અજય દેવગણની આગામી ફિલ્મના પ્રોડકશન સાથે જોડાયેલા 12 લોકોન પર કેસ નોંધાયો


- સોશિયલ ડિસ્ટસિંગના નિયમો તોડવા અને માસ્ક ન પહેરવાનો આરોપ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ

અભિનેતા અને નિર્માતા અજય દેવગણના પ્રોડકશનહાઉસ સાથે જોડાયેલા ૧૨ સ્ટાફ પર આરોપ મુકવામાં આવ્યો છે. આ ક્રુ મેમ્બર્સ વસઇના સનસિટી એરિયાના ફિલ્મ મેડેના સેટનું નિર્માણ કરી રહ્યા હતા. જેમના પર ભીડ જમા કરવાનો અને લોકડાઉનના નિયમોને તોડવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. 

મળેલી જાણકારીના  અનુસાર, સનસિટી ગ્રાઉન્ડમાં પ્લેનનો એક સેટ તૈયાર થઇ રહ્યો હતો. આ દ્રશ્યમાં પ્લેન ક્રેશ થયું હોવાનું શૂટિંગ કરવામાં આવવાનું છે. ફિલ્મના ક્રુનો દાવો છે કે, આ માટે તેમણે વસઇના તહસીલદારની અનુમતિ લીધી હતી. 

પ્રોડકશન સાથે જોડાયેલા લોકોએ કામકાજ દરમિયાન કોવિડ-૧૯ના નિયમોનું ઉલ્લંઘન કરતા અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો નિયમ તોડતા પકડવામાં આવ્યા હોવાનું વસઇના માણેકપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યુ ંહતું. 

તેમણે વધુમાં કહ્યુ ંહતુ ંકે, સનસિટી ગ્રાઉન્ડ પર બનનારા આ સેટની પાસે ૧૫થી વધુ લોકો હાજર હતા. જેમાંથી ફક્ત એક-બે વ્યક્તિએ જ માસ્ક પહેર્યા હતા. જેમણે પહેર્યા પણ હતા તે યોગ્ય રીતે નહોતા. નાક બરાબર બંધાયેલુ નહોતું અને માસ્ક મોઢા પરથી નીચે  ઊતરી ગયા હતા. અમે આઇપીસી કોલમ ૧૮૮ અને ૨૬૯ના આરોપ હેઠળ કેસ નોંધ્યો છે. અમે તેમને સેટ દૂર કરવાનું પણ તાકીદ કરી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PpOfXC
Previous
Next Post »