
- 'મેં મારા પિતામાંથી કશુંક નવું શીખવાના પ્રયત્ન કર્યા છે. મેં જ્યારેય સંગીતનું સર્જન કર્યું છે ત્યારે શાંતિથી અનુભૂતિ કરી છે. આ કારણે જ હું વધુ મજબૂત બનતી ગઈ અને આગળ વધતી ગઈ.'
અભિનેત્રી માલવિકા મોહનન્ તેના અદમ્ય શોખને કારણે વન્યજીવન સંરક્ષણ અને પર્યાવરણ વિના બોલ્યા વિના રહી શકતી નથી. આ કારણે જંગલના પ્રાણીઓની સુયોગ્ય જાળવણી અને પર્યાવરણની સુરક્ષા અંગે તે કંઈક ને કંઈક કરતી જ રહે છે. એને જેટલો એક્ટિંગનો શોખ છે, એટલી જ વન્યજીવન સંરક્ષણની ચિંતા છે, એમ કહીશું તોય નવાઈ નહી. આ અભિનેત્રી તો વન્ય પ્રાણીઓને કેવી રીતે દત્તક લેવા અને તેમની સારસંભાળ કરવા પુનર્વસવાટ કેન્દ્રોમાં રાખવા અને બચાવવા તેની વાતો પણ કરે છે. 'હું તો ઘણી જંગલ-અભિમુખ પ્રકારની વ્યક્તિ છું અને કાયમ વનમાં વસવાટ કરતાં પ્રાણીઓની ચિંતા કરતી રહું છે. આ મારો એક શોખ છે. અરે, લોકડાઉન દરમિયાન, પર્યાવરણને બચાવવાની દિશામાં હું કેવું અને કેટલું પ્રદાન આપી શકું એ અંગે વિચારવાનું શરૂ કર્યું કેમ કે પર્યાવરણ પર જ નિસર્ગ અને તેના પર આધાર રાખતા પ્રાણીઓ અને અન્ય જીવો ટકી રહે છે,' એમ તેણે જણાવ્યું હતું.
'મારા વિચારો મૂળભૂત છે અને હું તેને નક્કર બનાવવા માગું છું,' એમ કહી માલવિકાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે તે આ અંગે શું કામ કરી રહી છે. 'વન્યજીવનની જાળવણી અને તેના વચ્ચેની ભિન્નતા માટે વ્યક્તિગત રીતે હું શું કરી શકું તેની મને કાયમ આશ્ચર્ય થાય છે. આવા જ સમયે જ્યારે શિકારની પ્રવૃત્તિ ઘણી બધી વધી છે અને જંગલો પણ નાશ પામી રહ્યા છે. ત્યારે આપણે એ વાતે જાગૃત થવાની જરૂર છે કે આપણી પ્રતિક્રિયાની અન્ય જીવો પર કેવી અસર પડશે. હું કઈ ઝૂની સૌથી મોટી ટેકેદાર નથી અને પ્રાણીઓને પિંજરામાં પૂરવાની કલ્પના પણ મને ગમતી નથી. આને કારણે તેમની વજવણી ઘણી થાય છે. આથી મને લાગે છે વન્ય પ્રાણીઓને રહેવા માટે સેલ્ટરની વ્યવસ્થા કરવામાં આવે તો પ્રાણીઓને બચાવી શકાય,' એમ અભિનેત્રીએ જણાવ્યું હતું.
'ઉદાહરણ તરીકે, જો વાઘ ઘાયલ થાય તો તેને પકડી શકાય નહીં અને તે ભૂખ્યો રહીને મોતને ભેટે છે. આવા પ્રાણીઓને બચાવવા જોઈએ અને તેમને તંબુમાં રાખવા જોઈએ. તમે આવા પ્રાણીઓને દત્તક લઈ શકો છે અને તેની સંભાળ પણ રાખી શકો છે,' એમ માલવિકાએ જણાવ્યું જેણે તાજેતરમાં જ રણથંભોર નેશનલ પાર્કમાં વાઘની કંપની માણી હતી.
'હું તેમના ઉત્કર્ષમાં ફાળો આપી શકું. મેં દક્ષિણમાં આવા શેલ્ટરોની વાત કરી છે અને મારી આ યોજના ટૂંક સમયમાં શરૂ થઈ જશે. વાસ્તવમાં, હું પોતે પણ આવા શેલ્ટર બનાવવા માગું છું જેથી હું વન્યજીવન પ્રાણીઓના સંરક્ષણમાં વધુ સક્રિય રીતે જોડાઈ શકું છું,' એમ તેણે જણાવ્યું હતું.
હું જ્યારથી જંગલમાં ગઈ છું ત્યારથી મને જંગલ પ્રત્યે પ્રેમ છે. હું કંઈ એવી નથી કે ઘણાં જે રીતે બિચ-રિસોર્ટમાં જઈ સહેલગાહ કરી આવે. હું મારી કલ્પનાથી દૂર થઈ જાઉં તો બોર થઈ જાઉં છું.
મને સાહસ ગમે છે, મને વિવિધ સ્થળોને એક્સ્પ્લોર કરવાનો આનંદ આવે છે. હું વેકેશન પર હોઉં ત્યારે આવું કરી શકું. લોકડાઉન દરમિયાન હું આરામથી ઘરે બેસી રહી. આથી ફરી શુટિંગ શરૂ થાય એ પહેલાં હું નવા નવા સ્થળે ફરવા જવા માગું છું,' એમ તેણે હસતાં હસતાં જણાવ્યું.
માલવિકાનું વતન કેરળ છે ત્યાં જવા પહેલાં એ તેની હિન્દી ફિલ્મ 'યુધરા'ના શુટિંગ માટે તેના સેટ પર જશે, જેમાં તેની સાથે 'ગેલીબોય'નો હીરો સિધ્ધાંત ચતુર્વેદી છે. 'માર્ચ મહિનામાં આ ફિલ્મની તૈયારી ચાલશે અને મારે પણ ઘણા રિડિંગ સેશન્સ અને એક્શન ટ્રેનિંગમાં ભાગ લેવાનો છે. આ ફિલ્મમાં મારી કુલ એક્શન સિકવન્સ છે, જેમાં કેટલીક માર્શલ આર્ટ્સ જેવી છે,' એમ તેણે કહ્યું અને જણાવ્યું કે શ્રીદેવી સાથે 'મોમ' ફિલ્મ બનાવી હતી, એ ફિલ્મના દિગ્દર્શક રવિ ઉઘાવર આ ફિલ્મ બનાવે છે. આ ખૂબ સારી ટીમ છે અને સ્ટોરી પણ ફ્રેશ છે. મેં છેલ્લી બે-ત્રણ ફિલ્મો કરી તેમાં આ ગંભીર ફિલ્મ છે. હવે હું લવસ્ટોરી અથવા તો કોઈ હળવી ફિલ્મ કરવા માગું છું.'
માલવિકા દક્ષિણના તેના પ્રોજેક્ટ્સમાં કામે વળગે એ પહેલા આ હિન્દી ફિલ્મનું એપ્રિલ અને મેમાં શુટિંગ પૂરું કરવા માગે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3slOBfb
ConversionConversion EmoticonEmoticon