તારાપુરના મોરજની સીમના ખેતરમાં ડાંગરની ગાંસડીઓમાં આગ ભભૂકી


આણંદ : આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના મોરજ ગામની સીમમાં આજે વહેલી પરોઢના સુમારે ખેતરમાં મુકેલ ડાંગરની ગાંસડીઓમાં આગ ફાટી નીકળતા ભારે અફડા-તફડી મચી હતી. આ અંગે આણંદ ફાયરબ્રિગેડને જાણ થતાં આણઁદ, ખંભાત તથા સોજિત્રાની ફાયરની ટીમો તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો સતત મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે વિકરાળ આગના કારણે પુળાની ગાંસડીઓ સહિતની મશીનરી આગમાં બળીને ખાખ થઈ જતા લાખ્ખો રૂપિયાનું નુકસાન થયું હતું.

તારાપુરના મોરજ ગામની સીમમાં બુધેજ ગામના ગણપતભાઈ ડાંગરના પૂળાની ગાંસડીઓનો વેપાર કરે છે. તેઓએ ખેતરમાં ખુલ્લી જગ્યામાં ડાંગરના પૂળાની ગાંસડીનો જથ્થો મુક્યો હતો. દરમ્યાન આજે વહેલી પરોઢના સુમારે ઝડપી પવન ફુંકાતા ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનમાં સ્પાર્ક થવાના કારણે વીજળીના તણખાં પૂળાની ગાંસડીઓમાં પડતા આગ ફાટી નીકળી હતી. થોડી જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ ઘટનાને પગલે ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

 પરંતુ તેજ પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપધારણ કરતા ખંભાત, આણંદ અને સોજિત્રાના ફાયરબ્રિગેડોને આ ઘટનાની જાણ કરતા ફાયર વિભાગની ટીમો તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લગભગ ત્રણ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે ભીષણ આગના કારણે ડાંગરના પૂળાની ગાંસડીઓ તેમજ અન્ય મશીનરી આગમાં બળીને ખાખ થઈ જતા લાખ્ખો રૂપિયાનું નુકસાન થયું હતું.

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના મોરજ ગામની સીમમાં આજે વહેલી પરોઢના સુમારે ખેતરમાં મુકેલ ડાંગરની ગાંસડીઓમાં આગ ફાટી નીકળતા ભારે અફડા-તફડી મચી હતી. આ અંગે આણંદ ફાયરબ્રિગેડને જાણ થતાં આણઁદ, ખંભાત તથા સોજિત્રાની ફાયરની ટીમો તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો સતત મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે વિકરાળ આગના કારણે પુળાની ગાંસડીઓ સહિતની મશીનરી આગમાં બળીને ખાખ થઈ જતા લાખ્ખો રૂપિયાનું નુકસાન થયું હતું.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wWFu87
Previous
Next Post »