સમગ્ર જગતનું અર્થતંત્ર હાલ ચોક્કસ વિચારસરણીથી દૂર


- ગમે તે પગલા ભરો આર્થિક અસમાનતા તો દૂર થશે નહીં

- ધર્મને નામે વિશ્વમાં અનેક યુધ્ધો થયા છે  અને હજી પણ તેના છમકલા ચાલુ છે

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

જગત અત્યારે કોઈ શુધ્ધ વિચારસરણી પર ચાલતુ નથી. જગતમા સામ્યવાદ, મૂડીવાદ, સમાજવાદ, ગાંધીવાદ, અરાજકતાવાદ (એનકિંઝમ-) કોઈ તેમનાં સિધ્ધાંતો મુજબ ચાલતા નથી.વિચારસરણીઓમા ભેળસેળ થઇ ગઇ છે. દા.ત. ચીન સામ્યવાદી દેશ ગણાય પરંતુ તેના અર્થકારણમા ખાનગી બહુરાષ્ટ્રીય કંપનીઓનો મોટો ફાળો છે. તેવુ જ સામ્યવાદી અર્થકારણમા છે. અમેરીકાનુ અર્થકારણ મુખ્યત્વે નીઓલીબરાલીઝમ પર ચાલે છે જે મુક્ત વિદેશી વ્યાપારની ભલામણ કરે છે પરંતુ અત્યારે અમેરીકા પ્રખર રાષ્ટ્રવાદમાં અને રીસીઝમમાં ફસાઈ ગયું છે તે પોતાના દેશની સરહદો બંધ કરવા માગે છે અને પોતાના દેશમાં ચીનની આયાતનો જેમ બને તેમ બહિષ્કાર કરવા માગે છે. ભારતમાંથી સમાજવાદી અર્થકારણ ઇ.સ. ૧૯૯૧ અને તે પછી સમાપ્ત થયુ તે પછી ભારત મીશ્રાઅર્થકરણના યુગમા પ્રવેશી ગયુ છે. જગતમા મૂડીવાદ કાઈ એક પ્રકારનો નથી. જગતમા અનેક પ્રકારના મૂડીવાદ ચાલી રહ્યા છે. આની ચર્ચા દુનિયાભરમાં 'વેરાઇટીઝ ઓફ કેપીટાલીઝમ'હેઠળ ચાલી રહી છે. યાદ રહે કે અત્યારે જગતમા ચીન તેની આઈડીઓલોજી હેઠળ ચાઈનીઝ વર્લ્ડ ઓર્ડર સ્થાપવા માંગે છે. હાલ તો અમેરીકન વર્લ્ડ ઓર્ડર વ્યવહારમા અહંકારી અને શાહીવાદી જણાય છે.

ધર્મ વિચારસરણી નથી ઃ વિચારસરણીઓનો કન્સેપ્ટ ઇ.સ. ૧૭૮૯મા થયેલા ફ્રેન્ચ રીવોલ્યુશન દરમિયાન ઊભર્યેા. દરેક વિચારસરણી અત્યારનુ જગત ખૂબ જ ખરાબ દશામા છે એમ માને છે. હિન્દુ ધર્મ એમ માને છે કે અત્યારે કળીયુગ ચાલે છે. પરંતુ વિચારસરણીઓ તે માટે આર્થિક રાજકીય સુધારા કરવા માગે છે. કર્ન્ઝવેટીવ (રૃઢિચુસ્ત) પક્ષો અત્યારની સ્થિતિ સુધારવા જૂની પરંપરાઓ અને જૂની સંસ્થાઓને તેમના શુધ્ધ સ્વરૃપમા પુર્નજીવિત કરવામા માને છે. હિન્દુઓ કહે છે કે ભારતમા રામરાજ્ય લાવો પરંતુ વિચારસરણીઓ સમાજને બદલવાનુ એન્જીન છે. તે પહેલા સમાજનુ મુખ્ય પરિબળ ધર્મ અને ધાર્મિક સંસ્થાઓ અને ધર્મગુરૃઓ હતા જેમણે સમાજને દાર્મિક પરંપરાઓમા જકડી રાખ્યો હતો. ધર્મને નામે અનેક યુધ્ધો થયા.હજી તેના છમકલા ચાલુ છે. વિચારસરણીનો કન્સેપ્ટ ધર્મ, ધાર્મિક સંસ્થાઓ અને ફ્યુડલ સમાજરચનાનો કચકચાવીને કઠોર વિરોધ કરે છે. ધર્મ સમાજને બદલવા માટે વ્યક્તિઓ તપ, સહિષ્ણુતા, પૂજા, પ્રાર્થના, ભજનો વગેરે ગુણો કે કુશળતા ઓ કેળવવી પડે. ધર્મ કહે છે કે સાચુ સુખ પામવા ધાર્મિક બનો કારણ કે સાંસારિક સુખો આભાસી છે. વિચારસરણી કહે છે કે સાંસારિક સુખો આભાસી નથી, નક્કર છે. તમારે સુખી થવા જાતને બદલવાની નથી. સામાજીક અને આર્થિક બેડીઓ તોડવાની છે. ધર્મના યુગ પહેલાનો યુગ જાદુટોણા ઝાડફંૂક અને વહેમ અંધ શ્રાધ્ધાનો હતો. 

