
- ગયા વરસે લોકડાઉન દરમિયાન બન્ને અભિનેેના નિધન કેન્સરની બીમારીથી થયા હતા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ : બોલીવૂડના બે પીઢ અભિનેતાઓ રિશી કપૂર અને ઇરફાન ખાનનું નિધન ગયા વરસના એપ્રિલમાં થયું હતું. તેમના પ્રશંસકો તો તેમને યાદ કરે છે, પરંતુ દુનિયાની પ્રતિષ્ઠિત બ્રિટિશ એકડમી ફિલ્મ અવોર્ડમાં પણ તેમને શ્રદ્ધાંજલિ આપીને યાદ કરવામાં આવ્યા હતા.
આ વરસનો ૭૪મો બ્રિટિશ એકડમી ફિલ્મ એવોર્ડસ આયોજિત કરવામાં આવ્યો હતો. ૯ અને ૧૦ તારીખના આ સમારોહ યોજાયો હતો. જજેની એક વિશેષ વીડિયો ક્લિપ પણ જોવા મળી હતી. જેમાં ગયા વરસે અવસાન પામેલા કલાકારો, લેખકો, દિગ્દર્શકો અને ટેકનિશિયનો સહિત દુનિયાના ૪૦થી અધિક કલાકારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી બતી. આ વીયિોની શરૃઆત એડિનબર્ગના ડયૂક પ્રિંસ ફિલિપને શ્રદ્ધાંજલિ આપીને કરવામાં ાવી હતી. જેમાં રિશી કપૂર અને ઇરફાન ખાનના પણ નામ હતા.
ઉલ્લેખનીય છે કે, ઇરફાન ખાને બોલીવૂડની સાથેસાથે હોલીવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. બાફ્ટા એવોર્ડસમાં ઇરફાનની ફિલ્મ લાઇફ ઓફ પાઇનો એક ડાયલોગ બોલીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3g0fe6S
ConversionConversion EmoticonEmoticon