અમૃતવાણી .


૧) પશ્ચિમ તરફ જ ઢળતા રહેશો તો છેવટે આથમવાનો વારો આવશે ! કેમ કે સૂર્ય હંમેશા પશ્ચિમમાં જ આથમે છે.

૨) કુલદીપક ન બની શકો કદાચ તોય કુલાંગાર તો ન જ બનાય.

૩) કોઈપણ ધર્મ પર આક્ષેપો કરવા એ દલીલ ગણાય નહિ. અને સ્વધર્મની આત્મપ્રસંશા એ સત્યનો પુરાવો મનાય નહિ.

૪) બેંકની પાસબૂકમાં રૂપિયો કાગળિયુ થઈને પડયો રહે એના કરતા કોકના જીવતરમાં દીવો બને એમા જ એની સાર્થકતા છે.

૫) ભોજન પર અસંયમ રાખીને મનુષ્ય પોતાની જીભથી પોતાની કબર ખોદે છે.

૬) પરિશ્રમ તો ઘોડા, ગઘેડા અને ચોર પણ કરે છે, પરંતુ કોઈ તેમની પ્રશંસા કરતું નથી.

૭) પહેલા લોકો જુઠુ બોલવાથી ડરતા હતા, આજે સત્ય બોલવાથી ડરે છે.

૮) કર્તવ્યનો ત્યાગ કરીને કોઈ વ્યક્તિ ધર્માત્મા બની શક્તી નથી.

૯) કળયુગના ત્રણ રાક્ષસ-અજ્ઞાાન, અભાવ અને અનીતિ.

૧૦) લોભના ચશ્મા જ્યારે આંખો પર ચડે છે તો ચારે તરફ સોનુ જ દેખાય છે.

૧૧) આજે માં 'મમ્મી' બની ગઈ છે અને પિતા 'ડેડ' થઈ ગયા છે પછી બાળકોને શિક્ષણ અને સંસ્કાર કોણ આપે ?

૧૨) સાવરણી જો ગંદકી સુધી ન પહોંચે તો સફાઈ કેવી રીતે સંભવ બને ?

૧૩) જેઓ ગરીબોના આંસુ લુછે છે તેમને ઇશ્વર સૌથી વધુ પ્રેમ કરે છે.

૧૪) એકલું ફૂલ કોઈ મહાપુરુષ અથવા દેવી દેવતાના ગળાનો હાર બની શકતું નથી.

૧૫) સળગતો દીવો જ બીજા દીવાને સળગાવી શકે છે હોલવાયેલો દીવો તો માત્ર અંધકાર ફેલાવે.

૧૬) જ્ઞાાનથી જ સુખ છે, સંપદા છે, સમૃધ્ધિ છે. અજ્ઞાાનથી જ દુઃખ છે. વિપદા છે, વિપત્તિ છે.

૧૭) કાયા હજી સાજી છે, હાથમાં હજી બાજી છે, ત્યાં સુધી ધર્મ કરવાની તક તાજી છે.

૧૮) કઠપૂતળી પોતાના અભિનય માટે ગર્વ કરતી નથી કે તેને પેટીમાં પૂરી દેવાથી કોઈ ફરિયાદ પણ કરતી નથી.

૧૯) જન્મદિવસ આવ્યો, ખુશીની વાત છે પણ હવે મોતના દિવસની તૈયારી કરો.

૨૦) શાંતિ, સત્સંગ, સંતોષ તથા સદ્વિચારએ મોક્ષના ચાર દ્વારપાળ છે.

૨૧) ઇશ્વરે પશુઓને આડા બનાવ્યા, હાલે સીધા. માણસને સીધો બનાવ્યો હાલે આડો.

૨૨) આજનો માણસ હનુમાન ચાલીસા કરે છે. પણ કામ રાવણનું કરે છે.

૨૩) પહેલા શસ્ત્રોથી યુદ્ધો થતા, હવે વિચારથી વિચારનું યુદ્ધ થાય છે.

૨૪) આત્મજ્ઞાાન મેળવ્યા વગર જે આત્મકલ્યાણ ઇચ્છે છે, તે પાયા વગરનું મકાન ઉભુ કરવાનો પ્રયત્ન કરે છે.

૨૫) કામ અને કૃષ્ણ, રામ અને રાવણ સાથે રહી શકે નહિ.

- હરસુખલાલ સી.વ્યાસ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aa8krK
Previous
Next Post »