યુઝીકનો રૂમ નજીક જ હતો. એ સંગીતની ધૂનો સાંભળી શકતી અને સારામાં સારા સંગીતકારોનાં સર્જનથી સુપેરે પરિચિત થતી જતી હતી. જ્યાં પોતાના આજમાયશી અને મહત્વકાંક્ષી કદમ માંડવાની સંદિગ્ધ કોશિશ કરી રહી હતી એવા ઉચ્ચ સમાજની દુનિયામાં સંગીતનું જેટલું જ્ઞાાન જરૂરી બને એટલું જ્ઞાાન પામવા માટે એના આ કામ કરવાની આ જગ્યા યોગ્ય હતી. બીજી છોકરીઓને નેન્સીની મહત્વકાંક્ષાની ખબર પડી ગઇ હતી.  જ્યારે જ્યારે કોઇ એવો પુરુષ નેન્સીનાં કાઉન્ટર નજદીક આવતો દેખાય કે તરત જ તેઓ હાક મારીને કહેતી, ''નેન્સી...એ આવ્યો તારો કરોડપતિ!''

પોતાની સાથે આવેલી મહિલાઓ ખરીદી કરે ત્યારે તેમની સાથે આવેલા પુરુષો રૂમાલનાં કાઉન્ટર પર સુતરાઉ કાપડનાં ચોસલાઓને જોઇને આરામથી પોતાનો સમય વ્યતીત કરતા. નેન્સી શીખી ગઈ હતી કે ઉચ્ચ કુળની મહિલાનાં હાવભાવનું અનુકરણ કેવી રીતે કરવું અને એની સાચુકલી નજાકત ભરેલી સુંદરતાથી આવા પુરુષો એની તરફ આકર્ષાતા હતા. ઘણાં પુરુષો આ રીતે નેન્સી સમક્ષ પોતાની લાગણીઓનું પ્રદર્શન કરવા આવતા હતા. તે પૈકી કેટલાક કરોડાધિપતિ હોય શકે. પણ મોટા ભાગનાં પુરુષો ચોક્કસપણે કરોડપતિઓની પ્રયત્નપૂર્વકની નકલથી વધારે કંઇ નહોતા. નેન્સી અસલી નકલીમાં ભેદ પારખવાનું શીખી ગઇ હતી. રૂમાલનાં કાઉન્ટરનાં એક છેડે એક બારી હતી અને ખરીદનારાઓ ખરીદી કરીને પાછા ફરે તેની રાહ જોઇને ઉભેલા વાહનોની કતાર એ જોઇ શકતી હતી. એ જોઇને સમજી જતી કે કાર કારમાં ફેર હોય છે અને એ જ રીતે એ કારનાં માલિકો પણ અલગ અલગ પ્રકારનાં હોય છે.

એક વાર એક મંત્રમુગ્ધ કરી દેતા સજ્જને ચાર ડઝન રૂમાલ ખરીદ્યા અને કિંગ કોપેચુઆની અદાથી કાઉન્ટરને સામે પાર નેન્સીને પટાવવાની કોશિશ કરી. જ્યારે એ પાછો ગયો ત્યારે છોકરીઓ પૈકી એકે કહ્યું, ''તને શું થયું છે નાન્સ, તું પેલા સજ્જનને મળી પણ તેં કોઈ ઉમળકો દેખાડયો નહીં. મને એ ઉચ્ચ કોટિનો જ નમૂનો લાગ્યો અને આમ જુઓ તો  એ બરાબર જ હતો.''

''એ માણસ?'' નેન્સીએ તેના સૌથી સુંદર, સૌથી મધુર અને સૌથી નિરપેક્ષ એવાં વાન એલ્સટીન ફિશરનાં સ્મિત સાથે કહ્યું, ''એ મારા માટે નથી એ જે કારમાં આવ્યો તે મેં જોઈ. ૧૨ હોર્સ પાવરની કાર અને આઇરીશ ડ્રાઇવર! અને તે જોયું ને કે એણે કેવા રૂમાલો ખરીદ્યા-એના માથા પર વાળ નહીં પણ ઘોડા ઘાસ હતું. મને કાં કોઈ અસલી ચીજ આપ, કાં કંઇ જ નહીં, જો તું દઇ શકે તો...''

