
- બુલિયન બિટસ : દિનેશ પારેખ
ચીન ડીજીટલ કરન્સીનો બહોળો ઉપયોગ કરીને અમેરીકન ડોલરને બજારમાંથી દૂર કરવાની નવી નીતિ અપનાવીને તે વૈશ્વિક બજાર પર આડઅસર ઉભી કરે તેવી શક્યતા
વિ શ્વબજારમાં કોરોના વાયરસનો ઉપદ્રવ ફરી ઉંચકાતા ઘણા દેશો ફરી લોકડાઉન લાદવા માંડયા છે. પરિણામે નાણાકીય કટોકટી, આર્થિક સંકટ અને બેરોજગારી વધતા સૌ કોઈ નાણાની સલામતી માટે સોના તરફ ઢળ્યા છે અને સોનાની માંગ વધતા ભાવો ઉંચકાયા છે અને અઠવાડીયા દરમિયાન સોનું ૧૭૪૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી તોડીને ઉપરના ભાવો ક્વોટ કરવા લાગ્યું છે. ઉંચામાં ભાવ ૧૭૫૭થી ૧૭૫૮ થઈ૧૭૪૬થી ૧૭૪૭ ડોલર રહ્યા હતા.
સમાચારમાં ગયે અઠવાડીયે જણાવે છે કે પોલેન્ડે ૧૦૦ ટન સોનાની ખરીદી કરીને બજારને જણાવ્યું કે સોનું ફરી સૌને સવાયું આપશે,તેમાં હંગેરીની નેશનલ બેન્ક ઓફ હંગેરી (એમએનબી)એ બુધવારે જણાવ્યું કે તેઓએ પોતાના દેશનો સોનાનો અનામત જથ્થો ૩ ગણો વધાર્યો છે અને ૩૧.૫ ટન સોનાને ૯૪.૫ ટનના આંક પર લાવી મૂક્યો છે. આવું પગલું લેવા કોરોના વાયરસના પેન્ડામીકે તેઓને મજબૂર કર્યા છે. ઉપરાંત વિશ્વના અનેક દેશોનું દેવું માઝા મૂકી વધતા વૈશ્વિક આર્થિક કટોકટીની પરિસ્થિતિ સર્જાતા ઉપરાંત ફુગાવો પણ વધશે તેની સામે નાણાકીય સ્થિતિની સલામતી માટે તેઓએ સોનાની ખરીદી કરી છે. ઉપરાંત સોનામાં જે સ્ટોર વેલ્યુ સમાયેલ છે તેની પણ નોંધ લેવામાં આવી છે. આ ઉપરાંત હંગેરીએ ૨૦૧૮ના વર્ષમાં સોનાના અનામત જથ્થાની નીતિમાં મોટો ફેરફાર કરેલો અને તેઓ પાસે સોનાનો અનામત જથ્થો ૩.૧ ટન હતો તેને વધારીને વિશ્વબજારમાંથી સોનું ખરીદીને તે જથ્થાને ૩૧.૫ ટનનો કર્યો હતો.
હંગેરી બેન્કનો ડાટા જણાવે છે કે તેઓનું સોનું ઈન્ટરનેશનલ અનામતના ૩૩.૧૮૨ બીલીયન યુરોનો ૪.૪ ટકા ભાગ છે. આ ઉપરાંત યુરોપીય સેન્ટ્રલ બેન્ક (ઈસીબી)એ માર્ચ માસમાં પોતાની નોટો છાપવાની પ્રવૃત્તિને ઝડપી બનાવી હતી અને તેની મીટ જર્મની પર માંડી છે. ઈસીબીએ (યુરોપીયન સેન્ટ્રલ બેન્ક) ૭૩.૫ બીલીયન યુરોના બોન્ડો પેન્ડામીકની ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને ખરીદ્યા અને આ ખરીદીની પ્રક્રિયા ચાલુ રાખશે તેનો સંકેત આપ્યો જે સોનાના ભાવને ઉંચકવા મદદરૂપ બનશે.
અમેરીકાના ફેડે વ્યાજનો દર યથાવત રાખતાં અને ડોલર નરમ થતા સોનાની તેજીને ગતિ સાંપડી તેમાં ચીને ડીજીટલ કરન્સીનો બહોળો ઉપયોગ કરીને અમેરીકન ડોલરને બજારમાંથી દૂર કરવાની નવી નીતિ અપનાવીને તે વૈશ્વિક બજાર પર આડઅસર ઉભી કરે તેની શક્યતા વધતા લોકો સોનાની ખરીદી કરીને નાણાના મુલ્યને યથાવત રાખી સલામતી મેળવી છે.
અમેરિકાએ પ્રદુષણ ઓછુ કરવા સોલાર પેનલો તથા ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું હોવાથી અમેરિકાને ધાતૂની અછત સતાવશે. તેમાં ઈલેકટ્રીક વાહનો માટે લીથીયમ ધાતુની જરૂર પડશે અને તેની અછત ઓછી કરવા તેઓને આ ધાતુની આયાત કરવી પડશે. ઉપરાંત અમેરિકામાં નીકલનું ઉત્પાદન ૧૬૦૦૦ ટનનું થયું છે ત્યારે ઈન્ડોનેશીયામાં ૭૬૦,૦૦૦ ટન, ફીલીપાઈન્સમાં ૩૨૦,૦૦૦ ટન તથા રશીયા ઉત્પાદન ૨૮૦૦૦૦ ટનનું થયું છે અને કેનેડાએ ૧૫,૦૦૦ ટન નીકલનું ઉત્પાદન કર્યું તેથી અમેરીકાને આ ધાતુની અછતને વધુ આયાત કરવી પડે તેવા સંજોગો ઉભા થયા છે.
વિશ્વબજારમાં તેલના ભાવોની મજબૂતાઈ, અઢળક નાણાનો પ્રવાહ અને ડોલરની નરમાઈ સોનાને તેજી અપાવશે અને સોનું ૨૧૦૦ ડોલર પ્રતિ ઔંસનો ભાવ દાખવશે.
અહીં નોંધવું રહ્યું કે બાઈડન સરકારે નાણાની નવી નીતિ અપનાવીને બજારમાં નવા સ્ટીમ્યુલસના પગલાં ભરીને સરકાર અમેરિકાની ઈકોનોમીને સધ્ધર કરવા નવા જોબ ઉભા કરીને તથા વધુને વધુ અમેરિકનોને વેક્સીન આપવાના પ્રયત્નો શરૂ કર્યા છે તથા અમેરીકન ટ્રેજરી બોન્ડનું વળતર વધતા ડોલર મજબૂત થઈ શકે અને શેરબજારના વધતા ભાવો ચાંદીના ભાવોને ૨૦૨૧ના વર્ષમાં ઉંચકવામાં મદદરૂપ બને.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wHfAoV
ConversionConversion EmoticonEmoticon