અભિષેક બચ્ચને ફેન્સને કોરોના વાયરસથી બચાવ કરવાની સલાહ આપી


- જુનિયર બચ્ચને સોશિયલ મીડિયા પર પરિવાર ખાતિર પણ લાપરવાહી ન રાખવાનું કહ્યું

મુંબઇ : કોરોના વાયરસ ફરી પૂરા દેશમાં હાવી થઇ ગયો છે. સતત માઠા સમાચાર આવ્યા કરે છે. એવામાં લોકોની નાની અમથી લાપરવાહી જોખમદાયક છે. બોલીવૂડ તેમજ ટેલીવૂડના ઘણા સિતારાઓ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. તેથી અભિષેક બચ્ચને પોતાના ફેન્સને આ વાયરસથી બચવાની સલાહ આપી છે.

અભિષેકે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, તમારી થોડી અમથી લાપરવાહી તમને તમારા પરિવાર માટે ખતરનાક સાબિત થઇ શકે એમ છે. તેણે લખ્યું છે કે, માસ્કનો ઉપયોગ જરૂરી છે. પ્લીઝ પ્લીઝ, પ્લીઝ તમે લોકો માસ્ક પહેરી રાખશો. તમારા માટે નહીં તો તમારા પરિવારની ખાતિર, વડીલોની માટે, મિત્રો અને પ્રિયજનો વિશે વિચારશો. 

આ રીતે અભિનેતાએ પરિવાર માટે વિચારવાની સલાહ આપી છે. અભિષેક સોશિયલ મીડિયા પર સક્રિય છે. 

અભિષેકની હાલની રીલિઝ થયેલી ફિલ્મ બિગ બુલને ઝાઝો રિસપોન્સ મળ્યો નથી. આ ફિલ્મ વિશે મતમંતાતર થયા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sisXZ3
Previous
Next Post »