સોના-ચાંદીમાં મંદીના આંચકા અલ્પજીવી નિવડતાં બજાર ફરી ઉછળી


- બુલીયન બિટ્સ :  દિનેશ પારેખ

- અમેરિકામાં છાશવારે અપાતા સ્ટીમ્યુલસના પગલે ફુગાવો વધવાની ભીતિ વચ્ચે વિશ્વ બજારમાં સોનામાં ફરી તેજી આવી 

વિશ્વબજારમાં છેલ્લા દસ દીવસથી સોનાના ભાવમાં સતત નરમાઈ રહેતા સોનું ૧૭૩૫ ડોલર પ્રતિ ઔંસથી ઘટીને સોમવારે ૧૬૮૦ ડોલર પ્રતિ ઔંસ ક્વોટ થતા બજારને લાગ્યું કે મંદીવાળાની પકડ સોનાના ભાવને હજુ નીચે ઉતારી શકે અને દસ દિવસમાં સોનાના ભાવમાં લગભગ ૫૫ ડોલરના ઘટાડાએ વેપારીઓ તથા રોકાણકારો સોનાની નવી ચાલ માટે વાટ જોવા મજબૂર કર્યા.

વિશ્વમાં નવેસરથી કોરોનાનો ત્રીજા તબક્કે શરૂ થતા બ્રાઝીલ તથા પેરૂ સમેત અનેક દેશોમાં કોરોનાના કેસો વધતા નવા લોકડાઉનના દિવસો નજરે પડવા લાગ્યા તથા રોકાણકારોને પોતાના રોકાણ માટે બ્રેક લગાડવી પડી.

ડોલરની મજબૂતાઈ, તેલના ભાવની વધઘટ તેલના ઉત્પાદનમાં ઘટાડો તથા સુએઝ કેનેલમાં અવરજવર એક કારગો શીપના અટવાણાથી વૈશ્વિક કારગોશીપની અવરજવર રૂંધાતા તેલના ભાવો ઉછળ્યા અને સોના પર વિપરીત અસર પાડીને મંદી તરફની દીશા તરફ ધકેલ્યું પરંતુ તેજીવાળાઓ તો સોનામાં તેજી મૂકતા હતા અને મંદીવાળાની રમત વધુ દિવસો નહીં ચાલે તેવી માન્યતા ધરાવતા તેઓ પોતાના સમયની વાટ જોઈ રહ્યા હતા. તેમાં અમેરિકાના જોબ ડાટા સારા આવતા તથા અર્થતંત્ર વેગવતું બન્યું તેવા સંકેતો મળતા તેજીવાળા મંદી ક્ષણીકની છે તેવું માનીને સોનાની લેવેચ ઓછી કરીને નવા ઘટનાની વાત જોવા લાગ્યા. આ સમયે અમેરિકાના પ્રમુખ જો બાઈડને ૧.૯ ટ્રીલીયન ડોલરને ઉપરતાં સવા બે  ટ્રીલીયન ડોલરનો સ્ટીમ્યુલસ પ્લાન લાવીને બજારમાં પુષ્કળ નાણા ઠાલવશે તેવા સંકેત મળવા લાગ્યા અને ફરી તેજીવાળા સક્રીય બન્યા અને માત્ર એક જ દીવસમાં ૫૦/૫૦ ડોલર પ્રતિ ઔંસના સોનાના ભાવને ઉંચકીને સૌને આંચકા આપ્યો.

સોનું શું કામ ન ઉંચકાય તેનો જવાબ નથી મળતો પણ ટ્રીલીયન ડોલરો બજારમાં ઠલવાતા કેવી પરિસ્થિતિ ઉભી થાય તે જોવું રહ્યું. એક ટ્રીલીયન ડોલરનો એટલે ૧૨ મીંડા લગાડવાના ઉપરાંત જો એક એક ડોલરનો ડગલો કરવામાં આવે તો એક ટ્રીલીયન ડોલર ૬૩૧૦૦ માઈલનો ઉંચો ઢગ ઉભો કરે.  આ ઉપરાંત જો એક ડોલરની નોટને બાજુબાજુમાં મુકીયે તો પુરી દુનિયાને ૨૩ વાર ઢાંકી શકે! અને જો તમો દર વર્ષે ૫૦૦૦ ડોલરની બચત કરો તો તમોને એક ટ્રીલીયન ડોલર બચાવવા ૨૦૦ લાખ વર્ષ લાગી શકે. આવા ગજબના આંક તમારી કલ્પનાની બહાર છે. પણ હકીકત એ છે કે તમને કોવિડ-૧૯ કટોકટીમાંથી આ નાણાકીય પ્રવાહનો નુસ્ખો સોનાના ભાવને ક્યાં સુધી ઉંચે લઈ જશે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે.

