
- અધ્યાત્મની સાધનામા જો આપણે ધીરજ, આત્મશ્રધ્ધાથી અને આત્મ વિશ્વાસથી પરમ ચેતનામાં જાગરૂકતાપુર્વક સ્થીર થઈને આગળ વધશું તો આ જીવનમા જ પરમ આનંદ સાથે જીવી શકીશું
મા નવની ઉત્પતીથી માંડીને આજ સુધીમાં જે કાઈ બાહ્ય પ્રગતિ, અને પરિવર્તન થયું છે તેનું કારણ વિજ્ઞાાન છે. જેને કારણે સુખ સગવડો જરુર વધી છે, પણ આંતરિક આનંદનો હ્રાસ થયો છે, જ્યારે આંતરિક પરિવર્તન કરી આનંદ, સુખ અને શાંતિમાં સ્થીર કરવામાં આધ્યાત્મનો ફાળો બહુ મુલ્ય છે. વેદ અને ઉપનિશદના ઋષીઓ આંતરિક પરિવર્તીત થઈ,આધ્યાત્મીક સાધના કરી શુધ્ધ થઈ આંતરજ્ઞાાનમા સ્થીર હતા ને પરમાત્માની અનુભૂતી પ્રાપ્ત કરી પરમાત્મામય બની પરમ આનંદમાં જીવતા હતા.
જો માણસ અધ્યાત્મના માર્ગે ચાલે અને આસુરી સંપત્તિથી મુક્ત થઈ દેવી સંપતિમાં સ્થીર થઈ આંતરિક શુધ્ધતા, સ્થીરતા, સત્યતા, પવિત્રતા, જેવા આંતરિક મુલ્યોની મદદથી જ તે અપાર સુખ-શાંતી આનંદ અને સમૃધ્ધિ મેળવી શકે છે, એટલે પરિવર્તનશીલતા અને દેવી સંપત્તિ જ આંતરિક મુલ્યોનું સુખ શાંતી અને આનંદનંુ કેન્દ્ર બિંદુ છે.
બુધ્ધ, મહાવીર, ક્રષ્ણ, ઇશુ. મહમદ ,જરથુસ્ત ,વગેરેને માણસો પરમાત્મા તરીકે સ્વીકારે છે, તેઓ બધાજ આપણી જેવા જ સામાન્ય માણસો હતાં. તેઓએ આધ્યાત્મના માર્ગે આંતરિક સાધના કરી આંતરિક રીતે પરિવર્તિત થયા અને દેવી સંપત્તિમાં સ્થીર થઈ આંતરિક શુધ્ધ થયા. એટલે તેઓ આંતરિક રીતે પરમાત્માની અનુભુતિ કરી શક્યા ને આંતરજ્ઞાાનમા સ્થીર થયા અને પરમાત્મા સ્વરુપ થયા. આપણે પણ પરમાત્માની અનુભુતી પ્રાપ્ત કરવાની શક્તિ ધરાવીએ જ છીએ, આંતરજ્ઞાાન પ્રાપ્ત કરી જ શકીએ છીએ અને પરમાત્મા સ્વરુપ બની જ શકીએ છીએ.
પણ આપણે આધ્યાત્મના માર્ગે ચડીને અંતરમાં રહેલી આસુરી સંપત્તિથી મુક્ત થઈ, દેવી સંપત્તિમાં સ્થીર થઈને, શુધ્ધ અંતરથી પ્રેમ પુર્ણ બની સત્ય, અસ્તેય, અહીંસા, અપરિગ્રહ વગેરે દેવી સંપત્તિના ગુણો ગ્રહણ કરીને જીવન જીવતા નથી અને સ્વાર્થ, લોભ, લાભ, રાગદ્વેશ અને અહંકાર વગેરેથી મુક્ત થઈ શકતા નથી. જેથી તનાવ ગ્રસ્ત રહીએ છીએ. જેથી સરળતા, સહજતા સમતા, સ્થીતપ્રજ્ઞા અને સાક્ષીભાવમાં સ્થીર થઈને અને આંતરિક રીતે શુધ્ધ થઈ શકતા નથી. આમ આધ્યાત્મની સાધના કરતા નથી જેથી અનુભુતી કરી શકતા નથી અને જ્ઞાાન ઉપલબ્ધ થતું નથી અને અજ્ઞાાનમાં સબડીએ છીએ. આ માટે ગુનેગાર આપણે જ છીએએટલુ સ્પષ્ટ જાણો.
અધ્યાત્મના માર્ગ ઉપર આપણે જ્યારે ચડીએ ત્યારે જ મંજીલ નક્કી થાય છે. પરમ આનંદમા જીવવંુ, આમ શુધ્ધ સાધન ઉપરથી જ સાધ્ય નક્કી થતુ હોય છે. સાધ્ય એટલે આંતરીક શુધ્ધતા, જ્ઞાાનની ઉપલબ્ધી અને અજ્ઞાાનની નાબુદી, જ્ઞાાનની પ્રાપ્તી એટલે દુઃખ તિરોહીત અને પરમ આનંદની સ્થિતી. આ છે આધ્યાત્મ સાધનાનું અમૃત ફ્ળ. જીવનમા સુખ અને દુઃખ એ મનનું કારણ છે અને પરમ આનંદ એ જ્ઞાાનનુ કારણ છે, અને આનંદએ સુખ અને દુઃખ બન્નેની પારની અવસ્થા છે. તેમા જ આધ્યાત્મની સાધના દ્વારા સ્થીર થવાનુ ધ્યેય છે, સાધ્ય છે, જગતમા કોઇ કોઇને બાહ્ય કારણ દ્વારા દુઃખી કે સુખી કરી શકતુ જ નથી. એટલુ બરાબર હદયથી જાણી લ્યો,અને અનુભવ કરી લ્યો, સુખ અને દુઃખ તિરોહીત કરવા માટે આંતર મનમાં ઉતરો અને જે કચરો ભરેલો છે તેને જાણીને બહાર ફેકી દ્યો. એટલે પરમ આનંદ ઉપલબ્ધ જ છે. આ કચરો બહાર ફેકવાનુ નામ છે અધ્યાત્મ સાધના.
