- 'હું મારી જાતને સ્પષ્ટપણે અભિનેત્રી નથી માનતી. મારે ટીવી, વેબ અથવા ફિલ્મોમાં કામ કરવાનું છે - આ પણ એક કારણ નથી. મને જે કંઈ પણ સૂટ થશે, તે હું કરીશ. હું મારી જાત પર કોઈ દબાણ લાવવા નથી માગતી
અભિનેત્રી ચાહત ખન્ના ૨૦૧૯માં 'પ્રસ્થાનમ્' ફિલ્મમાં નજરે પડી હતી અને એ પછી તે લાઇમ-લાઇટથી સાવ દૂર થઈ ગઈ છે. જો કે હવે એ ફરી પાછી આવવા તૈયાર છે અને વધુ એક્ટિંગ કરાર કરવા માગે છે. જો કે અહીં ચાહત ખન્ના એ વાતની સ્પષ્ટતા કરવા માગે છે કે લોકો તેના માટે એમ કહે છે કે મને કામની જરૂર નથી. ચાહત ખન્ના કહે છે, હું કંઈ રીતે સારા કામનું વિભાજન કરી તેને આગળ ધપાવું છું તેની ઘણાને જાણ જ નથી હોતી.
'હું પાછી ફરી રહી છું એવું હું સોશિયલ મીડિયા પર શેર કરવાનું વિચારતી હતી અને એક્ટિંગ માટે નજર દોડાવવા ઇચ્છતી હતી. જો કે લોકો એવું વિચારે છે કે મારી પાસે તો ઘણાં બધા નાણાં છે એ સુખી છે અને તેને નાણાંની કોઈ જરૂર નથી. અથવા તો એવું વિચારે છે કે હું મારા બાળકો સાથે વ્યસ્ત છું,' એમ ચાહતે જણાવ્યું હતું.
ચાહત કબૂલે છે કે તે અત્યાર સુધી તેના બાળકોમાં વ્યસ્ત હતી. તેમની કંપની માણી રહી હતી. મારા પ્રથમ બે અથવા ત્રણ વર્ષ ઘણાં નિર્ણાયક હતા. હું મારી બ્રાન્ડને મારો સમય આપવા માગતી હતી, પણ મને એ કામમાં ત્રણ વર્ષ થયા અને મારા બાળકો પણ શાળામાં જવા લાગ્યા. હવે મારી પાસે એક્ટિંગ માટેનો પ્રયાપ્ત સમય છે,' એમ તેણે ઉમેર્યું હતું. ૩૪ વર્ષની આ અભિનેત્રી એમ પણ કહે છે કે કોઈ પાસે જવું અને કામ માગવું એમાં કંઈ ખોટું નથી. 'લોકો માટે વિચારવાનો ઘણો સમય હોય છે. 'કામ નહીં કર રહે હૈ મતલબ કામ નહીં કરના હૈ.' તેમને એ કહેવું વધુ મહત્ત્વનું છે કે તમે કામ કરવા તૈયાર છો. જ્યારે તમે એમ કહો કે 'હું કામ નથી કરવાની, મારી પાસે સમય નથી.' તો પછી તમે એવું શા માટે નથી કહેતા કે 'મને કામ જોઈએ છે,' એમ ચાહતે ઉમેર્યું હતું. 'હું મારી જાતને સ્પષ્ટપણે અભિનેત્રી નથી માનતી. મારે ટીવી, વેબ અથવા ફિલ્મોમાં કામ કરવાનું છે - આ પણ એક કારણ નથી. મને જે કંઈ પણ સૂટ થશે, તે હું કરીશ. હું મારી જાત પર કોઈ દબાણ લાવવા નથી માગતી. હું તમામ પ્રકારના કામ કરવા ઇચ્છુક છે,' એમ કહી ચાહત ખન્નાએ વાતનું સમાપન કર્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uDxS8q
ConversionConversion EmoticonEmoticon