સેમ માનેકશોની બાયોપિકનું નામ સૈમબહાદુર રાખવામાં આવ્યું


- મેઘના ગુલઝારે માનેકશોની જન્મજયંતિએ કરી ઘોષણા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. ૩

ભારતીય સેનાના પૂર્વ સેના અધિકારી તેમજ પ્રથમ ફીલ્ડ માર્શલ સેમ માનેકશોની બાયોપિક બની રહી છે. તેમની જયંતિ પર મેઘના ગુલઝારે ફિલ્મના નામની ઘોષણા કરી છે. 

મેઘના ગુલઝારે આ ફિલ્મનું નામ સેમબહાદુર હોવાનું એલાન કર્યું છે. સેમબહાદુર હોવાનું એલાન કર્યું છે. રોની સ્ક્રૂવાલાના પ્રોડકશન હેઠળ બનનારી ફિલ્મમાં યુદ્ધના આ હીરોનું પાત્ર વિક્કી કૌશલ ભજવવાનો  છે. માનેકશો ૧૯૭૧માં ભારતીય સેનાના પ્રમુખ હતા અને તેમણે ભારત ને પાકિસ્તાનથી બાંગ્લાદેશની આઝાદીનું યુદ્ધ લડયુ ંહતું.

ગુલઝાર અને  સ્ક્રુવાલાની કંપનીએ માનેકશોની ૧૦૭મી  જયંતિના દિવસે આ ફિલ્મના નામની ઘોષણા કરી હતી.

મેઘનાએ કહ્યું હતુ ંકે, તેમની વીરતાની કહાનીને રૂપેરી પડદે ઉતારતા મને ગર્વ થાય છે.તેમના જેવી બહાદુર વ્યક્તિ હજી જોવા મળી નથી. અમને ફીલ્ડ માર્સલની જયંતિ પર તેમની બાયોપિકનું નામ મળી ગયું છે જે જણાવતાં મને હર્ષ અને ગર્વ થાય છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QTWQSv
Previous
Next Post »