આલિયા ભટ્ટ કોરોના વાયરસના સપાટામાં


- અભિનેત્રીએ આપી સોશિયલ મીડિયા પર જાણકારી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. ૨

દેશભરમાં કોરોના વાયરસનો પ્રકોપ ફરી ઝડપથી વધવા લાગ્યો છે. દરરોજ હજારો લોકો આ મહામારીની ચપેટમાં આવી રહ્યા છે. આ યાદીમાં બપ્પી લહેરી, અભિનેત્રી મોનાલિસા, સચિન તેંડૂલકર, મિલિંદ સોમણ. રણબીર કપૂર, આમિર ખાન, સંજયલીલા ભણશાલી, વિક્રાંત મેસી મનોજ બાજપાયી તેમજ અન્યો પણ સામેલ  છે. તેવામાં હવે આ યાદીમાં એક ટોચની અભિનેત્રીનું નામ પણ આવી ગયું છે. આલિયાની કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી છે. આ વાતની જાણકારી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આપી છે. 

આલિયાએ ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પરથી પોસ્ટ કર્યું છે કે, હેલો, હું કોવિડ ૧૯ના સપાટામાં આવી ગઇ છું. હું ઘરે જ આઇસોલેશનમાં છું અને ડોકટર્સોની સૂચનાઓ પ્રમાણે કોવિડ પ્રોટોકોલ્સનું પાલન કરી રહી છું. તમનેદરેકને પ્રેમ અને સપોર્ટ માટે હું આભાર માનું છું. તમે સહુ પોતાનું ધ્યાન અને કાળજી રાખશો. 

આલિયા ભટ્ટ પહેલા તેના બોયફ્રેન્ડ રણબીર કપૂરને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ દરમિયાન તે સંજય લીલા ભણશાલીની આવનારી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીનું શૂટિંગ કરતી હતી. તેવામાં સંય લીલા ભણશાલી પણ કોરોનાગ્રસ્ત થયા હતા. તેથી ત્યારે જ આલિયા પર પણ કોરોના થવાનું જોખવ ઘણું વધી ગયું હતું. સેટ પર કોરોનાને લગતા તમામ સલાહ-સૂચનોનું પાલન થઇ રહ્યુ ંહોવા છતાં પણ સેલિબ્રિટિઓ કોરોનાની અડફેટમાં આવી જતી જોવા મળી રહી છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Poo6bE
Previous
Next Post »