- જિંદગીભર લેખનને વરેલા એ કવિ-નાટકકારનું એક સ્વપ્ન હતું. 16મી સદીના મહાન પુસ્તક 'ધી બુક ઑફ હૉમિલિઝ'નું તે ભાષાંતર કરવા માગતો હતો
અક્ષર જિંદગી છે, અક્ષર મોત.
અક્ષર ઈનામ છે, અક્ષર ફાંસી.
થો ડાક અક્ષરો માનવીને ન્યાલ કરી
નાખે છે, થોડાક તેને પાયમાલ કરી નાખે છે.
માનવીની જિંદગીમાં અક્ષરોનું ઘણું
મહત્ત્વ છે. તેમાં ય એ માનવી જો કવિ, લેખક હોય તો..?
વાત એક ઈટાલિયન કવિની છે. નામ તેનું કાર્લો ગુઈડી.
કાર્લો ૧૬૫૦માં જન્મ્યો હતો, ૧૭૧૨માં અવસાન પામ્યો.
તેના અવસાનનું કારણ હતું એક અક્ષર, માત્ર એક અક્ષર.
જિંદગીભર લેખનને વરેલા એ કવિ-નાટકકારનું એક સ્વપ્ન હતું. ૧૬મી સદીના મહાન પુસ્તક 'ધી બુક ઑફ
હૉમિલિઝ'નું તે ભાષાંતર કરવા માગતો હતો.
એ પુસ્તક લૅટિન ભાષામાં રજૂ કરી ધર્મના વડા પોપને અર્પણ કરવાની તેની ઝંખના હતી.
વર્ષો સુધી દિવસ અને રાત જાગીને
કાર્લોએ એ મહાન કાર્ય પતાવ્યું. એ પુસ્તકનો અક્ષરેઅક્ષર તેણે ચકાસીને મૂક્યો હતો. ભૂલ ન થાય માટે પુસ્તકનાં પ્રૂફ પણ પોતે વાંચ્યાં હતાં.
પુસ્તક તૈયાર થતાં જ તે રાજી રાજી થઈ ગયો. તેની ધીરજ રહી નહિ. હાથમાં આવેલી પહેલી જ પ્રત તે પોપને ભેટ આપવા દોડયો.
રસ્તામાં તે પોતાની મહાન કૃતિનાં પાનાં ફેરવતો હતો. બધું જ બરાબર હતું. પોતાની જાતને ધન્યવાદ આપી શકે તેમ હતું.
પણ... આ શું? ચાલતો ચાલતો તે થોભી ગયો, અટકી ગયો. એક શબ્દ પર તેની આંખ અટકી ગઈ અને બસ તેના હૈયામાં હાહાકાર મચી ગયો.
એ પુસ્તકમાં ભૂલ રહી ગઈ હતી. માત્ર એક ભૂલ.
એક જગાએ SINE (વગર)ને બદલે SIN સીન (પાપ) છપાઈ ગયું હતું.
માત્ર 'ઇ' રહી ગયો હતો.
એક અક્ષર રહી જવાનો આઘાત તેને એટલો તો લાગ્યો કે તે પોપ પાસે ગયો નહિ. તેણે પ્રતિજ્ઞાા કરી હવે કદી પોપનું મોઢું નહિ જોવું અને કોઈને મોઢું નહિ બતાવું.
દોડતો જઈને તે સીધો ઘેર પહોંચ્યો. બારણાં બંધ કર્યાં. ''પાપ'' તેની પર જાણે કે આક્રમણ કરવા લાગ્યું. રહી ગયેલી કે થયેલી ભૂલને તે માફ કરવા તૈયાર નહતો. આવા પાપને માફ કરાય જ કેવી રીતે?
એક અક્ષરનો આઘાત તેને એટલો અસહ્ય થઈ પડયો કે સાચે જ તેનું હૃદય અટકી ગયું.
તે અવસાન પામ્યો.
અક્ષર, કાર્લોની જિંદગી હતી. અક્ષર, કાર્લોનું મોત બની રહ્યું.
પિછાની શકો છો અક્ષરનું સામર્થ્ય?
- હરીશ નાયક
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mrqCtP
ConversionConversion EmoticonEmoticon