સ્ટોરની બે સૌથી વધુ શિષ્ટ ીઓ હતી સુપરવાઇઝર અને કેશિયર. તેઓનાં કેટલાક અમીર ઉમરાવ સજ્જન મિત્રો હતા, જેની સાથે તેઓ અવારનવાર રાત્રે બહાર જમવા જતા. એક વાર તેઓએ નેન્સીને પણ નિમંત્રણમાં શામેલ કરી. એ ડીનર એવા ભપકાદાર કાફેમાં લેવાનું થયું  કે  જેમાં નવા વર્ષની પૂર્વસંધ્યાનાં ડીનરટેબલ એક વર્ષ પહેલા જ આરક્ષિત થઇ જતા હતા. ત્યાં ડીનરમાં બે સજ્જન મિત્રો હતા-એકનાં માથે જરાય વાળ નહોતા-ઉચ્ચ  જીવનશૈલી પામવા જતા કદાચ ખરી પડયા હશે! અને એ આપણે પુરવાર પણ કરી શકીએ-અને બીજો એક નવયુવાન હતો જેની સંસ્કારિતા અને લાયકાતનો સિક્કો એ પોતે તમારી પર બે રીતે જમાવવાની કોશિશ કરતો હતો, એક એ કે બધા જ વાઇનમાં સ્વાદ અને સુગંધની કંઇ ને કંઇ ખરાબી હોય જ છે અને બીજું એ કે એણે હીરા જડિત બટનની બાંયવાળો કોટ પહેર્યો હતો. શોપ-ગર્લ્સમાં અલબત્ત એને રસ પડયો હતો અને આ તો એક એવી શોપ-ગર્લ હતી કે જેનો અવાજ અને જેનો શિષ્ટાચાર એનાં કુલીન કુળની છોકરીઓ જેવો માત્ર આકર્ષક જ નહોતો પરંતુ એના પોતાના ઉચ્ચ સમાજની દુનિયા સાથે બહેતર તાલમેલ ધરાવતો હતો. એટલે તે પછીનાં દિવસે એ સ્ટોરમાં પુન: દેખાયો. એણે કાઉન્ટર પર રાખેલા હેમ-સ્ટીચ્ડ ગ્રાસ-બ્લીચ્ડ આઇરીશ લિનનનાં બોક્સ ઉપર લગ્ન કરી લેવા માટેનો ગંભીર પ્રસ્તાવ મુક્યો. નેન્સીએ ઇન્કાર કર્યો.

દસ ફૂટ દૂર ઊભેલી કથ્થઇ વાળવાળી છોકરી પોતાની આંખનો ઉપયોગ કાન તરીકે કરી રહી હતી,  જ્યારે નાસીપાસ થયેલો એ પ્રણયી જતો રહ્યો ત્યારે એણે નેન્સીનાં માથા પર પોતાના તીવ્ર અણગમા અને ઠપકાનો વરસાદ કરી દીધો.

''તું કેવી જબરી મૂરખ છોકરી છે! પેલો માણસ કરોડોનો માલિક...... એ વાન સ્કીટલ્સ, બઉ મોટા માણસનો ભત્રીજો છે ભત્રીજો. અને એ વાત પણ તો ઠીકઠાક જ કરતો'તો. તેં એને ભાવ ન આપ્યો?  તું પાગલ થઇ ગઇ છે કે શું? 

''હું પાગલ?''નેન્સીએ કહ્યું, ''મેં એને ભાવ ન આપ્યો, બરાબર ને? એ એટલો નોંધપાત્ર નક્કર કરોડાધિપતિ તો નહોતો જ. એનું કુંટુંબ એને વર્ષનાં વીસ હજાર ડોલર જ વાપરવા આપે છે. પેલો ટાલિયો માણસ તે રાત્રે ભોજન દરમ્યાન એની ઠેકડી ઉડાડતો હતો.''

માથાનાં ઉંચા ઓળેલા કથ્થઇ વાળવાળી છોકરી નેન્સીની નજીક ગઇ અને એની આંખોને ઝીણી કરતા એણે કહ્યું, ''કહે જોઇએ, તને જોઇએ છે શું?'' મોઢામાં ચૂઇંગ-ગમ ન હોવાને કારણે નીકળેલા ઘોઘરા અવાજમાં એણે પૂછપરછ કરી. ''શું એટલા ડોલર તારા માટે પુરતા નથી?  શું તું મોર્મોન બનવા માંગે છે અને રોકફેલર અને ગ્લેડ્સ્ટોન ડોવી અને સ્પેનનાં રાજા કે એવા ટોળાંને એકી સાથે પરણવા માંગે છે? શું વરસનાં વીસ હજ્જાર ડોલર તારા માટે પુરતા નથી?''

