બોલીવૂડ પર કોરોના મહામારીની અસર


- સ્ટાર્સે સિક્યોરિટીમાં 50 ટકાનો ઘટાડો કર્યો તેમજ અન્યો ચીજોમાં પણ કાપ મુક્યો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ

છેલ્લા ૧૨-૧૫ મહિનાથી  દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી આ રોગચાળાની અસર ફક્ત મધ્યમ અને નીચલા વર્ગમાં જ જોવા મળી હતી. પરંતુ હવે મનરોંજન ઇન્ડસ્ટ્રીના મૂળિયા પણ હલી ગયા છે. 

પરિસ્તિતિને અનુસરીને નાના-નાના કલાકારોએ તો મુંબઇ નગરીને અલવિદા કહી દીધું છે. જ્યારે ઘણા સિતારાઓએ પોતાના ઘરની સિક્યોરિટીની  ૫૦ ટકા સંખ્યા ઓછી કરી દીધી છે. ડિઝાઇનર કપડા પર પણ કાપ મુકવામાં ાવ્યો છે. ઘણાને તો પાતોની જીવનશેલીને જાળવી રાખવા માટે પ્રોપર્ટી પણ વેંચવી પડી છે. જોકે એક વાત એવી પણ છે કે, બોલીવૂડ સેલેબ્સે શેર માર્કેટ અને મ્યુચલ ફંડમાં નાણાનું રોકાણ કર્યું છે. કોરોનામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી આવક બંધ થઇ જતા તેમણે રૂપિયા કમાવાનો નવો મારગ શોધ્યો છે. 

જોકે ગણતરીના કલાકારોની આર્થિક સ્થિતિ પર કોરોના મહામારીની કોઇ આડ અસર જોવના મળી નથી. પરંતુ કોરોનાની બીજી લહેરે ફિલ્મોની રિલીઝ લંબાવી દીધી છે. ફિલ્મોની રીલિઝ ઓછી થતાં રેવન્યુમાં ૮૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mfo5CO
Previous
Next Post »