સિરીયલ અને રિયાલિટી શોના નિર્માતાઓ મુંબઇની બહાર શૂટિંગ કરવા નીકળ્યા


- મહારાષ્ટ્રમાં કરફ્યુ હોવાથી હાલ શૂટિંગ પર રોક લગાવામાં આવી છે

મુંબઇ : મહારાષ્ટ્રમાં ૧૪ એપ્રિલથી રાતના આઠ વાગ્યાથી ૧લી મેના સવારના સાત વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે. પરિણામે ફિલ્મ, સિરીયલો અને રિયાલિટી શોના શૂટિંગ અટકી ગયા છે. તેથી નિર્માતાઓએ એક વચલો માર્ગ શોધી કાઢ્યો છે. 

ગુલ ખાન નિર્મિત ટીવી શો ઇમલીની ટીમ જલદી જ હૈદરાબાદ શૂટિંગ માટે રવાના થવાની છે. 

જ્યારે  ક્યો રિશ્તે મેં કટ્ટી બટ્ટી સિરીયલના એક કલાકારે જણાવ્યું હતુ ંકે, અમારી સિરિયલના નિર્માતાઓ મહારાષ્ટ્રની બહારનું સુરક્ષિત લોકેશન શોધી રહ્યા છે. જ્યાં ત્રણ-ચાર અઠવાડિયા સુધી શૂટિંગ કરવામાં આવશે. 

તેરી મેરી એક જિંદડીના નિર્માતા પંજાબ જવાની તૈયારી કરી રહ્યા છે. આ શોની વાર્તા પંજાબની આસપાસ ફરી રહી હોવાથી ટીમને સ્ટોરીમાં બહુ બદલાવ કરવો પડશે નહીં. જોકે એક કલાકારના અનુસાર મહારાષ્ટ્ની બહાર શૂટિંગ કરવાની ચર્ચા ચાલી રહી છે જોકે મને લોકેશન ફિટ થયાની જાણ નથી. 

લોકપ્રિય રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલનું શૂટિંગ પણ અન્ય ઠેકાણે ખસેડવામાં આવે તેવી શક્યતા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sq5uoS
Previous
Next Post »