રણવીર સિંહ તમિલ ફિલ્મની હિંદી રિમેકમાં જોવા મળશે


- કોરોનાના ઉપદ્રવમાં પણ ફિલ્મ સિતારાઓ પોતાના નવા પ્રોજેક્ટની ઘોષણા કરી રહ્યા છે

મુંબઇ : મહારાષ્ટ્રમાં કોરોનાનો સપાટો વધી જતા લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે તેવામાં ૧લી મે સુધી શૂટિંગ પર રોક લગાડવામાં આવી છે. આ દરમિયાન રણવીર સિંહે પોતાના આગામી પ્રોજેક્ટની ઘોષણા કરી છે. 

રણવીર સિંહે તમિલની સુપરહિટ ફિલ્મ અન્નિયની હિંદી રીમેકમાં કામ કરવાનો નિર્ણય લીધો છે. રણવીરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે. તેણે જણાવ્યું છે કે, મારા આગામી પ્રોજેક્ટની ઘોષણા કરતા હર્ષ અનુભવી રહ્યો છું. મારી આગામી ફિલ્મ દિગ્દર્શક શંકર સાથેની હશે.

તમિલફિલ્મ અન્નિયન ૨૦૦૫માં રિલીઝ થઇ હતી. જેનું દિગ્દર્શન પણ શંકરે જ કર્યું હતું. આ એક સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે. 

ફિલ્મનું શૂટિંગ ૨૦૨૨ના મે માસમાં શરૂ કરવાની યોજના છે. આ ફિલ્મને મોટા પાયે બનાવામાં આવવાની છે. જોકે રણવીર સાથે આ ફિલ્મની અભિનેત્રીનો ફોડ રણવીરે પોતાની પોસ્ટમાં પાડયો નથી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QnNpKT
Previous
Next Post »