કાર્તિક આર્યનને દોસ્તાના ટુ ફિલ્મના 20 દિવસના શૂટિંગ પછી આઉટ કરવામાં આવ્યો


- એક ચર્ચા પ્રમાણે અભિનેતાને ધર્મા પ્રોડકશનમાંથી  કાયમ માટે હાંકી કાઢવામાં આવ્યો

મુંબઇ :બોલીવૂડના નવી પેઢીના સિતારાઓની યાદીમાં કાર્તિક આર્યને પોતાનું સ્થાન જમાવી દીધું છે. બેક ટુ બેક હિટ ફિલ્મો આપીને અભિનેતાએ એ ગ્રેડ સ્ટાર્સની યાદીમાં એન્ટ્રી પણ લીધી. તેમ છતાં તેનેકરણ જોહરની આગામી ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. 

કહેવાય છે કે, કાર્તિકને ધર્મા પ્રોડકશનને પોતાની ફિલ્મ દોસ્તાના ટુમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે.  આશ્ચર્યજનક વાત તો એ છે કે, કાર્તિક આર્યને આ ફિલ્મનું ૨૦ દિવસનું શૂટિંગ પણ કરી લીધું હતું. 

સાથેસાથે એવી પણ ચર્ચા છે કે, કરણ જોહરના ધર્મા પ્રોડકશમાંથી કાર્તિક આર્યનને કાયમ માટે હાંકી કાઢવામાં આવ્યો છે. હવે પછી ભવિષ્યમાં કાર્તિક આર્યન ધર્મા પ્રોડકશનની કોઇ પણ ફિલ્મમાં કામ નહીં કરી શકે. 

ધર્મા પ્રોડકશન સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર, આવા પરિણામનો જવાબદાર કાર્તિક પોતે જ છે. દોસ્તાના ટુ ફિલ્મ સાથે જોડાયેલા લોકોના અનુસાર, કાર્તિકની વારંવાર કહેવા છતાં પણ તે દોસ્તાના ટુ માટે તારીખો આપતો નહોતો. ઉપરાંત  પોતાની બ્રાન્ડ વેલ્યુ વધારવા માટે તે મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવતો હતો. પરિણામે ધર્મા પ્રોડકશને પોતાની ઇચ્છા ન હોવા છતાં આ નિર્ણય લેવો પડયો. 

જોકે કાર્તિકના પ્રશંસકોએ સોશિયલ મીડિયા પર કરણ જોહરનો આગલો શિકાર ગણાવ્યો છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aknCdF
Previous
Next Post »