- જોકે અભિષેક બચ્ચન હાલ શૂટિંગ માટે મુંબઇ બહાર હોવાથી તેણે રસી લેવાની બાકી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ
૭૮ વર્ષીય અમિતાભ બચ્ચને કોરોના વાયરસના વેક્સિનશનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. તેમણે ગુરુવારે રાતના સોશિયલ મીડિયા પર આની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતુ ંકે, આ થઇ ગયું છે.કોવિડ વેક્સીનેશન આજે બપોરે લઇ લીધું છે.
બિગ બીએ બ્લોગ પર એ વાતની પણ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, અભિષેક સિવાય પૂરા પરિવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. તેમણે લખ્યું છે કે, વેક્સીનેશન થઇ ગયું છે. બધુ બરાબર છે. ગુરુવારે તેમણે લખ્યું હતુ ંકે,ગઇ કાલે ફેમિલી મેમ્બર્સ અને સ્ટાફનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેનું આજે રિઝલ્ટ આવી ગયું છે અને બધું બરાબર છે.દરેકનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેથી વેક્સીનેશન કરાવી લીધું છે. અભિષેક શૂટિંગ માટે હાલ મુંબઇ બહાર હોવાથી તે ઘરે પાછ ોફરશે ત્યારે રસી મુકાવશે.
ઉલ્લેખનીય છે કે,ગયા વરસે બચ્ચન પરિવારમાં ફક્ત જયા બચ્ચન સિવાય તમામ વ્યક્તિ કોરોના પોઝિટિવ થયા હતા. અમિતાભ અને અભિષેક ૧૧ જુલાઇ ૨૦૨૦ના રોજ એક સાથે મુંબઇની હોસ્પિટલમાં દાખલ થયા હતા. અભિષેક તો ૨૮ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wmYEDM
ConversionConversion EmoticonEmoticon