
- આકાશની ઓળખ -કુમારપાળ દેસાઈ
- શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ પ્રાપ્ત થાય છે. આ અંતિમ ઉપદેશમાં મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે માનવીના અધ્યાત્મ પુરુષાર્થનો આલેખ આપ્યો છે. પવિત્ર શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરીએ ત્યારે પ્રત્યેક યાત્રાળુના મનમાં મોક્ષની ભાવના ગૂંજતી હોય છે
- શ્રી શત્રુંજ્ય ડાયરી-4
ભ ગવાન મહાવીર સ્વામીએ સર્વ દુઃખોમાંથી મુક્તિ અપાવનાર ઉત્તમ માર્ગ જગતને દર્શાવ્યો. માનવી માટે એ સર્વોત્તમ મોક્ષમાર્ગ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ પ્રાપ્ત થાય છે. આ અંતિમ ઉપદેશમાં મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે માનવીના અધ્યાત્મ પુરુષાર્થનો આલેખ આપ્યો છે. પવિત્ર શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરીએ ત્યારે પ્રત્યેક યાત્રાળુના મનમાં મોક્ષની ભાવના ગૂંજતી હોય છે.
આ પવિત્ર ગિરિરાજ પર અનંતા આત્માઓ મોક્ષે ગયા છે. વર્તમાન ચોવીસીના શ્રી નેમિનાથ ભગવાન સિવાયના ૨૩ તીર્થંકર ભગવાનો આ ભૂમિ પર વિચર્યા છે. શ્રી અજિતનાથ ભગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાને ચાતુર્માસ કર્યા છે. આવું મોક્ષપદ પ્રાપ્ત કરનાર મુનિરાજો અને વ્યક્તિઓની કેટલીક વિગતો મળે છે, તે જોઈએ.
૧. કારતક સુદ ૧૫: દ્રાવિડ તથા વારિખ્ખિલ્લ અનશન કરી, ૧૦ ક્રોડ મુનિ સાથે મોક્ષે ગયા.
૨. ફાગણ સુદ ૧૦: નમિ- વિનમિ વિદ્યાધર બે ક્રોડ મુનિ સાથે મોક્ષે ગયા.
૩. ફાગણ સુદ ૧૩: શાંબ- પ્રદ્યુમ્નકુમાર ૮ાા ક્રોડ મુનિ સાથે સદ્ભદ્ર નામના શિખર પર મોક્ષે ગયા.
૪. ચૈત્ર સુદ ૧૫: શ્રી પુંડરિક સ્વામી પાંચ ક્રોડ મુનિસાથે મોક્ષે ગયા.
શ્રી અજિનાથ પ્રભુના દસ હજાર મુનિઓ પણ ચૈત્ર સુદ ૧૫ના દિવસે મોક્ષે ગયા.
૫. ચૈત્ર વદ ૧૪ નમિ વિદ્યાધરની ચર્ચા વગેરે ૬૪ પુત્રીઓ સાથે મોક્ષે ગયા.
૬. આસો સુદ ૧૫ઃ પાંચપાંડવો ૨૦ ક્રોડ મુનિઓ સાથે મોક્ષે ગયા.
આ સિવાય ભરત ચક્રવર્તીની પાટે આવેલા અસંખ્ય રાજાઓ આ ગિરિરાજ પર મોક્ષે ગયા છે.
(૧) નારદજી ૯૧ લાખ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
(૨) રામ- ભરત ૩ ક્રોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા
(૩) બાહુબલિના પુત્ર સોમયશા ૧૩ ક્રોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
(૪) ભરત ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
(૫) વસુદેવની પત્ની ૩૫ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
(૬) શાંતિનાથ પ્રભુના ચોમાસામાં ૧,૫૨,૭૭૭ સાધુ ગિરિરાજ પર મોક્ષે ગયા.
