- 'હું દિગ્દર્શકની અભિનેત્રી બની રહું છું. હું સંપૂર્ણ સમર્પિત થઈ જાઉં છું તેમને કેમ કે તેમની એવી દ્રષ્ટિ હોય છે કે જેઓ આપણામાંથી શ્રેષ્ઠ અભિનયક્ષમતા મેળવી શકે છે.
૨૦૨૦નો પ્રારંભ થયો ત્યારે અભિનેત્રી કિયારા અડવાણી શુટિંગ પણ બરાબર ચાલતું હતું અને એક પછી એક ફિલ્મો રિલિઝ થવા માટે કતારબધ્ધ હતી, પણ એ પછી તેનો પ્લાન વિખેરાઈ ગયો અને એ પણ મહામારી અને એ પછી લદાયેલા લોકડાઉનને કારણે. જો કે હવે તો બધુ ધીમે ધીમે શરૂ થઈ ગયું છે. બાકી રહેલા પ્રોજેક્ટ્સ પૂરાં કરવાના અને નવા પ્રોજેક્ટને હાથ ધરવાની કામગીરી ચાલુ છે. હાલમાં કિયારા અડવાણી મનાલીમાં છે અને 'ભૂલ-ભૂલૈયા-૨'ના શુટિંગમાં વ્યસ્ત છે. અહીં તેણે તેની ફિલ્મો, કારકિર્દી અને વર્તમાન સ્થિતિ અંગે વાતો કરી, જે રસપ્રદ છે.
'૨૦૨૦નું વર્ષ તો ઘણું રસપ્રદ રહ્યું. ઘણી બાબતે તે અપેક્ષાથી સાવ જુદું જ રહ્યું, પણ મેં અત્યાર સુધી જે કર્યું હતું, તે અંગે આત્મમંથન કરવાનો મને સમય મળ્યો. મને જ્યારે જાણ થઈ કે મહામારી શરૂ થઈ છે ત્યારે અમે 'ભૂલ-ભૂલૈયા-૨'નું શુટિંગ કરતાં હતા. અમે એવો નિર્ણય કરવામાં વ્યસ્ત હતા કે શુટિંગ શરૂ રાખવું કે બધુ બંધ કરી દેવું. રાષ્ટ્રીય લોકડાઉન અમલમાં મુકાયું એ પછી અમે બધા પાછા ફર્યા. આ લાંબા સમય દરમિયાન ઘણાં લોકો તો તેમના પરિવાર સુધ્ધાંને મળી ન શક્યા. અરે, લોકડાઉનના શરૂઆતના કેટલાંક અઠવાડિયામાં મેં ઘણાં બધા કન્ટેન્ટ નિહાળ્યા, માસ્તર્સક્લાકમાં હાજરી પુરાવી, બોલવાની શૈલી અંગેના અને નૃત્યના ક્લાસ કર્યા, ઘરે રહીને મારા માતાપિતાનું ફનશુટિંગ કર્યું. આ સમયે ઘરે સમય પસાર કરવો એક મોટો આનંદ હતો અને જીવનના આ સરળ આનંદને પેટ ભરીને માણ્યો,' એમ જણાવ્યું કિયારા અડવાણીએ.
સૌથી મહત્ત્વની અને અગત્યની કામગીરી તો સલામત રહેવાનું હતું. જ્યારે બધુ શરૂ થયું અને અમે બધા ધીમે ધીમે સેટ પર પાછા ફરવા લાગ્યા. મેં જોયું કે બધાએ કેટલી ગંભીરતાથી સલામતીના નિયમો પાળ્યા. મને મારી ફિલ્મના સેટ પર પાછા ફરવાનું ઘણું ગમ્યું. તમે શું કરો છો એ મહત્ત્વ નહોતું રહ્યું, પણ તમે તેનાથી દૂર રહો એ જ મહત્ત્વનું હતું એક સમયે. જો કે બધુ શરૂ થયું પછી મને મારી ફિલ્મના સેટ પર પહોંચવાનું બહુ ગમ્યું. અમે ફરી કામે ચડયા ત્યારે નિરાંતનો શ્વાસ લીધો, એમ કિયારાએ ઉમેર્યું.
નવી કામગીરી શરૂ કરતાં કોઈ મુશ્કેલી નડી?- એવા પ્રશ્નના ઉત્તરમાં કિયારાએ જણાવ્યું, 'આ માટે થોડી ભૂતકાળ પર નજર નાખવાની જરૂર હતી અને કેટલુંક ફરિયાદ કરવું જરૂરી હતું. અમે ઘણાં ઉત્તેજિત હતા અને ઓચિંતું જ બધું લોકડાઉનને કારણે બંધ પડી ગયું ત્યાંથી ફરી યાદ કરતાં પાત્રમાં થોડા ઊંડા ઉતરવું પડયું. અમે નવી ઊર્જા સાથે સેટ પર પાછા ફર્યા હતા. કેટલાંક રિડિંગ-સેશન્સ સાથે અમે અમારા પાત્રમાં પ્રવેશ્યા અને અગાઉ થયેલા શુટિંગને ફરી નિહાળ્યું અને તેની નોંધ પણ મનમાં રાખી ફરી કામ શરૂ કર્યું. પહેલાં દિવસે હું શુટિંગ માટે ઘરમાંથી બહાર નીકળી ત્યારે મારા પેટમાં પતંગિયા ઊડતા હોય એવી અનુભૂતિ થઈ હતી.'
