- ફિલ્મ રામ સેતુના 45 જુનિયર આર્ટિસ્ટ્સ પણ કોવિડ-19 પોઝિટિવ નોંધાયા
નવી દિલ્હી, તા. 5 એપ્રિલ, 2021, સોમવાર
અભિનેતા અક્ષય કુમારે રવિવારે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતે કોરોના પોઝિટિવ હોવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે પોતે હોમ ક્વોરેન્ટાઈન થયા હોવાની પણ માહિતી આપી હતી. ત્યારે હવે અભિનેતા અક્ષય કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અક્ષયે પોતે જ ટ્વીટ કરીને હોસ્પિટલમાં દાખલ હોવાની માહિતી આપી હતી.
અક્ષયે લખ્યું હતું કે, 'તમારી પ્રાર્થનાઓ માટે આભાર. લાગે છે એ કામ કરી રહી છે. હું સાજો છું પરંતુ સાવચેતીના પગલારૂપે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આશા રાખું છું કે, જલ્દી ઘરે આવીશ, તમારૂં ધ્યાન રાખજો.'
રામ સેતુના 45 જુનિયર આર્ટિસ્ટ્સ કોરોના પોઝિટિવ
અક્ષય કુમાર ઉપરાંત તેમની અપકમિંગ ફિલ્મ રામ સેતુના 45 જુનિયર આર્ટિસ્ટ્સ પણ કોવિડ-19 પોઝિટિવ નોંધાયા છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)ના જનરલ સેક્રેટરી અશોક દુબેએ જણાવ્યું કે, 'રામ સેતુની સંપૂર્ણ ટીમ પૂરતી સાવધાની રાખી રહી છે. આ બદનસીબ છે કે, જુનિયર આર્ટિસ્ટ્સ અસોશિએશનના 45 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને તમામ ક્વોરેન્ટાઈનમાં છે.'
જાણવા મળ્યા મુજબ ફિલ્મ રામ સેતુનું શૂટિંગ હવે 13-14 દિવસ બાદ જ શરૂ કરવામાં આવશે. અક્ષય કુમાર કોરોના પોઝિટિવ આવ્યા તેના પહેલા મડ આઈલેન્ડ ખાતે રામ સેતુનું શૂટિંગ કરી રહ્યા હતા. ટેસ્ટ પહેલા તેમનામાં કોઈ લક્ષણો નહોતા નોંધાયા અને તેઓ બિલકુલ ફીટ હતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dwE4IF
ConversionConversion EmoticonEmoticon