(૭) સાગર મુનિ ૧ ક્રોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
(૮) ભરત મુનિ ૫ ક્રોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
(૯) આદિનાથ પ્રભુના ઉપદેશથી અજિતસેન મુનિ ૧૭ ક્રોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
(૧૦) શાંતિનાથ પ્રભુના પરિવારના ૧૦ હજાર સાધુઓ ગિરિરાજ પર મોક્ષે ગયા.
(૧૧) શ્રી સારમુનિ ૧ ક્રોડ સાથે ગિરિરાજ પર મોેક્ષે ગયા.
(૧૨) પ્રદ્યુમ્નની પ્રિયા વૈદર્ભી ૪૪ ક્રોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
(૧૩) ભરત ચક્રવર્તીના પુત્ર આદિત્યશા ૧ લાખ ક્રોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
(૧૪) બાહુબલિના પુત્રો ૧૦૦૮ ક્રોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
(૧૫) દમિતારિ મુનિ ૧૪ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
(૧૬) અતીત ચોવીશીના ૨૪મા તીર્થંકર શ્રી સંપ્રતિજિનના ગણધર થાવચ્યાના ૧ હજાર સાથે ગિરિરાજ પર મોેક્ષે ગયા.
(૧૭) શુક્રપરિવ્રાજક ૧ હજાર સાથે ગિરિરાજ પર મોેક્ષે ગયા.
(૧૮) થાવચ્ચાપુત્ર ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
(૧૯) કાલિક ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
(૨૦) કદંબ ગણધર ૧ ક્રોડ સાથેગિરિરાજ પર મોક્ષે ગયા.
(૨૧) સુભદ્રમુનિ ૭૦૦ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
(૨૨) શૈલકાચાર્ય ૫૦૦ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
આ સિવાય ભરતના પુત્ર બ્રહ્મર્ષિ ચાર પુત્ર સાથે, શાંતનુ રાજા ચંદ્રશેખર રાજા, શ્રી ઋષભસેન જિન, દેવકીના છ પુત્રો, જાલિમયાલિ ઉવયાલિ, સુવ્રત શેઠ, મંડક મુનિ, આણંદ ઋષિ, સાત નારદ, અંધકવૃષ્ણિ તથા ધારણી તેમજ તેના ૧૮ કુમારો વગેરે અનંત આત્માઓ આ ગિરિરાજ પર મુક્તિપદને પામ્યા છે.
શ્રી શત્રુંજય મહાતીર્થના 108 નામ
શ્રી શત્રુંજય મહાતીર્થ વિશે જુદા જુદા ગ્રંથો અને પૂજાઓમાં એના જુદાં જુદાં નામો મળે છે. ગિરિરાજ પર જે જગા ઉંચી હોય તેને શિખર અથવા કૂટ કહેવાય છે. શ્રી શત્રુંજય મહાતીર્થ પર ૧૦૮ કૂટ હતી અને તેથી આજે ૧૦૮ ખમાસણાં વડે તેની વંદના કરવામાં આવે છે. વળી એની ૧૦૮ યાત્રાનો મહિમા છે. જુદા જુદા ગ્રંથોમાં અને પૂજાઓમાં શ્રી શત્રુંજય મહાતીર્થની જુદી જુદી ટૂંકોને ઉદ્દેશીને નામો પ્રાપ્ત થયા છે. સુધર્મા ગણધરેે રચેલા મહાકલ્પમાં શ્રી શત્રુંજય મહાતીર્થના ૧૦૮ નામો આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. ભાવકોને આમાં જરૂર રસ પડશે.
