
- અભિનેતાએ એક સપ્તાહ પહેલાં જ રસી લીધી હતી
મુંબઇ : કોરોનાનો ઉપદ્રવ દિવસે દિવસે વધી રહ્યો છે. આશુતોષ રાણાએ એક જ અઠવાડિયા પહેલા કોરોનાની રસી લીધી હતી અને હવે કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે.
આશુતોષ રાણાએ સોશિયલ મીડિયા પર એક તસવીર મુકીને જાણકારી આપી હતી કે, હું કોરોના પોઝિટિવ થયો છું. મેં છઠ્ઠી એપ્રિલના રોજ કોરોનાની રસી લીધી હતી. મને ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ કોરોના થયો હોવાની જાણ થઇ હતી. જોકે આને હું શુભ માની રહ્યો છું. મેં મારી સારવાર શરૂ કરી દીધી છે. મને વિશ્વાસ છે કે હું જલદી જ સાજો થઇ જઇશ. મારા પરિવારની પણ મેં કોરોના ટેસ્ટ કરાવી લીધી છે.
૭ એપ્રિલ પછી મારા સંપર્કમાં આવનાર લોકો પણ પોતાની ટેસ્ટ કરાવી લે તેવી વિનંતી હું કરું છું. આશુતોષ રાણા હાલ હોમ ક્વોરન્ટાઇન હોવાનું જણાવ્યું છે તેમજ હાલ સારવારની સાથે આરામ પણ કરી રહ્યા છે. તેમણે ફેસબુક પરથી આ વાતની જાણકારી આપી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tm8PGL
ConversionConversion EmoticonEmoticon