બિઝનેસમાં બચતના સમિકરણો ઉભા કરતા વિડીયો કોમ્યુનિકેટર


- નાનો મોટો બિઝનેસ કરતાં દરેક વિડીયો કોમ્યુનિકેટરનો વપરાશ કરતા થઇ ગયા છે કેમકે તેમાં વન ટુ વન ચર્ચા શક્ય બની છે

- ભારતની સત્તાવાર વીડિયો કોમ્યુનિકેટર એપ્લિકેશનનું નામ ભારત લાઇવ છે

- ઝૂમ ખરીદવામાં ગૂગલને રસ એેટલા માટે હતો કે ગૂગલની પોતાની વીડિયો કોન્ફરન્સ એપ્લિકેશન ગૂગલ મીટ હોવા છતાં ગૂગલનો સ્ટાફ ઝૂમનો ઉપયોગ કરતો હતો. કંટાળીને ગૂગલના મેનેજમેન્ટે એવો ફતવો બહાર પાડયો હતો કે ઓફિસમાં કે ઓેફિસના કોઇ કામ માટે ઝૂમનો ઉપયોગ કરવા નહીં. 

કોરોના ફરી તેના ડેરા તંબુ ઉભા કરી રહ્યો છે. આખું વિશ્વ ખાસ કરીને ભારત કોરાનાની ભીંસ અનુભવી રહ્યું છે પરંતુ લોક ડાઉનના દિવસો દરમ્યાન વિડીયો કોન્ફરન્સીંગના દરવાજા બિઝનેસ સર્કલ માટે ખુલી ગયા છે. વિશ્વની બિઝનેસ કોમ્યુનિટીને એક નવો માર્ગ વિડીયો કોન્ફરન્સીંગ ચીંધ્યો છે. નાના-મોટા વેપારીઓ દેશ વિદેશમાં પથરાયેલા  તેમના બિઝન્સને વિડીયો કોન્ફરન્સીંગ પર રોજ સંબોધી શકે  અને માર્કેટના વ્યૂહ તેમજ રોજીંદા સેલની સમિક્ષા કરી શકે છે. આખી સિસ્ટમને વિડીયો કોમ્યુનિકેટર પણ કહે છે.

બિઝનેસ કોમ્યનિટી માટે તેમની સાથે સંકળાાયેલા દરેકને મળવું એ ખર્ચાળ બની રહેતુ હતુંં અને તેના માટે ત્રણ ચાર દિવસ ફાળવવા પડતા હતા. તે માટેના બુકીંગનો ખર્ચ ટ્રાવેલિંગનો ખર્ચ વગેરે પાછળ વિશેષ બજેટની વ્યવસ્થા રાખવી પડતી હતી. પરંતુ વિડીયો કોન્ફરન્સીંગ એટલું ઉપયોગી બનીને આવ્યું છે કે બિઝનેસ કોમ્યુનિટીનો મોટો ખર્ચ અને સમય બચી ગયો હતો. બિઝનેસ કોમ્યુનિટીના કરોડો રૂપિયા બચશે અને તેના માટે કોઇ ખાસ બજેટ પણ ફાળવવાની જરૂર નહીં રહે.

ભારતમાં ૬૩ મિલીયન જેટલા એમએસએમઇ (માઇક્રો-સ્મોલ-મિડીયમ ઇન્ડસ્ટ્રી) છે. દરેક તેમના સ્ટાફ સાથે ઓનલાઇન ચેટીંગ કે વિડીયો કોન્ફરન્સ દ્વારા ચેટીંગ કરતા હોય છે પરંતુ વિડીયો કોમ્યુનિકેટર ટેકનોલોજી હેઠળ તે વધુ અસરકારક રીતે એક બીજાની આંખમાં આંખ પરોવીને કોમ્યુનિકેટ કરી શકે છે.

વિડીયો કોમ્યુનિકેટર ક્ષેત્રે અન્ય એપ્લિકેશનોમાં ગુગલની ગુગલ મીટ, જીયો મીટ, એરટેલ બ્લૂ જીન્સ, માઇક્રોસોફ્ટ, સ્કાયપી વગેરેનો સમાવેથ થાય છે. જેમ ઝૂમ ૪૦ મિનિટ ફ્રી આપે છે એમ દરેક એપ્લિકેશન ટોક ટાઇમનો સમય ગાળો વત્તો ઓછો આપે છે પરંતુ સૌથી સારું વિઝન ઝૂમ આપી શકે છે માટે લોકો તેનો ઉપયોગ વધુ કરે છે. 

લોકડાઉનમાં ઝૂમના વપરાશમાં ૪૦ ટકાનો ઉછાળો આવ્યો હતો.  નાના બિઝનેસ માટે  અહીં એટલા માટે લખાયું છે કે ડિજીટાઇઝેશનનો મહત્તમ ઉપયોગ કરીને સમય બચાવી શકાય. બિઝનેસ પ્લાનીંગમાં રોજે રોજની મિટીંગો અસરકારક પરિણામો લાવી શકે છે. જ્યારે છૂટાછવાયા લોકોને સંબોધવાના હોય કે તેમને કોઇ સલાહ-સૂચન આપવાના હોય ત્યારે ઝૂમ જેવા કોઇ પ્લેટફોર્મની જરૂર પડે છે.