ઉપરાંત જો સમય અને નાણાને જોડીયે તો તમો ૧૦ લાખ ડોલર એક દીવસમાં, ખર્ચ કરો તો તમો યશુના (જીસસ)ના વર્ષના જન્મ દિવસથી પણ ગણાવી ન શકો અને તમો તમારા મગજથી કે કલ્પના ન કરી શકો અને નિષ્ણાતો ટ્રીલીયન્સ ડોલરનો વાતો કરીને પેન્ડામીકને નિયંત્રિત કરવા ફુગાવાને પુષ્કળ રીતે ગતિ આપો છો અને ફુગાવો ગંભીર રીતે વધે છે અને આ ફુગાવો સોનાના ભાવને કેટલો ઉછાળે છે અને ડોલરનું કેટલું અવમુલ્યાંકન થાય છે, તે વધતા ફુગાવાના આંકને આંબી નથી શકતું પરિણામે લાંબા ગાળે તમારે સોનું તથા ચાંદી તો ખરીદવી જ પડશે અને તમારી મિલકતને સલામત રાખી શકશો. અહીં બ્રાયન જણાવે છે કે 'સોનાના ખેલાડીઓ ખૂબ જ ઘેલા છે પણ ચાંદીના ખેલાડીઓ તો ગાંડપણની હદ જ ઓળંગે છે.' એટલે કે અને સોનામાં ઘેલછાભરો ઉછાળ અને ચાંદીમાં ગાંડપણ રીતે વધારો નોંધાશે.

સોનાના ભાવો ડોલરની નરમાઈએ વધ્યા અને આવતા ૪ માસમાં ડોલરની નરમાઈ સોનાને દીશા આપશે તેવો સંકેત આપે છે. દરેક દેશોમાં સૌ કોઈ પોતાની મિલકત બચાવવા થોડુક સોનું ખરીદીને ફુગાવા સામે હેજીંગ કરીને સલામતી મેળવે છે. સોનું એ સલામતીનું પ્રતિક બન્યું હોવાથી લોકો સોનાની ખરીદી કરે છે. ચીન, ભારત, યુરોપીય સેન્ટ્રલ બેન્કો વિગેરે સાથે સાથે ટર્કી, ઈન્ડોનેશીયા, યુએઈ, તથા સાઉદી અરેબીયા પણ સોનાની પુષ્કળ ખરીદી કરે છે અને સોનાની માંગ રહેતા સોનું ઉંચકાશે તે હકીકત છે પણ ક્યારે અને કેટલું ઉછળશે તે કહેવું મુશ્કેલ છે. એકંદરે સોનું ૨૦૨૧માં ૨૨૦૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી તોડશે અને ફેડના યથાવત રહેતા વ્યાજના દર તેને ટેકો આપશે.

વિશ્વબજારમાં ચાંદી બજારમાં નરમાઈએ વર્ચસ્વ દાખવી ચાંદીને નીચામાં ૨૩૬૦ સેન્ટના તળીયાના ભાવો દાખવીને ફંડો, સંસ્થાઓ તથા રોકાણકારોને ચાંદી ખરીદવા લલચાવ્યા છે. નિષ્ણાતો અને એનાલીસ્ટો જણાવે છે કે આ ભાવે ચાંદી ખરીદીને લાંબા ગાળા માટે રાખવા જેવી છે.

ન્યૂયોર્કના કોમેક્સ બજારમાં  મોરગનના અને કોમેક્સના વોલ્ટમાં ચાંદી  છે. ચાંદીના ભાવની વધઘટ, તેની ડીલીવરી, તેની કેરી ફોરવર્ડની પોઝીશન વિગેરે મોરગન દ્વારા આડકતરી રીતે નિયંત્રણ થાય છે. નિષ્ણાતો જણાવે છે કે આજના તબક્કે તમો ચાંદી ખરીદીને મોરગનના ચાંદીના ઈ-પેપર રાખશો તો હાજર ચાંદીની ડીલીવરી સમયે તમારે અમુક સંજોગોમાં ચાંદીની હાજર ડીલીવરી માટે મોરગનની નીતિ અનુસાર લે-વેચ કરવી પડે અથવા કેરી ફોરવર્ડ કરવી પડે અને હાજર ચાંદી ખરીદી હોય તો તે ચાંદી ડીલીવરીમાં  ઢીલ થાય, ચાંદીનું ટુંકા ગાળા તથા લાંબા ગાળાનું લેણ- વેચાણની પોઝીશન એટલી મોટી છે કે વોલ્ટમાં પડેલી હાજર ચાંદી એ પોઝીશનને સુલટાવી નથી અને જેપી મોરગનની નિપૂણતા આ ચાંદી બાબતમાં ખૂબ જ કુશળ ભરી રીતે અમલ કરાવીને ભાવની વધઘટ જો લાભ ઉઠાવાય છે. આ તો ન્યૂયોર્કના કોમેક્સની વાતો છે શું થાય, કેમ થાય છે કોણ કરે છે. વધઘટ કરાય છે તે જોવાનું કામ કોમેક્સ એક્સચેન્જનું છે પણ નીચા ભાવે ચાંદી ખરીદીને બેજ દીવસમાં ચાંદીના ભાવમાં ૫૫થી ૬૦ સેન્ટના ઉછાળાએ ચાંદીને ફરી તેજીની દીશા પકડાવી છે અને માંગ ચાંદીને ઉછાળીને ફરી ૨૮૦૦/૩૦૦૦ સેન્ટ પ્રતિ ઔંસના ભાવની દીશા પકડે તો નવાઈ નહીં.

