
નડિયાદ : ઠાસરા તાલુકાના હરિપુરા લાટ તાબે અજુપુરામાં આવેલ જમીન અંગે લેન્ડ ગે્રબિગ એકટ અન્વયે ફરિયાદ નોંધવામાં આવી છે. આ બનાવ અંગે ઠાસરા પોલીસે ત્રણ વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઠાસરા તાલુકાના હરિપુરા લાટ તાબે આવેલ અજુપુરા સર્વે નં-૧૫૧ પૈકી ખાતા નંબર-૯ વાળી જમીન કૈલાસબેન અંબાલાલ પટેલના નામે હોવાનુ પેઢીનામામાં દર્શાવાયુ છે.વર્ષ ૨૦૦૩ માં કૈલાસબેનના પતિ અંબાલાલનુ બિમારીના કારણે મૃત્યુ નિપજયુ હતુ.કૈલાસબેનની હરિપુરા લાટમાં આશરે સાડા એકાવન વિઘા જેટલી જમીન આવેલી હતી.પરિવારની સ્થિતી અને પતિની બિમારીના કારણે વર્ષ-૧૯૯૬ માં આશરે ૪૯ વિઘા જેટલી જમીન માવજીભાઇ પટેલને વેચાણ દસ્તાવેજ કરી આપી હતી. અને બાકીની અઢી વિઘા જેટલી જમીન કૈલાશબેનના નામે હતી. વર્ષ ૨૦૦૩ માં કૈલાશબેનના પતિનુ મૃત્યુ થતા કૈલાશબેન તેમના મોસાળ પીજ તા.વસો ખાતે રહેવા જતા રહ્યા હતા.આ બાદ વર્ષ-૨૦૧૪ માં કૈલાશબેનનો દિકરો હેમંત મોટો થતા હરીપુરા લાટની જમીન અંગે જણાવ્યુ હતુ.જેથી દિકરા હેમંતભાઇએ જમીનની વારસાઇ કરાવવા અંગે તજવીજ હાથ ધરી હતી.આ જમીન અંગે વખતોવખત પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા. વળી તેમની જમીનમાં રહેણાંક મકાન અને કોમર્સીયલ બાંધકામ થયુ હોવાનુ તપાસમાં બહાર આવ્યુ હતુ.તાજેતરમાં આવેલ લેન્ડ ગે્રબિંગ એકટ મૂજબ જિલ્લા કલેકટરને અરજી કરી હતી.જે અરજી માન્ય રાખી જિલ્લા કલેકટરે પોલીસ ફરિયાદ કરવા જણાવ્યુ હતુ.આ બનાવ અંગે કૈલાશબેન અંબાલાલ પટેલે ઠાસરા પોલીસ મથકે ભાઇલાલભાઇ માવજીભાઇ પટેલ,પ્રવિણભાઇ માવજીભાઇ પટેલ અને માવજીભાઇ ડાહ્યાભાઇ પટેલ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે ઠાસરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3s8GLoQ
ConversionConversion EmoticonEmoticon