- ઊભી બજારે : દિલીપ શાહ
- કોલસાની ખાણોના ઓક્શનની પ્રક્રિયા સરકારે વેગીલી બનાવીઃ દેશમાં કોલસાની આયાતમાં પણ જોવા મળેલી પીછેહઠ
વિશ્વ બજારમાં ઉર્જા ક્ષેત્રના વિવિધ ઘટકોની બજારમાં તાજેતરમાં ભાવમાં ખાસ્સી ચડઉતર જોવા મળી છે. ઉર્જા ક્ષેત્રની બજારોમાં ચાવીરૂપ ભૂમિકા ક્રૂડતેલની રહેતી હોય છે તથા ક્રૂડતેલના ભાવની વધઘટ પાછળ કોલસા તથા ઉર્જાના અન્ય ઘટકોના ભાવમાં વધઘટ થતી જોવા મળે છે. ક્રૂડતેલના ભાવ વિશ્વ બજારમાં ૨૦૨૦માં જ્યારે કોરોનાનો ઉપદ્રવ વધી ગયો હતો અને સાર્વત્રિક લોકડાઉનની સ્થિતિ ઊભી થઈ હતી એ વખતે ગબડી નીચામાં એક તબક્કે માઈનસમાં જતા રહ્યા હતા પરંતુ ત્યાર પછી ૨૦૨૦ના ઉત્તરાર્ધમાં મંદી પચાવી બજાર ફરી બાઉન્સ બેક થઈ હતી તથા વર્તમાન નવા વર્ષમાં પણ વધઘટે ભાવ વૃદ્ધી ચાલુ રહ્યાના સમાચાર મળ્યા હતા. ક્રૂડતેલના ભાવની ચડઉતર પાછળ વિશ્વ બજારમાં કોલસાના ભાવમાં પણ આ દરમિયાનના ગાળામાં બેતરફી ખાસ્સી ચડઉતર જોવા મળી હતી. દરમિયાન, ભારતમાં કોલસાના ઉત્પાદનમાં મુખ્યત્વે સરકાર હસ્તકની કોલ ઈન્ડિયા વિશ્વની મોટામાં મોટી કોલસાની માઈનર્સ ગણાય છે. દરમિયાન, કોલસા બજારના જાણકારોના જણાવ્યા મુજબ દેશમાં કોલસાનું ઉત્પાદન ૨૦૨૦-૨૧ના વર્ષમાં આશરે ૫૦થી ૬૦ લાખ ટન જેટલું ઘટવાની શક્યતા છે. ૨૦૨૦-૨૧ના વર્ષમાં આશરે ૫૦થી ૬૦ લાખ ટન જેટલું ઘટવાની શક્યતા છે. ૨૦૨૦-૨૧માં ઘરઆંગણે કોલસાનું ઉત્પાદન ઘટી ૬૦ કરોડ ટનની સપાટીની અંદર ઉતરી જવાની ભીતિ જણાય છે. દેશમાં ૨૦૧૯-૨૦ના પાછલા વર્ષમાં કોલસાનું ઉત્પાદન ૬૦૨૦ લાખ ટન જેટલું થયું હતું જે એ પૂર્વેના ૨૦૧૮-૧૯ના વર્ષમાં ૬૦૬૯ લાખ ટન જેટલું નોંધાયું હતું. દેશમાં ૨૦૧૮-૧૯ના વર્ષમાં કોલસાનું ઉત્પાદન હાઈએસ્ટ સપાટીએ પહોંચ્યું હતું પરંતુ ત્યારબાદ ૨૦૧૯-૨૦ના વર્ષમાં ઉત્પાદનમાં પીછેહઠ જોવા મળી છે. તથા હવે ૨૦૨૦-૨૧ના વર્ષમાં પણ ઘરઆંગણે કોલસાનું ઉત્પાદન વધુ નીચું ઉતરશે એવા સંકેતો બતાવાતા થયા છે. કોલસા બજારના સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાનો ઉપદ્રવ તથા વેપાર ઉદ્યોગ ક્ષેત્રે ઘટેલી ચહલપહલ વચ્ચે કોલસાની માગમાં પીછેહઠ થતાં કોલસાના ઉત્પાદકો પાસે વગર વેંચાયેલો સિલ્લક સ્ટોક વધ્યો છે અને તેના પગલે ઉત્પાદનમાંપીછેહઠ કરાતી થઈ છે. જાન્યુઆરીમાં આવો માલ ભરાવો (સિલ્લક સ્ટોક) જે આશરે ૬૬૮ લાખ ટનનોં નોંધાયો હતો તે ફેબુ્રઆરીમાં વધુ વધી આશરે ૭૭૮લાખ ટનનો અંદાજાયો છે અને માર્ચમાં પણ આવી સ્થિતિ આગળ વધી છે. આ વર્ષે કોલસાની માગ આશરે ૫૭૭ લાખ ટન જેટલી રહેવાનો અંદાજ બતાવાયો છે.
