ખેડા જિલ્લામાં બાબાસાહેબ આંબેડકરની 130 મી જન્મજયંતીની ઉજવણી કરાઈ


નડિયાદ : ખેડા જિલ્લામાં આજે વિવિધ તાલુકામથકોમાં બાબાસાહેબ આંબેડકરની ૧૩૦મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના આગેવાનો, સામાજિક કાર્યકરો ઉપરાંત શિક્ષકો વગેરેએ જુદાજુદા ઉપક્રમ યોજીને બાબાસાહેબને યાદ કર્યા હતા.

ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં આવેલી ભારતરત્ન બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને આજે હારમાળા પહેરાવી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખેડા સાંસદ, નડિયાદ નગરપાલિકા પ્રમુખ તેમ જ અન્ય આગેવાનોએ ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબના પ્રદાનને યાદ કર્યું હતું. ઠાસરા નગરપાલિકા વિસ્તારમાં પણ બાબાસાહેબની પ્રતિમાને હારમાળા પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઠાસરા પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ તેમ જ પૂર્વપ્રમુખ વગેરે આગેવાનો આ પ્રસંગે હાજર રહ્યા હતા. મહેમદાવાદ શહેરમાં આવેલી બાબાસાહેબની પ્રતિમા પર પણ સ્થાનિક આગેવાનો દ્વારા હારમાળા પહેરાવીને જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.મહેમદાવાદ બી.આર.સી. ભવન દ્વારા આજના દિવસે ઓનલાઈન સેમિનારના માધ્યમે  બાબાસાહેબના પ્રદાનનું મહિમાગાન કરવામાં આવ્યું હતું. તાલુકાના ૧૦૦થી વધુ શિક્ષકો આ સેમિનારમાં જોડાયા હતા, જેમાં બાબાસાહેબના જીવન અને શિક્ષણદર્શન પર ચર્ચા કરવામાં આવી હતી. એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી આમ અનેક વિષયના જ્ઞાાતા ડૉ.બાબા સાહેબ દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ગણાય છે. આવા ડૉ.બાબા સાહેબ આંબેડકરજીના જીવન અને શિક્ષણ દર્શન વિશે સહુ માહિતગાર બને તે હેતુથી આ ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tlHOTU
Previous
Next Post »