(૧) શ્રી શત્રુંજયગિરિ, (૨) બાહુબલિ, (૩) મરુદેવી, (૪) પુંડરીકગિરિ, (૫) રૈવતગિરિ, (૬) વિમલાચલ, (૭) સિદ્ધરાજ, (૮) ભગીરથ, (૯) સિદ્ધક્ષેત્ર, (૧૦) સહસ્ત્ર કમલ, (૧૧) મુક્તિનિલય, (૧૨) શ્રી સિદ્ધાચલ, (૧૩) શતકૂટ, (૧૪) ઢંકગિરિ, (૧૫) કદંબગિરિ, (૧૬) કોડીનિવાસ, (૧૭) લોહિતગિરિ, (૧૮) તાલધ્વજગિરિ, (૧૯) પુણ્યરાશિ, (૨૦) મહાબલગિરિ, (૨૧) દૃઢશક્તિ, (૨૨) શતપત્ર, (૨૩) વિજયાનંદ, (૨૪) ભદ્રંકર, (૨૫) મહાપીઠ, (૨૬) સુરિગિરિ, (૨૭) મહાગિરિ, (૨૮) મહાનંદ, (૨૯) કર્મસૂદન, (૩૦) કૈલાસ, (૩૧) પુષ્પદંત, (૩૨) જયંત, (૩૩) આનંદ, (૩૪) શ્રીપદ, (૩૫) હસ્તગિરિ, (૩૬) શાશ્વતગિરિ, (૩૭) ભવ્યગિરિ, (૩૮) સિદ્ધશેખર, (૩૯) મહાજસ, (૪૦) માલ્યવંત, (૪૧) પૃથ્વીપીઠ, (૪૨) દુઃખહર, (૪૩) મુક્તિરાજ, (૪૪) મણિકંત, (૪૫) મેરુ મહીધર, (૪૬) કંચનગિરિ, (૪૭) આનંદધર, (૪૮) પુણ્યકંદ, (૪૯) જયાનંદ, (૫૦) પાતાલમૂલ, (૫૧) વિભાસ, (૫૨) વિશાલ, (૫૩) જગતારણ, (૫૪) અકલંક, (૫૫) અકર્મક, (૫૬) મહાતીર્થ, (૫૭) હેમગિરિ, (૫૮) અનંતશક્તિ, (૫૯) પુરુષોત્તમ, (૬૦) પર્વતરાજ, (૬૧) જ્યોતિસ્વરૂપ, (૬૨) વિલાસભદ્ર, (૬૩) સુભદ્ર, (૬૪) અજરામર, (૬૫) ક્ષેમંકર, (૬૬) અમરકેતુ, (૬૭) ગુણકેતુ, (૬૮) સહસ્રપત્ર, (૬૯) શિવંકર, (૭૦) કર્મક્ષય, (૭૧) તમોકંદ, (૭૨) રાજરાજેશ્વર, (૭૩) ભવતારણ, (૭૪) ગજચન્દ્ર, (૭૫) મહોદય, (૭૬) સુરગિરિ, (૭૭)કાંતગિરિ, (૭૮) અભિનંદ, (૭૯) સુમતિ, (૮૦) શ્રેષ્ઠગિરિ, (૮૧) અભયકંદ, (૮૨) ઉજ્જવલગિરિ, (૮૩) મહાપદ્મ, (૮૪) વિશ્વાનંદ, (૮૫) વિજયભદ્ર, (૮૬) ઇંદ્રપ્રકાશ, (૮૭) કપર્દાવાસ, (૮૮) કેવલદાયક, (૮૯) મુક્તિનિકેતન, (૯૦) ચર્મગિરિ, (૯૧) અષ્ટોત્તરગિરિ, (૯૨) સૌંદર્યગિરિ, (૯૩) યશોધર, (૯૪) પ્રીતિમંડળ, (૯૫) સર્વકામદ, (૯૬) સહજાનંદ, (૯૭) મહેન્દ્રધ્વજ, (૯૮) સર્વાર્થસિદ્ધગિરિ, (૯૯) પ્રિયંકગિરિ, (૧૦૦) કયંબુ, (૧૦૧) હરિપ્રય, (૧૦૨) વિશ્વપ્રભ, (૧૦૩) ત્રિભુવનપતિ, (૧૦૪) પ્રત્યક્ષ, (૧૦૫) સિદ્ધભજ, (૧૦૬) વૈજયંત, (૧૦૭) ઋષિવિહાર, (૧૦૮) સર્વકામદ.
(ક્રમશઃ)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mRMoH5
ConversionConversion EmoticonEmoticon