આ કોવિડ-૧૯ના પેન્ડામીકને કારણે ચાંદીના ઉત્પાદન પર વિપરીત અસર પડશે. ઉત્પાદન ઘટશે, માંગ વધશે તેની સીધી અસર ચાંદીના ભાવોને ઉંચકવા મદદરૂપ બનશે.

એકંદરે ચાંદી નીચેમાં ૨૪૦૦ અને ઉંચામાં ૨૮૦૦ સેન્ટ પ્રતિ ઔંસના ભાવ વચ્ચે અથડાય તો નવાઈ નહીં.

સ્થાનિક સોનાના ભાવો વૈશ્વિક નરમાઈને કારણે નરમ હતા. ઉપરાંત કોવિડ-૧૯ પેન્ડામીકનો નવો ફેઈઝ શરૂ થતા મહારાષ્ટ્રમાં તો સ્થિતિ નાજુક બની છે. સૌનાની ઘરાકી ઠંડી, લોકોમાં ગભરાટ, નાણાની લેવડ-દેવડમાં ઘટાડો તથા સોનાના ઘટતા ભાવે રોકાણકારો બજારથી દૂર થવા લાગ્યા. સોનાના વાયદાના ભાવો ઘટીને રૂ.૪૩૮૯૦ થયા અને હાજર સોનું રૂ.૪૫૮૯૦ પ્રતિ દસ ગ્રામનો ભાવ ક્વોટ કરવા લાગેલું પરંતુ લોકો નીચા ભાવે ખરીદી નહોતા કરતા છતાં જેવા વૈશ્વિક ભાવો ઉંચા અને મજબૂત આવ્યા અને ફરી વેપારી વર્ગ સક્રિય બન્યું અને સોનાનો ભાવ રૂ.૪૬૩૦૦ પ્રતિ દસ ગ્રામ તથા વાયદાનો ભાવ રૂ.૪૫૧૦૦ પ્રતિ દસ ગ્રામ બોલાવા લાગ્યા અને વેપારીઓને તથા ગુરુવારે ઘરાકીની અવરજવર શરૂ થઈ.

શોરૂમમાં હોળાષ્ટક બાદ ઘરાકી નીકળી. આયાત આ વર્ષે વધશે તેવી ધારણા મૂકાય છે. પણ હાજર સોનું તથા વાયદાના ભાવ વચ્ચેનેો ગાળો રૂ.૧૪૦૦થી ૧૫૦૦ પ્રતિ દસ ગ્રામ યથાવત છે. લાંબા ગાળે સોનું ઉછળશે પણ થોડી પીડા આપીને દુખ દઈને ભાવો ઉંચકાશે.

સ્થાનિક ચાંદીના ભાવોમાં રૂ.૪૦૦૦ પ્રતિ કિલોનો ઘટાડો છેલ્લા ૧૪ દિવસમાં જોવા મળ્યો છે. હાજર ચાંદીની માંગ દરેક ભાવે રહે છે. ઉપરાંત ચાંદીમાં પણ સોનાના જેમ પ્રીમીયમમાં બોલાય છે અને વાયદા તથા હાજર ચાંદીના ભાવ વચ્ચેનો ગાળો રૂ.૨૦૦૦ પ્રતિ કિલો ક્વોટ થાય છે. ઉંચા ભાવે લીધેલી ચાંદી વેપારીઓ છોડી નથી શકતા અને નવી ચાંદી દરેક ભાવે ખરીદીને  એવરેજ  કરે છે. મંગળવારે ચાંદીનો વાયદો રૂ.૬૨૩૦૦ પ્રતિ કિલો બોલાતો હતો અને હાજર ચાંદી રૂ.૬૪૮૦૦ પ્રતિ કિલો ગુરુવારે વાયદો રૂ.૬૪૦૦૦ અને હાજર રૂ.૬૬૦૦૦ પ્રતિ કિલો ક્વોટ થાય છે. ઔદ્યોગિક ચાંદીની માંગ આયાતકારો સંતોષે છે. શોરૂમમાં હોળાષ્ટક બાદ સાધારણ ઘરાકી નીકળી છે. રીફાઈનરીનું કામકાજ ૫૦ ટકા જેવું છે. એકંદરે ચાંદી રૂ.૭૦,૦૦૦ પ્રતિ કિલોનો ભાવ ૨૦૨૧ના વર્ષમાં ક્વોટ થશે તેવો અંદાજો મૂકાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dx2xgU
Previous
Next Post »