
- ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓએ અમુક ચોક્કસ રીતે વર્તન કરવું જોઈએ, એવો આગ્રહ રાખવામાં છે, જે મને કદીય સ્વીકાર્યું નહોતું અને એને અનુસરી પણ નહોતી.
અ ભિનય પછી ફિલ્મનિર્માણ ભણી વળેલી પૂજા ભટ્ટે દસેક જેટલી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. આલિયા ભટ્ટની આ મોટી બહેન અત્યારે ન્યૂઝમાં છે. તાજેતરમાં જ તેણે કહ્યું હતું કે 'મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું એ પછી મારે જેન્ટર પ્રોબ્લેમનો સામનો કરવો પડયો હતો.' પૂજા ભટ્ટ મહિલાકેન્દ્રીત વેબ-સીરિઝ 'બોમ્બે બેગમ્સ'માં કામ કરી રહી છે જેમાં પાંચ મહત્ત્વાકાંક્ષી મહિલાની વાત વણી લેવામાં આવી છે.
એક સમારોહમાં પૂજા ભટ્ટે એમ જણાવ્યું હતું કે 'મને એ વાતનો વિશેષ અધિકાર છે કે હું એવા માતાપિતાના ઘરે જન્મી, જેમાં મારી માતા કે મારા પિતા કોઈ અલગ-અલગ નિયમો નહોતા. મને કદી એવું નહોતું કહેવામાં આવ્યું કે હું છોકરી હોવાથી મારો કોઈ વાતમાં મત ન હોવો જોઈએ અથવા તો મારે મારી જિંદગી અલગ રીતે જીવવી જોઈએ. મારા માટે ખરાબ સમસ્યા તો ત્યારે શરૂ થઈ જ્યારે હું આ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો બની અને સ્ટાર બની.'
ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓએ અમુક ચોક્કસ રીતે વર્તન કરવું જોઈએ, એવો આગ્રહ રાખવામાં છે, જે મને કદીય સ્વીકાર્યું નહોતું અને એને અનુસરી પણ નહોતી.
આ સંદર્ભે વધુમાં જણાતાં પૂજા ભટ્ટે જણાવ્યું હતું કે 'બોલીવૂડમાં એક હિન્દી ફિલ્મ હીરોઈનની પેટર્ન બની ગઈ છે, જેને અનુસરવાનું હોય છે. મને એવો વિચાર આવતો કે હું શા માટે તેને અનુસરું? આ કારણે પ્રસારમાધ્યમોના અમુક હિસ્સા સાથે મતભેદ પણ થયા હતા. જો કે આ માધ્યમના અમુક લોકો મારી સાથે સારું વર્તન કરતા હતા. જો કે હું સારું કામ કરતી ત્યારે મારા વખાણ પણ કરવામાં આવતા અને સાથે તેઓ મને કાયમ કહેતાં કે મારે ચોક્કસ વર્તન કરવું જોઈએ. જો કે મેં કાયમ તેના વિરોધ જ કર્યો છે,' એમ તેણે ઉમેર્યું હતું.
આ પછી હું નિર્માતા બની ત્યારે પણ એનો વિરોધ કરવામાં આવ્યો. આ સંદર્ભે પૂજા ભટ્ટ કહે છે, 'મેં જ્યારે નિર્માતા બનાવવાનું નક્કી કર્યું ત્યારે લોકોએ તેને સારી દ્રષ્ટિએ નહોતી નિહાળ્યું. તેઓ મને કહેતા કે ફિલ્મો તો પુરુષો બનાવે છે એમને ફિલ્મ બનાવવા દો અને તું આ વયે કેમેરાથી દૂર નહીં જા.'
'જો કે મને તો જે કરવાની ના પાડવામાં આવી એ તો હું કરું જ છું. મેં દશ ફિલ્મો બનાવી છે. ઘણા નહીં માને, પણ મેં મારી તમામ હીરોઈનોને હીરો કરતાં વધુ નાણાં આપ્યા છે. આ અંગે મારી વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી અને વિરોધ પણ કરાયો. જો કે જે ફિલ્મોમાં મહિલાની ભૂમિકા મહત્ત્વની હોય અને તેની આસપાસ ફિલ્મ કરતી હોય તો આવું થાય છે. પાત્ર નક્કી કરે છે કે તમારે ક્યાં કેટલાં નાણાં ખર્ચવા. જે વ્યક્તિ ફિલ્મ માટે વધુ સમય આપ્યો હોય અને તેના ખભે ફિલ્મની જવાબદારી હોય તેને વધુ નાણાં આપવામાં આવે છે,' એમ પૂજા ભટ્ટે જણાવ્યું હતું.
આમ, આ પ્રસંગે પૂજા ભટ્ટે બોલીવૂડમાં ચાલતી કેટલી રીતરસમ અને પધ્ધતિ અંગે વાતો ખુલ્લી કરી હતી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mPmXpL
ConversionConversion EmoticonEmoticon