400 વર્ષથી વરસાદ વિનાનું રણ : એટાકામા


ચી લીમાં એન્ડીસ પર્વત નજીક આવેલું નાનકડું રણ એટાકામા વિશ્વનો સૌથી સૂકો પ્રદેશ છે. જેમાં ૪૦૦ વર્ષથી વરસાદ જ નથી થયો. આ રણપ્રદેશની ધરતી પણ અજાયબ છે. ખાડા ટેકરાવાળી લાલ ધરતી. જાણે મંગળ ઉપર આવ્યા હોય તેવું લાગે. મંગળની ધરતીનું દ્રશ્ય લેવું હોય તો ઘણી ફિલ્મોવાળા અહીં શુટિંગ કરવા આવે છે. મંગળ પર યાન મોકલતાં પહેલાં નાસા પણ અહીં ટેસ્ટ કરવા આવે છે. જાણીને નવાઈ લાગે પણ આવા સુકા અને વનસ્પતિ વિનાના પ્રચંડ તાપમાનવાળા વિસ્તારમાંય થોડા લોકો રહેતાં હતાં.

એટાકામાના રણમાં સોડિયમ નાઈટ્રેટ અને તાંબુ પુષ્કળ મળે. અહીં તેની ખાણો હતી. જોકે હવે ખાણો બંધ થઈ ગઈ છે અને ત્યાં રહેનારા લોકો પણ ચાલ્યા ગયા છે.

એટકામાના રણમાં છોડી દેવાયેલાં અનેક ભૂતિયા મકાનોના ખંડેર જોવા મળે છે. એટકામાના આકાશમાં કદી વાદળો હોતાં નથી એટલે ખગોળશાસ્ત્રીઓને આકાશદર્શન માટે અનુકુળ સ્થળ છે. 

યુરોપિયન ઓબ્ઝર્વેટરીએ અહીં ૬૬ રેડિયો ટેલિસ્કોપવાળું આલ્મા નામનું ટેલિસ્કોપ પણ બાંધ્યું છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ahemqN
Previous
Next Post »