આણંદ : પેટલાદ તાલુકાના વિરોલ ગામે પત્ની તેમજ સાસુ-સસરાં અને પત્નીના પ્રેમીના ત્રાસથી કંટાળી જઈ પતિએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે ઉક્ત ચારેય શખ્શો વિરૂધ્ધ આપઘાત કરવા દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વિરોલ ગામે દહેવાણવાળા ફળીયામાં રહેતા અલ્પેશભાઈ સોલંકીના ભાઈ નિલેશભાઈના લગ્ન હેતલબેન સાથે જ્ઞાાતિના રીત-રિવાજ મુજબ થયા હતા. દરમ્યાન હેતલબેનને છેલ્લા કેટલાક સમયથી ગામમાં જ રહેતા બ્રિજેશભાઈ સાથે આડો સંબંધ બંધાયો હતો. જેથી હેતલબેન અવાર-નવાર પતિને જણાવ્યા સિવાય બ્રિજેશભાઈને મળવા જતા હતા. આ અંગે સમાજમાં બદનામી થતી હોઈ પતિ નિલેશભાઈ દ્વારા અવાર-નવાર આ સંબંધોનો અંત આણવા માટે પત્ની હેતલબેનને સમજાવી હતી. પરંતુ હેતલબેને આડા સંબંધો ચાલુ જ રાખ્યા હતા.
દરમ્યાન પત્નિ હેતલબેને સોજિત્રા ખાતેથી પોતાના પિતા પુનમભાઈ તેમજ માતા ચંપાબેનને બોલાવતા તેઓએ નિલેશભાઈ સહિતના પરિવારજનોને હેતલને જે ફાવે તેવું જ કરશે અને જો તમે કોઈ રોકટોક કરશો તો પોલીસ કેસ કરી ફસાવી દેવાની ધમકી આપી હતી.
જેથી કંટાળી ગયેલ નિલેશભાઈએ આખરે સુસાઈડ નોટ લખી ગત તા.૨૧મી ડિસેમ્બરના રોજ રાત્રિના સુમારે પોતાના ખેતરમાં આવેલ વૃક્ષ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે અલ્પેશભાઈ સોલંકીની ફરિયાદના આધારે પેટલાદ ગ્રામ્ય પોલીસે ઉક્ત ચારેય શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી ચારેયને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39BvZRV
ConversionConversion EmoticonEmoticon