
વિશ્વમાં ફરી લોકડાઉનનો સમય શરૂ થતા ચાંદીની ખાણો આંશિક રીતે બંધ પડશે ઉપરાંત ઉત્પાદનમાં ઘટાડો થતા ચાંદીની અછત ઉભી થશે. માંગ વધતા અને ચાંદીનો પૂરવઠો ઘટતા ચાંદી ઉછળીને ફરી ૩૦૦૦ સેન્ટ પ્રતિ ઔંસના ભાવને વટાવશે તેવી શક્યતા ૨૦૨૧ના વર્ષમાં રહેવાની આશા છે.
સ્થાનિક બજારમાં એક અઠવાડીયા પહેલાથી જ લોકડાઉનની અફવાહે બજારને સ્થગિત કરેલું, સોનાનો વેપાર ઘટેલો ઉપરાંત જુના સોનાના દાગીનાની આવક ઘટવા લાગેલ અને માંગ ઘટતા વાયદા તથા હાજર સોના વચ્ચે જે છેલ્લા ૩૦ મહિનાથી રૂ.૧૫૦૦ પ્રતિ દસ ગ્રામનો ગાળો હતો. તે ઘટીને રૂ.૧૦૦૦/૧૧૦૦ થયો છે.
શોરૂમવાળાઓ માંડ માંડ ગયા વર્ષના બંધથી ઉગરીને નવા વેપાર ધંધાથી કળી વળે તેની અપેક્ષા રાખતા હતા તેમાં સરકારે ફરી લોકડાઉનની જાહેરાત કરતા બજાર બંધ થયું અને નવી નુકસાની ભોગવવાનો વારો આવ્યો તેવું માનવા લાગ્યા છે અને કોરોનાના બદલે સરકારને દોષિત માનીને ઈલેકટ્રીક બીલ તથા ભાડા ઓછા કરવાની માંગ કરે તો નવાઈ નહીં.
બજાર બંધ રહેતા જુના સોનાના દાગીના વેચતા ગરજાઉ બનતા વેપારીઓ પાછલે બારણેથી દાગીના ખરીદીને ઓછો ભાવ આપે છે અને ઘરાકીનો મજબૂરીનો લાભ લઈ રહ્યા છે. સોનાના દાગીના મોરગેજ મૂકવાના કામકાજમાં પણ ખૂબ જ ઘટાડો થયો છે.
શોરૂમ બંધ જેવા જ છે. નવા ઘરાક નથી આવતા તેથી આ કોરોનાનો ભય નુકસાની કરાવશે. એકંદરે ૨૦૨૦ની જેમ પેન્ડામીકમાં જેમ ભાવો ઉંચકાઈને રૂ.૫૪૦૦૦ પ્રતિ દસ ગ્રામ બોલાયેલ તેવી પરિસ્થિતિ ઉભી થતા આ વર્ષે પણ સોનું રૂ.૫૦,૦૦૦ પ્રતિ દસ ગ્રામની સપાટી તોડીને ક્યારે આગળ વધશે તેની આગાહી કરવી મુશ્કેલ છે પણ લાંબા ગાળે તેજી જ છે. સોનું પકડી રાખો નીચા ભાવે ખરીદશો તો જરૂરથી નફો બાંધી શકશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d8ZDQB
ConversionConversion EmoticonEmoticon