ધર્મ તેને તોડયો તેથી તે વખતે ધર્મ પ્રોગ્રેસીવ હતો. હવે તે રીએકશનરી બની ગયો છે અને વિચારસરણીઓના યુગનો અંત આવતા જગતની વિચારસરણીઓમાં રીલીજીઅસ ફન્ડામેન્ટાલીઝમ ઘૂસી ગયો છે જે ભયાનક હિંસક છે અને સમાજને મધ્યયુગમા લઇ જવા માગે છે. ભારતના રાજકારણમાં હિન્દુત્વના પ્રવેશથી આપણે ચેતવાનુ છે.

આઈડેન્ટીટી પોલીટીકસ નકોનકો

હિન્દુ આઈડેન્ટીટી કે જ્ઞાાતિની આઈડેન્ટીટી કે પ્રદેશની આઈડેન્ટીટી પર ઊભી થયેલી આઈડીન્ટીટીનુ પોલીટીક્સ ડીવીઝીવ છે. તે સમાજમા ઝેર પ્રસરાવે છે. ભારતીય તરીકેની જ આઈડેન્ટીટી રાષ્ટ્ર માટે જરૃરી છે મૂડીવાદના આંત્યંતિક  સ્વરૃપો નાઝીવાદ, ફાસીવાદ અને સૌથી પહેલા શરૃ થયેલો કોલોનીઆઝીમ છે. નીઓલીબરાલીઝમ આર્થિક વૃદ્ધિદરને, કોમ્પીટીટીવ ઇકોનોમીને અને વ્યક્તિગત મૂડીવાદી સાહસિકને અર્થકારણના ગોલ્ડ સ્ટેન્ડડઝ ગણે છે. તે મુક્ત બજારને અર્થકારણનું સર્વસ્વ ગણે છે. હવે તે ઝાઝુ ચાલી શકે તેમ નથી. નવી ટેકનોલોજી તેમા અનેક ફેરફારો લાવશે. નીઓલીબરાલીઝમ જાહેર સાહસોને, અર્થકારણા સરકારની દખલગીરીનો કલ્યાણવાદી રાજ્ય (વેલફેર સ્ટેટ)ને ધીક્કારે છે. આર્થિક અસમાનતાને તે અર્થકારણનો પ્રશ્ન જ નથી ગણતું. તેને નેચરલ ગણે છે. આર્થિક અસમાનતા તો રહેવાની જ કારણ કે અમુક લોકો આળસુ કે મદબુધ્ધિના હોય છે. જગતમા લોકશાહી લંગડાઈ રહી છે. અમેરીકામા ટ્રમ્પની ઉદ્ધતાઈને કારણે તે લંગડાઈ તે આપણે જોયું. અત્યારે જગત પ્રાગ્મેટીક (વ્યવહારૃ) બન્યુ છે. કોઈ વિચારસરણી શુધ્ધ રૃપમા ચાલતી નથી. પ્રાગ્મેટીક એટલે વ્યવહારૃ પણ આ અભીગમમાં મૂલ્યોની નવગણના થાય છે. તેમા બધુ ચાલે હવે જગતને ૨૧મી સદીની રોબોટીક્સ અને જેનેટીક્સની ટેકનોલોજી હંકારશે પરંતુ ટેકનોલોજી ઇઝ બ્લાઇન્ડ. વળી હવે અમેરીકન વર્લ્ડ ઓર્ડરના વળતા પાણી છે. ૧૯૪૫મા બીજા વિશ્વયુધ્ધ બાદ બ્રીટીશવર્લ્ડ ઓર્ડર સમાપ્ત થયો હવે ૨૦-૨૫ વર્ષ પછી ૨૦૪૫મા અમેરીકન વર્લ્ડ ઓર્ડર ખતમ થશે તેમ લાગે છે. કારણ કે અમેરીકન વર્લ્ડ ઓર્ડરનો મોરલ બેઝ (જગતમા લોકશાહી ફેલાવાનો) હવે તૂટી ગયો છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mCcuOp
Previous
Next Post »