
- આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી પણ મહત્વની ભૂમિકામાં કામ કરી રહ્યો છે
મુંબઇ : સલમાન ખાન પોતાની આવનારી ફિલ્મ ટાઇગર થ્રીમાં એક પછી એક કલાકારોને સાઇન કરી રહ્યા છે. સલમાન પોતાની આવનારી ફિલ્મ ટાઇગર થ્રી માટે ઉત્સાહિત છે. સલમાન અને ઇમરાનની આ પ્રથમ ફિલ્મ સાથે છે. હવે આ ફિલ્મમાં હવે રણવીર શૌરીની ફિલ્મમાં એન્ટ્રી થઇ છે.
ઉલ્લેખનીય છે કે, રણવીર શૌરી એક થા ટાઇગર ફિલ્મમાં ગોપી આર્યાના પાત્રમાં જોવા મળ્યો હતો. હવે સલમાન અને ફિલ્મના લેખકોએ ફરી તેને ટાઇગર ફિલ્મના ત્રીજા હિસ્સામાં લેવાનો નિર્ણય કર્યો છે.
રિપોર્ટસના અનુસાર સલમાન અને રણવીર શૌરી પહેલા કોમેડી દ્રશ્યોના શૂટિંગ કરવાના છે. એ પછી તેઓ એકશન દ્રશ્યોના શૂટિંગ કરશે.
કેટરિના હાલ કોરોનાગ્રસ્ત થઇ છે. તેના અને વિક્કી કૌશલના ગાઢ સંબંધની ચર્ચા જાહેરમાં થઇ રહી છે. વિક્કીને પહેલા કોરોના પોઝિટિવ આવ્યો હતો એ પછી કેટરિના પણ કોરોનાના સપાટામાં આવી હોવાનું તેણે જણાવ્યું હતું. પરિણામે શૂટિંગમાં અવરોધ ઊભો થયો હોવાના હેવાલ હતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dRHNRg
ConversionConversion EmoticonEmoticon