ઉંઘ આવશે કે નહિ? .


- ચેતના - હિતેન્દ્ર ગાંધી

જ્યારે આપણે શરીર અને મનને લગતાં સામાન્ય નિયમોનું ઉલ્લંઘન કરતાં હોઈએ ત્યારે ઉંઘ અને ભુખની તકલીફો ઉભી થાય છે

મો ટાભાગના દર્દીઓ જ્યારે ઉંઘની ફરિયાદ લઈને આવતાં હોય છે ત્યારે એવું જ કહેતાં હોય છે કે પથારીમાં પડતાંની સાથે જ વિચારો શરૂ થઇ જાય છે કે આજે ઉંઘ બરાબર આવશે કે નહિં ? આવા વિચારો એટલાં માટે આવતાં હોય છે કે કેટલાક દિવસોથી તે વ્યક્તિને ઉંઘમાં તકલીફ પડતી હોય છે, અથવા મોડેથી ઉંઘ આવતી હોય છે. અગાઉ જેમ પથારીમાં પડતાંની સાથે જ ઘસઘસાટ ઉંઘ આવતી હતી તે હવે ગાયબ થઇ ગઈ છે.

થોડાક દર્દી સાથેનાં સંવાદો જોઇએ જેનાથી ખ્યાલ આવશે કે ઉંઘ અંગેની ફરિયાદો કેટલા પ્રકારની હોય છે.

'બે મહિનાથી ઉંઘની તકલીફથી પરેશાન છું.' બે ત્રણ કલાક પડખાં ફરૂ છું, ત્યારે બે કલાક માંડ ઉંઘ આવે છે. સવારે ઉઠું ત્યારે માથું ભારે લાગે છે. બેચેની લાગ્યા કરે છે - ૪૮ વર્ષના અરવિંદભાઈ ઉંઘની તકલીફથી પરેશાન છે. ઉંઘ લાવવા માટે રાત્રે ૧ ગોળી લે છે, પણ દવા હવે પહેલાં જેવી અસર કરતી નથી. ૩૫ વર્ષના ભાવનાબહેન કહે છે કે રાત્રે ઉંઘ સમયસર આવી જાય છે, બે-ચાર કલાક પછી પાણી પીવા કે બાથરૂમ જવાં જાગી જવાય છે ત્યારબાદ આખી રાત ઉંઘ નથી આવતી. વહેલી સવારે થોડી ઉંઘ આવે પણ ઘરનું કામકાજ હોવાથી ફરજીયાત વહેલું ઉઠી જવું પડે છે. ઉંઘ પુરી થતી નથી. આ ઉપરાંત ઉદાસીનતા, થાક, બેચેની, અકળામણ પણ રહ્યા કરે છે.

આ ઉપરાંત ઘણા લોકોને ઉંઘનું ટાઈમટેબલ જ બદલાઈ જાય છે. રાત્રે ઉંઘ આવતી નથી અને દિવસે ઉંઘ આવે છે. આમ ઉંઘની ફરિયાદ ઘણા પ્રકારની હોઈ શકે છે.

સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે બાળકોના ઉંઘ ના કલાકો ખુબ જ વધારે હોય છે. અને પુખ્ત વયની ઉંમરના લોકોને ૭થી ૮ કલાકની ઉંઘ જરૂરી હોય છે.

ઉંઘ કુદરતી દેન છે. પરંતુ જ્યારે આપણે શરીર અને મનને લગતાં સામાન્ય નિયમોનું ઉલ્લંઘન કરતાં હોઈએ ત્યારે ઉંઘ અને ભુખની તકલીફો ઉભી થાય છે.

ઉંઘની ફરિયાદને તબીબી ભાષામાં Insomnia તરીકે ઓળખવામાં આવે છે. અનિંદ્રા અથવા ઉંઘ ના આવવી તે કોઈ રોગનું નામ નથી. પરંતુ શરીર અથવા મનને લગતી કોઈપણ બિમારીનું લક્ષણ છે. જ્યારેપણ દર્દી ઉંઘ વિષેની ફરિયાદ કરે ત્યારે સૌ પ્રથમ ઉંઘ કેમ નથી આવતી તેનું કારણ શોધવામાં આવે છે. કારણો સામાન્ય રીતે બે પ્રકારનાં હોય છે. શારિરીક અથવા માનસિક શારિરીક કારણોમાં શરીરની કોઈપણ તકલીફ અથવા બીમારીના કારણે ઉંઘમા ખલેલ પહોંચે છે. દા.ત., દુખાવો, શરીરના કોઈપણ ભાગમાં જ્યારે દુખાવો થાય ત્યારે તેની અસર ઉંઘ ઉપર પડતી હોય છે. આ સિવાય ઘણા કારણોસર ઉંઘ ઉડી જાય છે.

ત્યારે માનસીક કારણોમાં મુખ્યત્વે વિચારો ઉંઘમાં ખલેલ પહોંચાડે છે. મગજમાં જ્યારે અતિશય વિચારો આવ્યાં કરતાં હોય ત્યારે ઉંઘ જલદીથી આવતી નથી. આપણે કેટલાય પ્રયત્નો કરીએ કે વિચારો બંધ થાય, ઓછા થાય, પણ ક્યારેક ઇચ્છા વિરૂધ્ધ વિચારો આવ્યા જ કરે છે પરિણામે ઉંઘ ઉડી જાય છે, આ ઉપરાંત ઉદાસીનતા, બેચેની, ડર, ચિંતા, વિ.થી પણ ઉંઘમાં તકલીફ ઉભી થાય છે.

સામાન્ય રીતે મોટાભાગની ઉંઘની તકલીફ માનસીક કારણોથી જોવા મળે છે. ઉંઘની તકલીફ જ્યારે પણ શરૂ થાય ત્યારે શરૂઆતથી જ તેને દુર કરવામાં પ્રયત્નો શરૂ કરવામાં આવે તો જલ્દીથી ઉંઘ આવી શકે છે. આડેધડ ઉંઘની ગોળીઓ લેવી બિલકુલ સલાહભરેલું નથી. આ ઉપરાંત ડોક્ટરની સલાહ વગર લાંબો સમય ઉંઘની ગોળીઓ લેવાથી નુકશાન પણ થઇ શકે છે.

ઉંઘની તકલીફ ક્યારેક એકાદ-બે મહિનાથી હોય તો મનોચિકિત્સકની સારવાર જરૂરી બને છે. જેનાં દર્દીની વિગતવાર માનસીક તપાસ કરી ઉંઘનું કારણ શું છે અથવા કઇ માનસીક બિમારીથી ઉંઘ નથી આવતી તે નક્કી કરે છે. અને તે બિમારીને મટાડવાની દવા આપવામાં આવતી હોય છે. પરિણામે ઉંઘ કુદરતી રીતેજ આવવી શરૂ થઇ જાય છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3moaqJu
Previous
Next Post »