મુદ્રિકા મહિમા .


- મુદ્રિકાનું બીજું નામ મુદ્રા પણ છે. આપણા સામાજિક સંદર્ભોમાં જોઈએ તો કન્યા અને કુમારનાં વેવિશાળમાં વીંટી પહેરાવવાની પ્રથા છે

મા નવ જીવનમાં આધ્યાત્મિક, ધાર્મિક તથા સામાજિક સંદર્ભમાં મુદ્રિકાનું માહાત્મ્ય સવિશેષ છે. મુદ્રિકા એટલે વીંટી- સ્ત્રીઓના શારીરિક શ્રૂંગારમાં મુદ્રિકા મહત્વનું સ્થાન ધરાવે છે. આમ વીંટી અગત્યનું આભુષણ છે.

સંત તુલસીદાસ રચીત શ્રી રામચરિત માનસમાં મુદ્રિકા વિશે ઘણું લખાયું છે અને અનેક ચોપાઈઓમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. ખાસ કરીને સુંદરકાંડમાં વિવિધ ચોપાઈઓમાં મુદ્રિકા વિશે નીચે પ્રમાણે લખાયું છે.

કપિ કરી હૃદય વિચાર દિન્હી મુદ્રિકા ડારી તબ

જનુ અશોક અંગાર દીન્હ હરિષ ઉઠી બર ગહે ઉ ।।

તબ દેખી મુદ્રિકા મનોહર, રામનામ અંકિત અતિ સુંદર

ચકિત ચિતવ મુદરી પહિચાની, હરષ નિષાદ હૃદય અકુલાની ।।

યહ મુદ્રિકા માતુ મૈં આની હિન્દીં રામ તુમ કહં સહિદાની

ચલત મોહિ ચૂડામતી દિન્હી રઘુપતિ હૃદય લઈ સોઈ લીન્હી ।।

શ્રી હનુમાન ચાલીસામાં પણ ઉલ્લેખ છે ઃ

પ્રભુ મુદ્રિકા મેલી મુખ માંહી જલધિ લાંધી ગયે અચરજ નાહીં ।

પ્રભુ શ્રીરામે શ્રી હનુમાનજીને પોતાની મુદ્રિકા આપી હતી.

લંકામાં અશોક વાટિકામાં સીતાજી બેઠાં હતાં ત્યારે શ્રી હનુમાનજીએ પોતાની ઓળખાણ માટે સીતાજીને પ્રભુ શ્રીરામની મુદ્રિકા આપી હતી. આમ મુદ્રિકા સીતાજી અને શ્રી હનુમાનજી વચ્ચે અનુસંધાન બની હતી.

મુદ્રિકાનું બીજું નામ મુદ્રા પણ છે. આપણા સામાજિક સંદર્ભોમાં જોઈએ તો કન્યા અને કુમારનાં વેવિશાળમાં વીંટી પહેરાવવાની પ્રથા છે. જેને આજે 'રીંગ સેરીમની'ના નામથી ઓળખીએ છીએ. વીંટી સોનામાં, ત્રાંબામાં અને ચાંદીમાં બને છે. વીંટી યાત્રાધામોમાં જુદા જુદા રંગ, રૂપ આકારની મળતી હોય છે. આપણે ત્યાં ઘણા લોકો હાથમાં વીંટી પહેરે છે. તેમાં વિવિધ નંગ કે રત્નો જડાવે છે. જ્યોતિષ શાસ્ત્રવાળા મંગળ, ગુરૂ, બુધ કે શુક્રનાં નંગવાળી વ્યક્તિના ગ્રહ પ્રમાણે વીંટી પહેરવાનું કહે છે. અમુક રત્નો પહેરવાથી સગપણ-સગાઈ નોકરી અને આરોગ્યના પ્રશ્નો હલ થાય છે. રાહુ નડતો હોય તો રાહુની વીંટી પહેરતા હોય છે. આપણા જાણીતા કથાકાર માણભટ્ટ હાથમાં જુદા જુદા કરડાઓ (વીંટી) પહેરીને માટલું કે મટકું વગાડે છે. અમુક બહેનો પગની આંગળીઓમાં પણ કરડા પહેરે છે. 

કેટલાક શોખીન લોકો એક કરતાં વધુ આંગળીઓમાં વીંટી પહેરતા હોય છે. અગાઉ ફિલ્મોમાં દૃશ્યો બતાવાતાં હતાં કે હીરો-હીરોઇન આંગળીની વીંટીનો હીરો ચુસીને આપઘાત કરતા હોય છે.

સંસ્કૃત સાહિત્યમાં મુદ્રિક વિશેનો એક જાણીતો પ્રસંગ છે. 'શાકુંતલ'માં તેનું વર્ણન આવે છે. વિશ્વામિત્ર અને મેનકાની પુત્રી શકુંતલા હતી. કણ્વ ઋષિએ તેને ઉછેરી હતી. તે રાજા દુષ્યંત સાથે ગાંધર્વ વિવાહથી જોડાઈ હતી. પત્ની તરીકે તેણી જ્યારે હસ્તિનાપુર ગઈ ત્યારે રાની દુષ્યંતે તેનો અસ્વીકાર કર્યો હતો. દુર્વાસાના શ્રાપને કારણે દુષ્યંત શકુંતલાને ભુલી ગયા હતા. રાજાને શકુંતલાની મુદ્રિકા જોતાં જ સ્મૃતિઓ તાજી થઈ અને તે શકુંતલાની શોધખોળમાં લાગી ગયા. શકુંતલા મળતા જ બન્ને એક થયાં અને પાછળથી તેમને એક પુત્ર થયો. જેનું નામ ભરત રાખ્યું.

આપણા કાશ્મીરમાં રેશમી વસ્ત્રો કે સાડી વિશે કહેવાય છે. તે એટલાં બધાં મુલાયમ હોય છે કે તે એક વીંટીમાંથી પણ પસાર થઈ શકે છે. ઢાકાનાં મલમલ વિશે પણ આવી માન્યતા છે.

મુદ્રિકા શરીરનો, હાથનો શણગાર છે. મુદ્રિકાનું નંગ ખાસ કરીને ગુરૂનું આંગળીઓને સ્પર્શ થાય તે રીતે રાખવાનું કહેવામાં આવે છે. મુદ્રિકાનું સ્થાન માનવ જીવન માટે અગત્યનું છે. 

- ભરત અંજારિયા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3w9RmTQ
Previous
Next Post »