ડાકોર મંદિરમાં રંગપંચમીની ઉજવણી નિમિત્તે શોડષોપચાર પૂજનવિધિ કરાઈ


ડાકોર : ખેડા જિલ્લાના લોકપ્રિય તીર્થ યાત્રાધામ ડાકોરમાં આજે રંગપંચમી ઉજવવામાં આવી અને તે નિમિત્તે શોડષોપચારની પૌરાણિક પૂજનવિધિ કરવામાં આવી.

આજે રંગપંચમીના દિવસે ભક્તોજનોએ ડાકોર મંદિરે મંગળા આરતીના દર્શન કર્યા. આજના દિવસે ડાકોર મંદિરમાં રણછોડરાયજીની શોડષોપચાર પૂજનવિધિ કરવામાં આવી. આખા મંદિરની ધોઈને સફાઈ કરવામાં આવી. ડાકોર મંદિરમાં વર્ષમાં ફક્ત બે જ વાર પૌરાણિક રીતિરિવાજ પ્રમાણે શોડષોપચાર પૂજનવિધિ કરવામાં આવે છે. એક ફાગણ વદ પાંચમને દિવસે અને આસો વદ પાંચમને દિવસે મંદિરમાં આ વિધિ થાય છે.

ડાકોર મંદિરમાં રંગપંચમીના દિવસનું આગવું મહત્વ હોય છે. આ દિવસે શ્રીજી મહારાજને ત્યાં હોળી રમ્યા હોય તેને અનુલક્ષીને મંદિરની સાફસફાઈ કરવામાં આવે છે. ચૈત્ર માસથી નવું વર્ષ શરુ થતું હોય તે પહેલાં આ સમયે ઠાકોરજીનું વર્ષાન્તે શોડષોપચાર પૂજન કરવામાં આવે છે. પૂજનમાં સેવકો પોતાની ભૂલો માટે માફી માગે છે.

 મંગળા આરતી પછી દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને સાફસફાઈ હાથ ધરાય છે. દ્વાર ખોલ્યા પછી શ્રીજી મહારાજને તિલક કરી, પંચામૃત સ્નાન સહિત તમામ ઉપચારો દ્વારા પૂજન કરવામાં આવે છે અને ભોગ ધરાવવામાં આવે છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cKx2AQ
Previous
Next Post »