68 વર્ષીય કિરણ ખેર બ્લડકેન્સર સામે ઝઝૂમી રહ્યા છે


- હાલ તેઓ મુંબઇની હોસ્પિટલમાં સારવાર લે છે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.૧

બોલીવૂડની પીઢ અભિનેત્રી અને ચંદીગઢની ભાજપની સાંસદ કિરણ ખેર મલ્ટીપલ માયલોમા નામની બીમારીના સપાટામાં આવી છે. જે એક પ્રકારનું બ્લડ કેન્સર છે. ૬૮ વર્ષીય અભિનેત્રીનો હાલ મુંબઇમાં ઇલાજ ચાલી રહ્યો છે. આ વાતની જાણકારી ચંદીગઢના ભાજપના અધ્યક્ષ અરુણ સૂદે મીડિયાને આપી હતી. તેમના અનુસાર, અભિનેત્રીને આ બીમારીનું નિદાન ગયા વરસે નવેમ્બરમાં થયું હતું. 

અરુણ સૂદે જણાવ્યું હતુ ંકે, ગયા વરસની ૧૧ નવેમ્બરના ચંદીગઢ સ્થિત ઘરમાં કિરણના ડાબા હાથે ફ્રેકચર થયું હતું. આ પછી ચંદીગઢના પોસ્ટ ગેર્જુએટ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિરલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં તબીબી પરિક્ષણ કરતા જાણવા મળ્યું હતું કે, તેમને મલ્ટીપલ  માયલોમા છે. તેમની બીમારી ડાબા હાથથી લઇને જમણા ખભ્ભા સુધી ફેલાઇ ગઈ હતી. ચોથી ડિસેમ્બરે તેમને સારવાર માટે મુંબઇ લાવવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ ઇલાજ માટે અંધેરીમા ંઆવેલી કોકિલાબેન હોસ્પિટલમાં નિયમિત જાય છે. 

કિરણના પતિ અનુપમ ખેરે સોશિયલ મીડિયા  પર પુત્ર સિકંદર ખેર અને પોતાના નામ દ્વારા સત્તાવાર રીતે જણાવ્યું હતું કે, હાલ, તેની સારવાર ચાલી રહી છે. અમને પાકો વિશ્વાસ છે કે, તે પહેલા કરતા પણ વધુ સ્વસ્થ થઇને બહાર આવશે. અમારા સદભાગ્યે તે સારા ડોકટર્સોની હેઠળ સારવાર લઇ રહી છે. તે હંમેશાથી ફાઇટર છે. કિરણના પ્રશંસકોએ તેના માટે કરેલી પ્રાથનાઓ માટે આભાર માનતા એમ પણ લખ્યું છે કે તે, રિકવર થઇ રહી છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dkzhK4
Previous
Next Post »