અજય દેવગણે પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી


- કોમેડી ફિલ્મ માટે અભિનેતાએ સિદ્ધાર્થ રોય કપૂર સાથે હાથ મેળવ્યા

મુંબઇ : કોરોના મહામારીએ મનોરંજ ઇન્ડસ્ટ્રીને આર્થિક ખાડામાં ધકેલી દીધી છે. છતાં બોલીવૂડના માંધાતાઓ હિંમત હાર્યા નથી. તેઓ એક પછી એક પ્રોજેક્ટની ઘોષણા કરતા જ જાય છે. હાલમાં જ રણવીર સિંહે પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી હતી અન ેહવે અજય દેવગણે પણ પોતાના આગલા પ્રોજેક્ટનું એલાન કર્યું છે. 

અજય દેવગણે ફિલ્મ વિશે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મેં સિદ્ધાર્થ રોય કપૂર સાથે કોમેડી-ડ્રામા ગોબર માટે હાથ મેળવ્યા છે. ફિલ્મનું જિગ્દર્શન સબલ શેખાવત કરશે, આ ફિલ્મને ૨૦૨૧ના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે. 

અજયે વધુમાં કહ્યું હતું કે, ફિલ્મની વાર્તા બહુ મજેદાર અને મનોરંજક છે. મને પૂરો વિશ્વાસ છે કે ફિલ્મ દર્શકોને થિયેટરોમાં જોવા જવા માટે આ ફિલ્મ આકર્ષિત કરશે. તેમજ આ ફિલ્મ તેમનું મનોરંજન પણ કરશે. 

જોકે અજય પોતે આ ફિલ્મ સાથે જોડાવાનો છે કે નહીં તે વિશે સ્પષ્ટતા કરી નથી. આ ફિલ્મ ૯૦ના દાયકા પર આધારિત છે. એક વેટરનરી ડોકટર લાવારિસ જાનવરોને પ્રેમ કરતો હોય છે.તે આ જાનવરો માચે હોસ્પિટલ ખોલવા માંગે છે. પરંતુ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનનો ઓફિસર તેના કામમાં અવરોધ નાખે છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gj77lN
Previous
Next Post »