  ઝૂમ બિઝનેસ મિટ આજકાલ હોટકેક બની ચૂકી છે. જે લોકો બિઝનેસ સાથે જોડાયેલા છે અને જે લોકો તેમના ઓફિસ સ્ટાફ અને સેલ્સ સ્ટાફ સાથે જોડાયેલા રહેવા માંગે છે તેમના માટે તો ઝૂમ આશિર્વાદ સમાન સાબિત થઇ છે. કોરોના કાળમાં દેશના સંપત્તિવાનોની સંપત્તિ વધી છે તો બીજી તરફ ઝૂમ જેવી વિડિયો કોન્ફરન્સ એપ્લિકેશન ઝૂમ ગતિએ ઉછળીને છવાઇ ગઇ છે. 

નાનો મોટો બિઝનેસ કરતાં દરેક ઝૂમનો વપરાશ કરતા થઇ ગયા છે કેમકે તેમાં વન ટુ વન ચર્ચા શક્ય બની છે. ક્લાઉડ કોમ્પયુટીંગ આધારીત એપ્લિકેશન ઝૂમ કોરોના પહેલાં પણ લોકોમાં પ્રિય હતી પરંતુ કોરોના કાળમાં ભારતમાં તેનો વપરાશ રોકેટ ગતિએ વધ્યો છે. કોઇ   વ્યક્તિને રૂબરૂ મળવા જેટલો આનંદ ઝૂમમાં ઉઠાવી શકાય છે. 

કોઇ પણ  કંપની પોતાની તમામ બ્રાંચના લોકોને એક સાથે બેસાડીને ડેલી રિપોર્ટ પણ મેળવી શકે છે, તેની સમિક્ષા પણ કરી શકે છે અને તેમને ખખડાવી પણ શકે છે. બિઝનેસ ક્ષેત્રે બે વર્ગ પડી ગયા છે એક ઝૂમનો વપરાશ કરનાર અને બીજો ઝૂમનો ઉપયોગ નહીં કરનાર.

બિઝનેસ કરતી કંપનીઓને ઝૂમ વાપરવાની સલાહ એટલા માટે અપાય છે કે શૂન્ય ખર્ચમાં દરેકને સામે બેસાડીને આવતીકાલના કામ સોંપી શકાય છે અને રોજેરોજના કામનો હિસાબ લઇ શકાય છે. ૪૦ મિનિટ સુધી ઝૂમ મફત છે. મફત એટલેકે કોઇ સબસ્ક્રીપશન નહીં ભરવાનું.

ઝૂમ કેલિફોર્નિયામાં રહેતા એરિક યુઆનનું બ્રેન ચાઇલ્ડ છે. નવોદિત વેપારીઓ માટે એરિક યુઆન એટલા માટે મહત્વના છે કે તે આંઠેક વાર નિષ્ફળ ગયા પછી ઝૂમમાં સફળ થયા હતા.

કોરોના કાળ પહેલાં પણ વિડીયો કોમ્યુનિકેટર તરીકે ઝૂમ વપરાતું  હતું પરંતુ લાંબો સમય લોક ડાઉન દરમ્યાન ઝૂમ સાથે લોકો સેટ થઇ ગયા હતા. 

અહીં એ જરુરી નથી કે માત્ર ઝૂમનો ઉપયોગ કરો તોજ બિઝનેસ સારો ચાલે પરંતુ સારું રિઝલ્ટ અને આસાન ચેટીંગ માટે લોકો ઝૂમને અપનાવતા થયા છે તેની પાછળના  કારણો સમજવા જોઇએ.

ઇન્ટનેટ પર સૌથી વધુ યુઝર્સ ધરાવતી એપ્લિકેશનો પર ઇન્ટરનેટ જાયન્ટ ગુગલની નજર હોય છે. ગુગલ તેને ખરીદી લે છે. ઝૂમ પર ગુગલનો ડોળો હતો. ગુગલ તે ખરીદીને વિડીયો કોન્ફરન્સીંગ ક્ષેત્રે પોતાની મોનોપોલી ઉભી કરવા માંગતું હતું. ગુગલે ઝૂમના માલિકોને ઝૂમના બજાર ભાવ કરતાં બમણા ભાવે તે ખરીદી લેવાની ઓફર પણ કરી હતી પરંતુ ઝૂમના માલિકોએ બહુ મચક નહોતી આપી. 

ઝૂમ ખરીદવામાં ગુગલને રસ એેટલા માટે હતો કે ગુગલની પોતાની વિડિયો કોન્ફરન્સ એપ્લિકેશન ગુગલ મીટ હોવા છતાં ગુગલનો સ્ટાફ ઝૂમનો ઉપયોગ કરતો હતો. કંટાળીને ગુગલના મેનેજમેન્ટે એવો ફતવો બહાર પાડયો હતો કે ઓફિસમાં કે ઓેફિસના કોઇ કામ માટે ઝૂમનો ઉપયોગ કરવા નહીં. ગુગલ મિટ કરતાં ઝૂમનો ઉપયોગ ત્રણ ગણો થતો હતો.

ઝૂમ મૂળતો ચીનની એપ્લિકેશન છે. ચીનના માલનો વિરોધ કરવાની ઝૂંબેશ ચાલે છે ત્યારે ભારતમાં બનતી કેટલીક એપ્લિકેશનો ઝૂમનો વિકલ્પ બની શકી છે. જેમકે જીઓમીટ,ફ્લોર, સે-નમસ્તે,એટ મીટ વગેરે. ભારતની સત્તાવાર વિડીયો કોમ્યુનિકેટર એપ્લિકેશનનું નામ ભારત લાઇવ છે.




from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PWF1Se
Previous
Next Post »