રણદીપ હુડા : દરેક પ્રોજેક્ટ્સમાં કંઈક નવું કરવાની ઇચ્છા..


- કરમ કરો, ફલ કી ચિંતા મત કરો..

અભિનેતા રણદીપ હુડાને વૈવિધ્યસભર ભૂમિકા ભજવવામાં ગજબનો આનંદ મળે છે અને એવી ભૂમિકા તેને કોઈ પણ માધ્યમમાં મળે તો તે ઝડપી લે છે પછી ભલેને એ ભૂમિકા નેગેટિવ કે એન્ટી-હીરોની કેમ ન હોય. તેણે ડાર્ક એક્શન ફિલ્મ, સ્લાઈસ-ઓફ-લાઇફ પ્રોજેક્ટ અને રિયલ લાઇફ સ્ટોરી પરથી બનાવાયેલી વેબ-સીરિઝમાં કામ કર્યું છે અને એ બધા પ્રોજેક્ટ્સ રિલિઝ માટે કતારબધ્ધ છે.

રણદીપ હુડા કહે છે, 'એક એક્ટર તરીકે હું 'ખેંચાઈ' ગયો છે, આ બધા આવી રહેલા પ્રોજેક્ટ્સ કરતાં કરતાં. તેણે એવું કબૂ કર્યું છે કે સ્ટાઇલિસ્ટ બનીને કામ કરવાને બદલે મને દરેક પ્રોજેકટ્સમાં વિશેષ કંઈક કરી શકું એવી મારી ઇચ્છા હોય છે.'

હું મારા આગામી બધા પ્રોજેક્ટ્સમાં કંઈક નવું અને નક્કર કરીને ઉઝરડાથી લોહીલુહાણ થવા તૈયાર છું. હું તો જ્ઞાાનતંતુનો બંડલ છું અને સતત કંઈક નવું નવું શોધતો રહું છું. કંઈક શોધવાની ઝંખના હજુ મારા દિલમાં ધબકે છે,' એમ રણદીપ હુડા કહે છે, જે અત્યારે લખનઉમાં બિઝી શુટિંગ શિડયૂલમાં વ્યસ્ત છે.

રણદીપ હુડાએ છ વર્ષ ઓસ્ટ્રેલિયામાં એક વિદ્યાર્થી તરીકે વિતાવ્યા છે એ દરમિયાન તેણે ટેક્સી પણ ચલાવી છે. મીરાં નાયરે તેને ૨૦૦૧માં એક મોટો બ્રેક આપ્યો અને તેમની 'મોન્સુન વેડિંગ' ફિલ્મમાં કામ આપ્યું. આ ઉપરાંત તેણે 'સાહબ બીબી ઔર ગેંગસ્ટર' (૨૦૦૧), 'હાઈવે' (૨૦૧૪), 'સરબજિત' અને 'સુલ્તાન' (૨૦૧૬)માં પણ કામ કર્યું છે. હજુ ગયા વર્ષે જ તેણે આંતરરાષ્ટ્રીય વેબ-સીરિઝમાં કામ કર્યું હતું જો કે એ વેબ-સીરિઝમાં તેની કેવી ભૂમિકા હતી, તે એને યાદ પણ નથી.

'દર વખતે હું એક નવી વ્યક્તિ હોઉં છું. એનું કારણ એ નથી કે મારી પાસે સારી ફિલ્મો છે કે હું સુદ્રઢ શરીર ધરાવું છું. એ નવી બાબત છે અને તે છે નવો પ્રોજેક્ટ અને તેમાં હું નવો નજરે પડીશ.' એમ તેણે જણાવ્યું હતું. સાથે ઉમેર્યું, 'આટલાં બધા વર્ષો વિતી ગયા હોવા છતાં ફિલ્મસર્જકો મને હજુય રસપ્રદ હોવાનું માને છે અને મારું નિરીક્ષણ કરે છે, એ ખરેખર મારા માટે સૌથી મોટી કોમ્પ્લિમેન્ટ છે.'

હા, એ પેનિક પણ અનુભવે છે. એ કહે છે, 'ઘણીવાર આપણે કંઈક નવું કરવા જઈએ છીએ ત્યારે એ ખરેખર મુશ્કેલ હોય છે. તમારે અરિસામાં તમારો ચહેરો નિહાળવો જોઈએ ઃ 'ઓકે બોસ, તમે સાચા છો. તમે અગાઉ આવું કરો છો.. આ જ તો છે અનુભવની ઉત્ક્રાંતિ,' એમ રણદીપ ઉમેરે છે.

હવે રણદીપ હુડા સલમાન ખાન સાથે 'રાધે ઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'માં નજરે પડશે. આ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ છે. એ વેબ-સીરિઝ આવશે. જેમાં તેની વૈવિધ્યસભર ભૂમિકા છે. 'એ બધુ જ સાવ ભિન્ન છે અને મારી સાવ ભિન્ન બાજુ જ ખુલ્લી કરે છે અને હું એક એક્ટર તરીકે  ખેંચાવા માગું છું, જે મને ગમે છે. 

હું માનું છું કે એક જણ તેની પ્રક્રિયા એન્જોય કરી શકે છે. કરમ કરો, ફલ કી ચિંતા મત કરો. પરિણામ તો અન્યના હાથમાં છે,' એમ કહી રણદીપ હુડા વાતનું સમાપન કરે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31EGJKN
Previous
Next Post »