કોલસાનો વપરાશ વિશેષ રૂપે પાવર પ્લાન્ટોમાં થતો હોય છે. આવા પાવર પ્લાન્ટો પાસે કોલસાનો સ્ટોક વધી તાજેતરમાં ૩૧૯થી ૩૨૦ લાખ ટન જેટલો બતાવાયો છે. આવી પરિસ્થિતિમાં પાવર પ્લાન્ટોની કોલસામાં નવી બાઈંગ ઘટી છે. આવા માહોલમાં દેશમાં કોલસાની દરિયાપારથી થતી આયાતમાં પણ પીછેહઠ જોવા મળી છે. એપ્રિલ ૨૦૨૦થી ફેબુ્રઆરી ૨૦૨૧ના ૧૧ મહિનાના ગાળામાં ઘરઆંગણે કોલસાની આયાતમાં આશરે ૧૪થી ૧૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આવી આયાત આ ગાળામાં ઘટી આશરે ૧૯૬૧થી ૧૯૬૨ લાખ ટન જેટલી થઈ હોવાનું કોલસા બજારના જાણકારોએ જણાવ્યું હતું. પાછલા વર્ષે આ ગાળામાં દેશમાં આવી આયાત આશરે ૨૨૭૨થી ૨૨૭૩ લાખ ટન જેટલી થઈ હતી. એપ્રિલ ૨૦૨૦થી ફેબુ્રઆરી ૨૦૨૧ના ગાળામાં દેશમાં નોન-કોકિંગ કોલસાની આયાત ૧૫૭૫થી ૧૫૭૬ લાખ ટન થઈ છે જ્યારે આ ગાળામાં કોકિંગ કોલસાની આયાત ૪૫૧થી ૪૫૨ લાખ ટનથી ઘટી ૪૩૯થી ૪૪૦ લાખ ટન જેટલી થઈ છે. દેશમાં ફેબુ્રઆરીમાં કોલસાની આયાતમાં થયેલા નોંધપાત્ર ઘટાડા માટે થર્મલ કોલસાની ઘટેલી આયાતને જવાબદાર બતાવાઈ રહી છે.
દરમિયાન ભારત સરકાર દ્વારા તાજેતરમાં કોલસાની ૬૭ માઈન્સનું ઓક્શન કરાયાના સમાચાર હતા. કોમર્શિયલ કોલ-માઈન્સનું આવું આ બીજું ઓક્શન થયું છે. આત્મનિર્ભર ભારતનો કેન્દ્રીય વિચાર આગળ વધારતા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી હોવાનું સરકારી સૂત્રો જણાવી રહ્યા હતા. હકીકતમાં આ પ્રક્રિયા ૨૦૧૪માં શરૂ કરવામાં આવી હતી અને આરંભમાં ગતી ધીમી રહ્યા પછી આ પ્રક્રિયાએ વેગપકડયો હોવાનું કોલસા બજારના જાણકારોએ જણાવ્યું હતું. તાજેતરમાં જે ૬૭ કોલ માઈન્સનું ઓક્શન કરવામાં આવ્યું છે ે પૈકી ૨૩ કોલ માઈન્સનું ઓક્શન કોલ માઈનસ (સ્પેશિયલ પ્રોવિઝન્સ) એક્ટ હેઠળ કરવામાં આવ્યું હતું જ્યારે બાકીની ૪૪ કોલ માઈન્સનું ઓકશન માઈન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ હેઠળ હાથ ધરવામાં આવ્યું હત. કોકિંગ તથા નોન-કોકિંગ કોલસાનો નાનો-મોટો જથ્થો ધરાવતી આ કોલ માન્સો છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, મધ્ય-પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર-પ્રદેશ વિ. રાજ્યોમાં આવેલી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. આ પ્રક્રિયાના પગલે મોટું નવું ઈન્વેસ્ટમેન્ટ આવશે તથા રોજગારીની વ્યાપક તકો પણ ઊભી થશે એવો દાવો સરકાર કરી રહી છે. આગળ ઉપર રોલીંગ ઓક્શન પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે એવો સંકેત દિલ્હીથી મળ્યો છે. આ ઉપરાંત આ પૂર્વેના ઈ-ઓકશનની ચાલતી આવતી પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવનાર છે. કોમર્શિયલ ઓક્શનની પ્રક્રિયાના પગલે કોલસાના માઈનિંગ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીનો પ્રવેશ થશે તથા કોસ્ટીંગ વિષયક હરિફાઈ પણ આ ક્ષેત્રે શરૂ થશે એવી ગણતરી બતાવાઈ રહી છે. જોકે પર્યાવરણને અસર થાય નહિં એ રીતે આ પ્રક્રિયા કરવા વિશે પણ લક્ષ અપાઈ રહ્યું છે. આ પૂર્વેના આવા ઓકશનમાં ૧૯ કોલ માઈન્સનું ઓક્શન કરવામાં આવ્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rO82Nl
ConversionConversion EmoticonEmoticon