સુખ અને દુઃખ ગુરુઓ, ધર્માત્માઓ કે ધાર્મિક સ્થળોમાં કે બહારથી મળે છે તેવા ભ્રમમાથી બહાર નિકળો અને આંતરિક પરિવર્તિત થવાનો માર્ગ પસંદ કરી આંતરિક પરિવર્તિત થાવ. જરુર સુખ અને શાંતિ મળશે અને દુખ તિરોહિત થશે જ અને પરમ આનંદમાં સ્થિર થશો.
જગતમાં માણસ ત્રણ રીતે દુઃખી થાય છે. પહેલું કારણ કાલ્પનિક જેમાં જેમ માણસ કલ્પનાના ઘોડા પર સવાર થઈ જાય છે. જેમાં વાસના, કામના ઇચ્છા, અપેક્ષા, વિચાર, તૃષ્ણા, મૃત્યુ વગેરેની કલ્પનાઓ કરી દુઃખી થાય છે. બીજું કારણ પોતાનો અસત્ય, અનીતિ, કપટ, અપ્રમાણીક, અહંકાર અને દંભયુક્ત વ્યવહાર આચરણ દ્વારા દુઃખ આવી પડે છે અને ત્રીજું કોઈ ભુતકાળના પ્રસંગને વાગોળવાની ટેવને કારણે માણસ દુઃખી થાય છે. આમ દુઃખ આપણા કારણે જ હાથમાં આવે છે. બીજા કોઈના હાથમાં આવતા જ નથી. સુખ શાંતી અને આનંદ માત્ર ને માત્ર વર્તમાનમાં જ ઉપલબ્ધ છે.
ભુતકાળ દુઃખદાયક છે, તો ભવિષ્ય ચિંતા અને તનાવદાયક છે. એટલે અધ્યાત્મની આંતર સાધના કરી પરમ ચેતનામાં જાગરૂકતા પુર્વક સ્થીર થઈને જાગરૂકતા પુર્વક જીવે જાવ. હાથમા શાંતિ અને આનંદ જ આવશે, શાંતિ અને સુખની ઉપલબ્ધી આત્મસ્થ અને હદય થઈને સત્ય, વિવેક, સરળતા, સહજતા, સમતા, સમત્વ, સ્થીતપ્રજ્ઞા અને સાક્ષીભાવમાં સ્થિર થઈને રાગ દ્વેશ, અહંકાર લાભ અને લોભ અને પદાર્થ વગેરેની આંતરિક પકડથી મુક્ત થઈને, અદ્વેતમા, પ્રજ્ઞાામાં, સાક્ષી ભાવમાં આંતરિક સાધના દ્વારા સ્થિર થઈને જીવે જ જાવ સુખ શાંતિ અને આનંદ જ હાથમા જ આવશે.
સુખ અને શાંતિ માટે આપણે આપણા શુધ્ધ ધ્યેય પ્રત્યે સત્યવાન, નિષ્ઠાવાન અને પ્રમાણિક બનવુ જરુરી છે એટલે કે નિષ્ઠા, વિવેક અને પ્રમાણિક્તા સાથે જ ધ્યેય સફળ થઈ શકે છે. તેવા આત્મવિશ્વાસ સાથે આંતરિક શુધ્ધતા, સ્વસ્થતા વિવેક, નિર્મળતા અને નમ્રતા સાથે જીવન જીવો અને સત્ય સ્વરુપ થઈને નિષ્ઠા પુર્વક સ્વાર્થને ઓગાળીને કર્મ કરો અને પ્રશંષા, નિંદા વગેરે બાબતમાં પ્રશંસામાં જુઠ અને નિંદામા રહેલુ સત્ય સ્વસ્થ ચિત્તે પારખતા શીખો. આ આવડત માત્રને અહંકાર રહીતતામા અને નિર્વિચારમાં સ્થીર થવાથી જ પ્રાપ્ત થાય છે તેની આધ્યાત્મ સાધના દ્વારા આની પ્રાપ્તી કરો.
અધ્યાત્મની સાધનામા જો આપણે ધીરજ, આત્મશ્રધ્ધાથી અને આત્મ વિશ્વાસથી પરમ ચેતનામાં જાગરૂકતાપુર્વક સ્થીર થઈને આગળ વધશું તો આ જીવનમા જ પરમ આનંદ સાથે જીવી શકીશું. એ જ જીવન છે, આનું નામ જ માનવ મુલ્યનું આચરણ છે.
- તત્વચિંતક વિ.પટેલ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wYycRt
ConversionConversion EmoticonEmoticon