
ભ ગવાન શ્રીરામ મર્યાદા પુરૂષોત્તમ તરીકે ઓળખાયા છે. આ ઉપમા કેવી રીતે મળી તે અંગે અત્રે છણાવટ કરવામાં આવી છે.
ચાણક્ય નીતિમાં ભગવાન શ્રીરામનું વર્ણન કરતાં ચાણક્ય એક સુંદર શ્લોક લખે છે -
ધર્મે તત્પરતા મુખે મધુરતા દાને સમુત્સાહતા
મિત્રેડવેચક્તા ગુરૌવિનપિતા ચિત્તે તિગંભીરતા
આચારે શુચિત્તા ગુણે રસિકતા શાસ્ત્રેયુ વિજ્ઞાાાતૃતા
રુપે સુન્દરતા શિવે ભજનતા ત્વચ્યસ્તિ ભો રાઘવ ।।
ધર્મમાં તત્પરતા વાણીમાં મધુરતા, દાનમાં ઉત્સાહ, મિત્ર સાથે
નિષ્કપટતા, ગુરુજનો પ્રત્યે નમ્રતા, ચિત્તમાં અતિગંભીરતા આચારમાં
પવિત્રતા, ગુણોમાં રસિકતા, શાસ્ત્રોમાં સારી પ્રવિણતા, રૂપમાં સુંદરતા અને શિવભક્તિમાં સર્વગુણો તો હે ! રાઘવ આપનામાં જ છે ! ચાણક્ય મનમાં એક મુંઝવણ અનુભવે છે કે મર્યાદા પુરુષોત્તમ રામને શી ઉપમા આપું !
કાષ્ઠ કલ્પતરુઃ સુમેરુરચલશ્યિતામણિ પ્રસ્તરઃ ।
સૂર્યસ્તીવ્રકરઃ શશી ક્ષયકરઃ ક્ષારો હિ વારાંનિધિઃ ।।
કામો નષ્ટતનુર્વલિર્દિતસુતો નિત્યં
પશુ કામગૌ ।
નૈતાંસ્તે તુલયામિ ભો રઘુપતે કસ્યોપમાં દીયતે ।।
'કલ્પતરુ તો કાષ્ઠ છે, મેરુપર્વત અચળ જડ છે ચિતામણિ તો પથ્થર છે. સૂર્યકિરણ અત્યંત ઉષ્ણ છે. ચંદ્રનાં કિરણો તો ક્ષીણ થઇ જાય છે. સમુદ્ર તો ખારો છે. કામદેવને શરીર નથી. બલિરાજા દૈત્ય જાતિના હતા અને કામધેનુ તો પશુજાતિ છે. તેથી આ સર્વની તુલના હું આપની સાથે કરી શક્તો નથી. માટે હે રઘુપતિ ! હું આપને કોનીં ઉપમા આપું ?'
ભગવાન શ્રીરામ. દેધતમુરુજટામણ્ડતં - મોટી જટારૂપ આભૂષણ ધર્યું છે. 'ઉરુ' એટલે વિશાળ વિસ્તૃત અર્થાત મોટું જટામંડળ જે ધારણ કર્યું છે. એવાં શ્રીરામચંદ્રજીનું ધ્યાન કરવું... ધ્યયેત... અલંકારો જો ભોગનું પ્રતિક છે તો જટા એ ત્યાગનું પ્રતિક છે. ભોગ અને ત્યાગને જેમણે એક સમયાવચ્છેદે જીવનશૈલીમાં અપનાવ્યા હતાં. તે જ મહાપુરુષ તેન ત્યત્કેન ભૂજજીથાઃ ત્યાગ અને ભોગનો સમન્વય જ શ્રૂતિનો આદર્શ છે. ભોગ મનુષ્યને વિલાસની ગર્તામાં ડૂબાવે છે. ત્યારે ત્યાગ માનવને નીરસતાની મરુ ભૂમિ તરફ દોરી જાય છે. સંયમ જ માનવ જીવનને સુગંધી અને ઉજ્જવળ બનાવે ચે. ભારતીય સંસ્કૃતિ એ સંયમની સંસ્કૃતિ છે. આવા સંયમી અને મર્યાદા પુરુષોતમ શ્રીરામનું ધ્યાન ધરીએ...!
'રામ' શબ્દનો મહિમા દર્શાવતા...
ચરિત રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ ।
એકૈકમક્ષરંપુંસા મહાપાતકનાશનમ્ ।।૧।।
શ્રી રામચંદ્રજીનું ચરિત્ર સો કરોડનાં વિસ્તારવાળું છે. એક એક અક્ષરનો પણ જે વ્યક્તિ પાઠ કરે છે તેઓનાં મહાપાપ નાશ પામે છે.
ભગવાન શ્રીરામનું ચરિત સો કરોડ (શ્લોકો)ના વિસ્તારવાળું છે. એટલે ગણ્યાં ગણાય નહીં એટલાં પ્રભુના ગુણો છે. ભગવાન શ્રીરામનો મહિમા માણસની વાણી મર્યાદાથી બહાર છે, શ્રુતિ કહે છે... 'યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સઃ ।' વાણી જ્યાં ના
પહોંચે બુધ્ધિના જ્યાં જાય ઃ ભાવભર્યા ગીતો હૃદયથી ગવાય, પૌરાણિક દંતકથા અનુસાર સો કરોડ શ્લોકોનું રામાયણ દેવ-દાનવ અને માનવને વહેંચી દીધું. દરેકને તેત્રીસ કરોડ, તેત્રીસ લાખ, તેત્રીસ હજાર, ત્રણસો ને તેત્રીસ (૩૩,૩૩,૩૩,૩૩૩) શ્લોકો મળ્યા બાદ એક શ્લોકનો વધારો થયો. તેનાં ચાર ચરણોમાંથી દરેક એક એક ચરણ લીધું બાદમાં એક ચરણનાં આઠ અક્ષરોમાંથી દરેક બબ્બે અક્ષર લીધા અંતે બે અક્ષર વધ્યા ! એનાં ત્રણ ભાગ કેમ કરવાં ? વિવાદ નિવારવા દેવોનાં દેવ મહાદેવ શિવજીએ બે અક્ષરસ્વયંને માટે રાખી લીધા જે અક્ષર હતાં... 'રામ'...!
- લાલજીભાઈ જી. મણવર
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3g9Mwk3
ConversionConversion EmoticonEmoticon