- સવારે નયણાકોઠે અઠવાડિયામાં એક વાર એક ચમચી અજમો મોઢામાં રાખી પાણી પી જવું ચાવવું નહીં. શરદી, ઉધરસ, શરીરનો દુખાવો, કમરનો દુખાવો, પેટનો દુખાવો, કબજિયાત અને ઘૂંટણના દુખાવાથી રાહત મળે છે.
- રાતના સૂતી વખતે બન્ને નાકના ફોયણામાં બબ્બે ટીપાં સરસવનું તેલ પાંચ દિવસ નાખવાથી ઊધરસ-શરદી અને શ્વાસની તકલીફ દૂર થાય છે. શરદીમાં નાક બંધ થવા પર પણ રાહત આપે છે.
- પચીસ-ત્રીસ લીમડાને ધોઇ વાટી લેવો અને એક કપ પાણી ભેળવવું. સ્વાદ માટે લીંબુ ભેળવી શકાય. સવારના નયણેકોઠે આ રસ પીવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં આવે છે.
- ધાણા અને મેથીનું અધિક સેવન હાઇબ્લડપ્રેશરના દરદીઓ માટે ફાયદાકારક છે. ધાણા અથવા મેથીને વાટી તેને પાણીમાં ભેળવી તેનો જ્યૂસ બનાવી રોજ એક કપ પીવાથી ફાયદો થાય છે.
- કાચા કાંદાનો રસ પગના ચીરા પર બાંધવાથી ફાયદો થાય છે.
- દેશી ઘી અને મીઠું ભેળવી ફાટેલી એડી પર લગાડવાથી રાહત થાય છે અને પગની ત્વચા કોમળ થાય છે.
- પરાઠાનો લોટ બાંધતી વખતે પાલકની પેસ્ટ ભેળવવી તેમજ સ્વાદાનુસાર મસાલો નાખી પરાઠા બનાવવાથી પરાઠા સ્વાદિષ્ટ થાય છે.
- પનીર પરાઠા બનાવવા પનીરને ખમણી તેમાં સ્વાદાનુસાર મસાલો કરી પરાઠા પર ભભરાવી ઉપર બીજો પરાઠો દાબી શેકીને ખાવાથી પરાઠા સ્વાદિષ્ટ થાય છે.
- છોલે સાથે ગરમ-ગરમ પૂરી ઉતારવાનો સમય ન હોય તો અગાઉથી મેંદાની પૂરી કાચી-પાકી તળીને થપી મારીને રાખી દેવી. જમતી વખતે પરાઠાની માફક બન્ને બાજુ તેલ કે ઘી ચોપડી પીરસવી.
- દાળ-શાકમાં લાલ મરચાની ભૂકીનો વઘાર ઉપરથી કરવાથી રંગ તથા સ્વાદ બંને સારા થાય છે.
- જીરા બટર બિસ્કિટને પાણીમાં પલાળી દહીંવડાની માફક ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે.
- મીનાક્ષી તિવારી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3duyari
ConversionConversion EmoticonEmoticon