અલૌકિક
જન્મ અલૌકિક, મરણ અલૌકિક
અલૌકિક આભને ધરતી અલૌકિક..
બીજ વાવો જમીનમાં અને
અસંખ્ય ફૂટે અંકુર અલૌકિક..
ધીમે ધીમે છોડ બનીને
વિશાળ બને છે વૃક્ષ અલૌકિક..
ફળફૂલ અને લાકડું આપે
વળી આપે શીતળ છાયા અલૌકિક..
અષાઢ મહિને વીજ ઝબૂકે
મયુર ટહુકે લાગે અલૌકિક..
નદી નાળા સરોવર વહે છે
આપે નિર્મળ જળ અલૌકિક..
શુધ્ધ હવા અને અમૂલ્ય પાણી
કુદરત તણી આ ભેટ અલૌકિક..
ભગુભાઈ ભીમડા
(હલદર-ભરૂચ)
આજા મોહન આજા રે
ઓ કાના રે ઓ કાના તેરી બાંસુરી નીંદ
ચુરાયે રે ।
નીંદ ચુરાકે કાના તુમ મુજે
અપના બના લો ।।
પ્રીત ન લગે કાહે કાના
પ્રીત કી દોરી હૈ જો તેરી।
આજા મોહન આજા રે
કાઈ ઈતની દેર લગાયે રે।।
છીપ ગયા કહા રે
કાના તુજે તેરી રાધા લુલાયે રે ।
યાદ સતાવે રે કાના
એક પલ ભી ચેન ન આયે રે ।।
મોહે પ્રીત લગા કે કાના
તુને બડા દુ:ખ દીયા રે।
અબ કાના હમે કાહે
તડપાયે કાહે તુ સુલાયે રે।।
ભક્ત તુમહારા કાના
તોહે પુકારે અબ તો આજા રે ।
દર્શન દીખા કે મોહન મોરી પ્યાસ
બુજા જા રે ।।
મીરા કો દિયા દર્શન
નરસૈયા કા કામ પાર લગા રે ।
તુ જો કહે તો બન જાઉં
રાધા તુજ મે મુજે સમાલે રે ।।
પ્રદીપ કે. મહેતા
(કાંદિવલી)
વાદળા
છાંયડા ઓઠી ને બેઠા છે સનમ,
ધાબડાં ઓઠીને બેઠા છે સનમ.
હાડ થીજવતી આ ઠંડીમાં જુઓ,
વાદળાં ઓઠીને બેઠા છે સનમ.
ભર વસંતે પાનખર લાગે મને,
પાંદડાં ઓઠીને બેઠા છે સનમ.
તાડ જેવા લાગતાં ઉંચા વૃક્ષો,
લાકડા ઓઠીને બેઠા છે સનમ.
દર્શિતા બાબુભાઈ શાહ 'સખી'
(અમદાવાદ)
અંતિમ સત્ય..
મૃત્યુ ટાણે છલકાઈ પડેલા દુ:ખી નેત્રો
જોઈ, દ્રશ્ય એ અંતિમ સત્ય તણાં
દુ:ખી જન દુ:ખી મનની વિરહયાત્રા
સ્મશાન યાત્રાના સાક્ષી બને ''સો''
પણ, પાછા સંસારે ફરતાં જ વાર..!
ગળા બૂડ તલ્લીનતા એ
એક જ પાછી યાદ
વિચારે કોણ આ બધુ જોઈને..!
અસ્તિત્વ મટયું જેમ કોઈનું પછી બધાનું
જગતે નથી સ્થાવર અમર કોઈ
સ્પૃદ્દા એ ખૂંપીને કરે વિચાર ક્ષણિક
મન ક્યાં માને એ અભાગ જીવને
સહુ થી મોટું સત્ય બને કડવું સત્ય
પણ.. અસત્યની મઝા
એ ટેવાયેલું જીવન
પામે કોણ અમરત્વ! પ્રભુ પણ નહીં..!
મુકેશ બી. મહેતા
(બામણીયા- સુરત)
શું કસૂર છે?
આપની આંખોમાં આજે જોયું નવું નૂર છે,
પાગલ થયો છું હું,
એમાં મારો શું કસૂર છે.
આપને જોયા પછી ચમનમાં
મહેંક આવી છે,
તેથી તો હર ફૂલ પર ભમરાઓ
ભરપૂર છે.
