ભાગવતની જેમ રામાયણની પણ સમાધિ ભાષા છે...


ચિ ત્તએ ચિત્રકૂટ છે. અંતઃકરણ જ્યારે પરમાત્માનું સતત ચિંતન-મનન કરે ત્યારે તેણે ચિત્ત કહે છે. ચિંતન કરવું એ ચિત્તનો ધર્મ છે. ચિત્તમાં જો પરમાત્મા આવે તો, ચિત્ત ચિત્રકૂટ બની જાય. જીવ કૃત-કૃત્ય બની જાય. ચિત્રકૂટએ મહાપવિત્ર સ્થળ છે. આ ચિત્રકૂટના ઘાટ પર તુલસીદાસજીને રામજીનાં દર્શન થયા હતા.

ચિત્રકૂટના ઘાટ પર તુલસીદાસજી ચંદન ઘસતા હતા અને રામજી આવી તિલક કરાવી ગયા, પણ તુલસીદાસે રામજીને ઓળખ્યા નહિ. ત્યારે હનુમાનજીથી રહેવાયું નહિ. રામજી ફરી તિલક કરાવવા આવ્યા, ત્યારે હનુમાનજીએ તુલસીદાસને ચેતવી દીધા. ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતનકી ભીર, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. હનુમાનજી પોપટ બનીને આ દુહો ત્રણ વાર બોલ્યા હતા એમ કહેવાય છે.

આપણને તો નથી જીવતાં આવડતું કે નથી મરતાં આવડતું. શાસ્ત્રોમાં તો કેમ મરવું તે પણ બતાવ્યું છે. ભાગવતમાં વ્યાસજી એ મરવું એ પણ એક કળા છે એમ કહ્યું છે. ગીતાજીમાં કહ્યું છે કે - જે પુરુષ ઁ એવા એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરતો અને મારું (પ્રભુનું) સ્મરણ કરતો દેહ ત્યજીને મરણ પામે છે, તે પરમ ગતિને પામે છે. રામ એ ઁનું જ રૂપ છે. પણ અંતકાળે રામનું નામ જીભ પર આવે કેવી રીતે ?



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uOblGg
Previous
Next Post »