- અભિનેત્રી વધુમાં કહે છે કે આ તક માટે મેં બહુ રાહ જોઇ છે. હું હંમેશાંથી એમ ઇચ્છતી હતી કે મારી કારકિર્દીમાં એવો તબક્કો આવે જ્યારે હું મારી મરજી મુજબની ફિલ્મોની પસંદગી કરી શકું.
વર્ષ ૨૦૧૨માં 'વિકી ડોનર'થી હિન્દી ફિલ્મોદ્યોગમાં પદાર્પણ કરનાર યામી 'દસવીં' મૂવીમાં પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. આ મૂવીમાં તે અભિષેક બચ્ચન સાથે જોવા મળશે.
આ વર્ષે યામી ગૌતમની ત્રણ ફિલ્મો રજૂ થવાની છે. અને પાંચ જેટલી મૂવીઝ તેના હાથમાં છે.
જોકે હાલના તબક્કે તેની જાહેરાત થવાની રાહ જોવાઇ રહી છે. પરંતુ અદાકારાને અચાનક જ આટલી બધી ફિલ્મો સાગમટે મળવાથી તે બહુ ખુશ છે. તે કહે છે કે એક તબક્કે હું ફિલ્મો માટે તરસી ગઇ હતી. એક વર્ષ એવું પણ હતું જ્યારે મારી પાસે એકે ફિલ્મ નહોતી. પરંતું મેં ધીરજપૂર્વક સારી ફિલ્મો મળવાની રાહ જોઇ. અને હવે હું એ ધીરજના મીઠાં ફળ ચાખી રહી છું.
અભિનેત્રી વધુમાં કહે છે કે આ તક માટે મેં બહુ રાહ જોઇ છે. હું હંમેશાંથી એમ ઇચ્છતી હતી કે મારી કારકિર્દીમાં એવો તબક્કો આવે જ્યારે હું મારી મરજી મુજબની ફિલ્મોની પસંદગી કરી શકું. આજે ઘણાં લોકો મને પૂછે છે કે હવે તારી કારકિર્દીની ગાડી સડસડાટ દોડવા લાગી છે ત્યારે તને કેવું લાગે છે? આવામાં હું તેમને એક જ જવાબ આપું છું કે એક વર્ષ એવું પણ ગયું હતું જ્યારે મારી પાસે એકે ફિલ્મ નહોતી. પરંતુ મેં બહુ ધીરજ અને સમજદારીપૂર્વક એ સમય પસાર કરી લીધો.
વર્ષ ૨૦૧૨માં 'વિકી ડોનર'થી હિન્દી ફિલ્મોદ્યોગમાં પદાર્પણ કરનાર યામી 'દસવીં' મૂવીમાં પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. આ મૂવીમાં તે અભિષેક બચ્ચન સાથે જોવા મળશે. આ સિવાય તે થ્રિલર 'અ થર્સડે' અને હોરર-કોમેડી 'ભૂત પોલીસ'માં પણ જોવા મળશે.
યામી કહે છે કે તે વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવવા માગે છે. અને તેને આ બધી મૂવીઝમાં અલગ અલગ પાત્રો ભજવવાનો મોકો મળ્યો છે. અલબત્ત, તેણે ઇરાદાપૂર્વક જુદી જુદી જાતની ભૂમિકાઓ પસંદ કરી છે. એક અભિનેત્રી તરીકે તે ફિલ્મના પ્રકાર કરતાં તેના વિષયવસ્તુને પ્રાધાન્ય આપે છે.
યામી માને છે કે જો તમે તમારું કિરદાર સારી રીતે નિભાવો તો તે આપોઆપ તમારા માટે હટકે બની જાય. તે કહે છે કે હું મારું પાત્ર કેટલું શક્તિશાળી અને નોખું છે તે જોઉં છું.
તે વધુમાં કહે છે કે અત્યાર સુધી જે મૂવીઝની ઘોષણા કરવામાં નથી આવી તેમાં તેના રોલ નોખા પ્રકારના છે. આ કિરદારો 'દસવીં' કરતાં તદ્ન અલગ પ્રકારના છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dQGOAC
ConversionConversion EmoticonEmoticon