છોકરીની કાળી છીછરી આંખો એને એકીટસે જોતી રહી અને એ કારણે  નેન્સી શરમથી થોડી લાલ થઇ.                (વધુ આવતા અંકે)

કિંગ કોપેચુઆ એન્ડ ધ બેગરમેઈડ-નો સંદર્ભ 

'ધ ટ્રિમ્ડ લેમ્પદ વાર્તા એ બે સહેલીઓ, નેન્સી અને લાઉની વાર્તા છે. મહેનતકશ ગ્રામ્ય યુવતીઓ છે બંને. એકેની ઇચ્છા છે કે કોઈ ધનવાન નબીરા સાથે એનાં લગ્ન થાય. એ જ્યાં કામ કરે છે ત્યાં ઘણાં ધનવાન લોકો ખરીદી માટે આવતા હોય છે. ઓ. હેન્રી લખે છે કે એ પૈકીનો એક ધનવાન 'કિંગ કોપેચુઆ'ની અદાથી નેન્સીને પટાવવાની કોશિશ કરે છે. 

કોણ છે આ કિંગ કોપેચુઆ? વેલ, સોળમી સદીમાં કિંગ કોપેચુઆ આફિકાનો રાજા હતો. એની સ્થિતિ એવી કે કોઈ પણ ી પ્રત્યે એને કોઈ સેક્સ્યુયલ આકર્ષણ નહોતું થતું. એક દિવસ એ એનાં મહેલની બારીમાં ઊભો હતો અને એણે એક ભિખારણ નામે પેનેલોફોનને જોઈ અને એને ઇન્સ્ટન્ટ પ્રેમ થઈ ગયો. પહેલી નજરનો પ્રેમ અને એણે નક્કી કર્યું કે લગ્ન કરું તો આ ભિખારણ સાથે જ નહીં તો આત્મહત્યા કરું. એ રસ્તા પર આવ્યો અને એણે ભિખારીઓ વચ્ચે સિક્કાઓ વેર્યા. પેનેલોફોન પણ એ લેવા માટે આગળ આવી. અને ત્યારે કોપેચુયાએ પૂછી લીધું કે મુઝસે શાદી કરોગી? પેનેલોફોને સ્વીકાર કર્યો. એ પરણી અને રાણી બની ગઈ. ગરીબી અને એનું નીચ વર્ણ પળમાં જતા રહ્યા. રાજારાણીએ બંનેએ પછી તો ખાધું પીધું અને રાજ કીધું. લોકોની અપાર ચાહના મેળવી અને તેઓ જ્યારે મર્યા ત્યારે એક જ કબરમાં દફન થયા. 

સર્જકનો પરિચય

ઓ. હેન્રી

જન્મ : 11 સપ્ટેમ્બર 1862

મૃત્યુ : 5 મી જૂન 1910  

મૂળ નામ વિલિયમ સિડની પોર્ટર, તખલ્લુસ ઓ. હેન્રીનો જન્મ તા. ૧૧ સપ્ટેમ્બર, ૧૮૬૨માં અમેરિકાનાં નોર્થ કેરોલીના રાજ્યનાં ગ્રીન્સબોરો નગરમાં થયો હતો. 

ટૂંકી વાર્તાઓનાં તેઓ દિગ્ગજ લેખક છે. એમની વાર્તાઓમાં અંત અનેપેક્ષિત હોય છે. તમે એને પૂછડે ડંખ હોય એવી વાર્તાઓ કહી શકો. ઓ. હેન્રીની સફળતાનો પુરાવો પણ એ છે કે એનાં મૃત્યુનાં ૧૦ વર્ષમાં એકલા અમેરિકામાં એમનાં ૫૦ લાખ પુસ્તકો વેચાયા હતા અને વિશ્વની લગભગ તમામ ભાષામાં એમની વાર્તાઓનાં અનુવાદ થયા હતા. રશિયામાં તો ઓ. હેન્રી એટલા લોકપ્રિય બન્યા કે અમેરિકન લેખકની જન્મ શતાબ્દી નિમિત્તે રશિયાએ  ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ઓ. હેન્રી ૪૮ વર્ષની વયે હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા ત્યારે એના આખરી શબ્દો હતા, ''અજવાળુ કરો હું અંધારામાં મારા ઘરે જવા માંગતો નથી'' એને મન મૃત્યુ એટલે પોતાના ઘરે પાછા ફરવું. આવા સરળ, બધાને ગમે એવા, સમજાય એવા અને અદભૂત ચમત્કૃતિનાં સર્જકને સો સો સલામ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uiFpJH
Previous
Next Post »