ત્વચાની કાળજી રાખો સ્ટેપ બાય સ્ટેપ


ત્વચાને લાંબા સમય સુધી ડાઘરહિત, મુલાયમ અને આકર્ષક રાખવા માટે ત્વચાની સ્ટેપ બાય સ્ટેપ કાળજી રાખવી જરૂરી છે. 

આ માટે પહેલા ત્વચાનું કીલન્જિંગ, ટોનિંગ અને અંતમાં માશ્શ્ચરાઇઝર કરવું જરૂરી છે. કોઇ પણ બ્યુટિ પ્રોડકટસ ત્યારે જ અસરકારક નીવડશે જ્યારે તેને વ્યવસ્થિત રીતે ઉપયોગમાં લેવામાં આવ્યું હશે.  ત્વચાની નિયમિત કાળજી માટે  સવારે મોઇશ્ચરાઇઝર વિધ સનક્રીન અને રાતના નાઇટ ક્રીમ લગાડવું જરૂરી છે. 

ફેસ ક્લીન્જિંગ સૌંદર્ય ઉપચારનું પ્રથમ પગલું છે. ત્વચાને હંમેશા સ્વસ્થ અને તાજગી ભરી રાખવા માટે ફેસ ક્લિનિંગ મહત્વનું છે. આ માટે સાબુ અને પાણી ઉપરાંત ક્લીન્જર ઓઇસ, ક્લીજિંગ મિલ્ક, જેલ અને વોટર બેસ ક્લિન્જરના ઉપયોગ કરવા.  આ તમામ પ્રોડકટસને ત્વચાના પ્રકાર અનુસાર પસંદ કરવા. 

ચહેરાની નિયમિત સફાઇથી તવ્ચાની મૃત કોશિકાઓ દૂર થાય છે. રોમછિદ્રોમાં બેકટેરિયા અને ગંદગી જમા થવાની શક્યતા રહેતી નથી પરિણામે ચહેરા પર ખીલ તેમજ રેશિસ થવાની સમસ્યા નથી થતી. 

જોકે ક્લિન્જરના ઉપયોગ માટે  ત્વચાનો પ્રકાર જાણવો મહત્વનો છે. ગરમીમાં વોટર બેસ અને ઠંડીમાં ઓઇલ બેસ ક્લિન્જર દરેક પ્રકારની ત્વચા  માટે ઉપયોગમાં લઇ શકાય છે.  બજારમાં મળતા વેટ વાઇપ્સનો ઉપયોગ નહીંવત કરવો. આ ત્વચા પરથી સરળતાથી ગંદકી તો દૂર કરે છે પરંતુ તેના ઉપયોગથી ત્વચા રૂક્ષ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત સાબુનો પણ વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી  ત્વચા રૂક્ષ અને ચમકહીન થાય છે. નિષ્ણાંતના અનુસાર સામાન્ય ત્વચા પણ રૂક્ષ થઇ જવાની શક્યતા રહે છે. 

ચહેરો ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ ન કરવો. ત્વચામાં માં સમાયેલા કુદરતી તેલ ગરમ પાણીના માધ્યમથી વહી જાય છે. ગરમીની ઋતુમાં આલ્કોહોલયુક્ત ટોનર અને એસ્ટ્રિજન્ટનો ઉપયોગ કરવો. હેવી મોઇશ્ચરાઇઝર, જેમાં શિયા અથવા કોકો બટરનું પ્રમાણ વધુ હોય તેનો ઉપયોગ કરવો. 

ત્વચા સંવેદનશીલ હોય તો, મેડિકેટેડ ક્લીન્જરનો ઉપયોગ કરવો. સ્ક્રબનો ઉપયોગ કરવો નહીં. સનસ્ક્રીન લગાડયા વગર તડકામાં નીકળવું નહીં તેમજ જેલ બેસ્ડ સનસ્ક્રીન લગાડવું. વધુ પડતા સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગ કરવા નહીં.ખાટા ફળ ખાવા તેમજ પાણી પ્રચૂર માત્રામાં પીવું. શરીરને હાઇડ્રેટ રાખવું જેથી ત્વચામાં નમી જળવાઇ રહેશે. 

- સુરેખા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d8BxoZ
Previous
Next Post »