આપના કાજે હવે
ખોયાં હોશો હવાસ છે,
સૂકૂન નથી દિલમાં મારા,
હૈયું ચકનાચૂર છે.
તાજ તખ્તો બંધાવું હું, એવું
મારું ગજુ નથી,
તે છતાં પ્રણય કહાની આપણી મશહૂર છે.
છબી કોરાવી દિલમાં મારા
રોજ વંદુ આપને,
કોણ જાણે શા કાજે દિલ
તમારું મજબૂર છે.
યોગેશ આર. જોશી
(હાલોલ-પંચમહાલ)
દુઆ
અલક નજરથી જોઈ રહી છું તારા ચહેરાનું સ્મિત અને માસુમિયત,
અલૌકિક સંવેદના જગાવે છે મા, અને સંતાનનો આ દિવ્ય સંબંધ.
તારામાં છે અમારો અંશ, જે ચાલુ રાખશે અમારો વંશ,
ઈશ્વર પણ કરશે તારા નિર્મળ હૃદયમાં રહેવાનું પસંદ.
વાત્સલ્યનો હાથ ફરે છે જ્યારે તારા વાંકડિયા વાળમાં,
તારી કાલી-ઘેલી વાતો આવે છે ત્યારે મારા ધ્યાનમાં.
ફરકી રહે છે હાસ્ય ત્યારે મારા મ્લાન મુખ પર,
રહે છે ડર, ન લાગે નજર કોઈની મારા આ ક્ષણિક સુખ પર.
મોટો થઈને બનશે તું જ આ દુ:ખી માતાનો આધાર,
જીવનની સંધ્યાએ માંગીશ હું સિર્ફ ઈશ્વર, અને તારો સંગાથ.
આ સ્વાર્થી દુનિયા બિછાવશે તારા દરેક માર્ગ પર કંટક,
હરપળે નજર આવશે તને જીવનમાં અંધકાર, અને સંકટ.
કરજે સર્વ દુ:ખોનો સામનો હિમ્મતથી,
'મા'ની દુ:આ બચાવતી રહેશે હમેશા તને દુ:ખોથી.
એમ. આરસીવાલા 'ફિઝ્ઝા..'
(મુંબઈ)
સચ્ચાઈનો સથવારો
મંદ મંદ મુસ્કાન તારી
લાગે મને પ્યારી પ્યારી
આકર્ષક અદા તારી
લાગે મને ન્યારી ન્યારી
ખીલી ઉઠી છે જીવનબાગની કયારી
તું જ પર ગયો છું વારી
મીઠી મીઠી વાણી તારી
લાગે મને ખૂબ સારી
કાયા તારી કામણગારી
લાગે છે દિલ ગયો હું હારી
મારી નજરમાં
તું જ છે માત્ર એક સન્નારી
સત્ય કહું છું
તારા વિના જિંદગી છે મારી ખારી
સતીશ ભુરાની
બડભાગી
જોયાં હુશ્નનો નજારો
લાગ્યું એવુ જાણે વસંત મહેકી
ખુલ્યા લોચન ને થયો ઉજાસ
લાગ્યું એવું જાણે વીજળી ઝબકી
ઝાટક્યા એના ભીના ગેસ્ટૂ
લાગ્યું એવુ ઝરમર જાણે વર્ષા ટપકી
ખોલી લબો ને બોલ્યા
લાગ્યું એવુ જાણે કોયલ ટહુકી
પડી આ પરીની નજર જેના પર
લાગ્યું એવુ જાણે એની કિસ્મત ચમકી
મણીલાલ ડી. રૂઘાણી
(રાણાવાવ)
દિલના સંબંધો
''બસ નથી બદલાતા એ સંબંધો,
જે સાચા દિલથી બંધાય છે.
જીતીને ઝુકીએ,
અને હસીને હારીએ,
સંબંધોને સોનાના વરખથી નહી,
પણ હૈયાના હરખથી શણગારીએ,
કોઈ પ્રિયે નિભાવી જાય.
કોઈ સાથ નિભાવી જાય, તો
કોઈ સંગાથ નિભાવી જાય.
કરી દો જિંદગી કુરબાન તેના પર,
કહે છે 'ધરમ' જે દુ:ખમાં પણ,
તમારો સાથ નિભાવી જાય.''
ધરમ મગનલાલ પ્રજાપતિ
(મગુના-લાલજીનગર)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dI5XOa
ConversionConversion EmoticonEmoticon