- બોલીવૂડના જાણીતા ફિલ્મસર્જકે રાટિસ ખરીદી લીધા હોવાની ચર્ચા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ
બોલીવૂડમાં હાલ સુપરહિટ ફિલ્મોની રીમેકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હાલ આ ટ્રેન્ડમાં અનિલ કપુર અને માધુરી દીક્ષિતની સુપરહિટ ફિલ્મ તેજાબની રીમેકી ચર્ચા ચાલી રહી છે.
સૂત્રની વાત સાચી માનીએ તો, લાંબા સમયના પ્રયાસ પછી ફિલ્મ તેજાબના રાઇટ્સ વેંચાઇ ગયા છે અને જલદી જ આ ફિલ્મના રીમેકની ઘોષણાની શક્યતા છે. રિપોર્ટમાં એમ પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ ફિલ્મના રાઇટસ નિર્માતા મુરાદ ખેતાનીએ ખરીદી લીધા છે. મુરાદ ખેતાનીએ સાઉથની સુપરહિટ ફિલમ અર્જુ ન રેડ્ડીના રાટિસ ખરીદ્યા હતા, અને બોલીવૂડમાં તેમણે કબીર સિંહ ફિલમ બનાવી હતી.
જોકે આ વિશે હજી સત્તાવાર રીતે જણાવામાં આવ્યું નથી.તેમજ ફિલ્મની સ્ક્રિપ્ટ, કાસ્ટ વિશે પણ કોઇ જાણકારી મળી નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QX4ECZ
ConversionConversion EmoticonEmoticon