રામકથા .


રામકથા એ કોઈ ભૂતકાળની કથા જ છે એવું નથી. રામાયણમાં વ્યક્ત થતી સમસ્યાઓ આજે પણ આપણા જીવનમાં જોવા મળે છે. શ્રીરામ નિત્ય અને ચિરંતન છે. તુલસીદાસજીના શ્રીરામ એ કંઈ સામાન્ય મનુષ્ય નથી. કારણકે સામાન્ય મનુષ્ય તો કાળના પ્રવાહમાં પુરાણો બની જાય છે, ને આજના પ્રશ્નોનું સમાધાન આપી શક્તો નથી. એટલે શ્રીરામ શાશ્વત છે, અને એમને આપેલાં સમસ્યાઓના સમાધાન પણ શાશ્વત છે. માટે રામાયણ એ આચરણનો ગ્રંથ છે.

રાવણ વધ પછી શ્રીશંકર, રામજીને મળવા આવે છે, ત્યારે કહે છે કે - મામ અભિરક્ષય' (મારું રક્ષણ કરો). આ નવાઈની વાત છે, શ્રી શંકર વળી શી બાબતે રક્ષા માગે છે ? તો કહે છે કે - 'પ્રભુ તમે રાવણને માર્યો, પણ કામ ક્રોધ લોભ મોહ આ બધા હૃદયમાં વસેલા રાવણો મર્યા નથી ત્યાં સુધી સંસારમાં શાંતિ નથી.

રામની લીલા પતી ગઈ નથી. હજુ ચાલુ જ છે... એ રામાયણનું રહસ્ય છે. સુખ અને દુઃખ નિત્ય ટકતું નથી, બંને અનિત્ય અને ક્ષણભંગુર છે. નિત્યએ માત્ર પરમાત્માનો સહજ-સ્વાભાવિક આનંદ છે. માટે સુખ-દુઃખની આળપંપાળ કરવી જોઈએ નહિ. જીવ પોતે પણ આનંદ સ્વરૂપ હોવા છતાં પોતાની અંદર આનંદ શોધવાને બદલે બહાર આનંદ ખોળે છે. એ માર ખાય છે, અને આનંદ પામી શક્તો નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t4yyU8
Previous
Next Post »