'જુગ જુગ જિયો' ફિલ્મના બે-તૃતિયાંશ સભ્યો (વરુણ ધવન અને નીતુ કપૂર)ને કોરોના પોઝિટિવ થયો ત્યારે કેવીકેવી સ્થિતિ સર્જાઈ હતી?- એવા પ્રશ્નોનો ઉત્તર આપતા કિયારાએ જણાવ્યું, 'એ તો મહામારીના પ્રારંભિક દિવસો હતા. ઘરે શુટિંગ નહીં હોય તો હું વધુ કામ કરવાની ના પાડતી હતી. તે વેળા મારા મગજમાં ભય હતો કેમ કે હું મારા માતાપિતા સાથે રહેતી હતી અને મને તેમની ચિંતા થતી હતી. હું તેમના આરોગ્યને જોખમમાં મુકવા નહોતી ઇચ્છતી. જ્યારે લોકડાઉન હળવું થયું અને લોકો પાછા કામે જવા લાગ્યા ત્યારે મેં જોયું કે લોકો કેટલાં સંભાળપૂર્વક શોટ્સ આપતાં હતા. આને કારણે મને ઘણો આત્મવિશ્વાસ બેઠો.
આમ છતાં મેં મારી જાતની ઘણી સંભાળ રાખી. હું ચંડીગઢથી પાછી ફરી ત્યારે કેટલાંક દિવસો સુધી હું મારા માતાપિતાને ન જોઈ શકી કેમ કે હું ત્યારે સેલ્ફ ક્વોરન્ટાઈનમાં હતી. આ તો સતત ચાલતી લડત જેવો સમય હતો. તબક્કાવાર પરિસ્થિતિ સુધરી હતી. ચંડીગઢમાં 'જુગ જુગ જિયો'નું શુટિંગ ચાલતું હતું ત્યારે અમારી ટીમના કેટલાંક લોકોને કોરોના થયો હતો અને એ પણ બધા જ સલામતીના નિયમો પાળ્યા તોય આવું થયું હતું. આને કારણે અમે બધા ડરી ગયા હતા. આમ છતાં, અમારી ટીમના સભ્યો સાજા થઈ ગયા. મને યાદ છે તેઓ શું કહેતા. તેઓ કહેતા, 'શો મસ્ત ગો ઓન'. હા, સાવધાની જરૂરી હતી, પણ તમે કામ કરતા હો ત્યારે ડર દૂર થયો નહોતો,' એમ કિયારાએ જણાવ્યું હતું.
ફિલ્મોની પસંદગી બાબત કેવી સાવચેતી રાખો છો એવા એક પ્રશ્ન અંગે કિયારાએ જણાવ્યું, 'હું દિગ્દર્શકની અભિનેત્રી બની રહું છું. હું સંપૂર્ણ સમર્પિત થઈ જાઉં છું તેમને કેમ કે તેમની એવી દ્રષ્ટિ હોય છે કે જેઓ આપણામાંથી શ્રેષ્ઠ અભિનયક્ષમતા મેળવી શકે છે. હું જ્યારે ફિલ્મ પસંદ કરું છું ત્યારે આ માપદંડને જ ધ્યાનમાં રાખું છું. હું ફિલ્મની પસંદને અત્યંત મહત્ત્વ આપું છું. હું પાત્રને પ્રેમ કરું છું અને એ દ્વારા હું એ સમજવાનો પ્રયત્ન કરું છું કે દિગ્દર્શક શું કહેવા માગે છે. મને કથા અને પટકથા જાણવામાં આનંદ મળે છે. આ સાથે જ કિયારા ઉમેરે છે કે મને જોખમ લેવામાં આનંદ મળે છે. હું જે સ્થળે પહોંચવા માગું છું ત્યાં પહોંચવા માટે લાંબી મજલ કાપવાની છે.
હા, સ્ટારનો ટેગ લાગ્યો હોય ત્યારે તમારા પર થોડું પ્રેશર તો રહે જ છે, પણ હું મારા મનમાં એ વાત સાચવીને રાખું છું કે હું અભિનેત્રી છું.
મારી કારકિર્દીમાં અત્યારે હું જે સ્થિતિએ છું એના પર આધારિત મારા નિર્ણય નથી, એવા મારા પ્રયાસ હોય છે. મેં મારી કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યારે હું જેવી હતી, એ જ હું બની રહું એવી અપેક્ષા સેવું છું. મારી સહજવૃત્તિ અને મારું પેસન મારું કામ છે, એ કાયમ એ જ રહેશે,' એમ જણાવી કિયારા અડવાણીએ સમાપન કર્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rGwX5h
ConversionConversion EmoticonEmoticon