- હવાની લહેરખીને, પંખીની ઉડાનને, નદીના કલકલ નાદને કોઈ સરહદ નથી હોતી
- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી
જ્ઞાા નનું આકાશ અનંત હોય છે. તેને કોઈ સરહદ નથી હોતી. હવાની લહેરખીને, પંખીની ઉડાનને, નદીના કલકલ નાદને કોઈ સરહદ નથી હોતી.
જીવનમાં જ્ઞાાનની બારી ખૂલી જાય પછી જે અનંત આકાશ સાંપડે તેને કોઈ સરહદ નથી હોતી. આ વિશ્વમાં કેટલા એવાં મનુષ્યો છે જેમના જીવનમાં જ્ઞાાનની બારી ખૂલી અને આ ધરતીને ધન્ય બનાવે તેવી અનેક કલાની પ્રાપ્તિ થઈ.
જ્ઞાાનનો કોઈ અંત નથી. અભ્યાસ દ્વારા તે પ્રાપ્ત થાય છે. સતત અભ્યાસ, સતત શોધ આપણને નવી નવી દુનિયા સુધી લઈ જાય છે. સતત શોધની પાછળ વળગી પડેલો વિદ્યાર્થી જે મહેરામણના મોતી લઈ આવે છે તે કલ્પનાતીત હોય છે. દરેક દેશમાં વિદ્યાની પ્રાપ્તિ માટે પાઠશાળા હોય જ છે. એ પાઠશાળાના વિદ્યાર્થી અભ્યાસમાંથી જે સર્જન કરે છે તેનાથી દુનિયાને આશ્ચર્ય પ્રાપ્ત થાય છે. આનંદ પ્રાપ્ત થાય છે.
ભારતમાં જૈન ધર્મમાં ઠેર ઠેર પાઠશાળા છે. આ પાઠશાળાને કારણે તો જૈન ધર્મને અસંખ્ય વિદ્વાનો મળ્યા. એવા વિદ્વાનો મળ્યાં જે કલ્પનાથી પણ ઉપર હતા. કેટલા નામો સંભારવા?
જૈન પાઠશાળાઓની પ્રવૃત્તિ સતત અખંડ રાખવા જેવી છે. પાઠશાળા અખંડ રાખવા માટે પંડિતો કરતાં માતાપિતાની કાળજી વધારે જરૂરી છે. માતાપિતા પોતે જો બાળકને રસ લઈને પાઠશાળા સુધી લઈ જાય તો બે વાત બનશે જ. (૧) પાઠશાળામાં આવતો વિદ્યાર્થી જૈન ધર્મના પાયાના સંસ્કાર પામશે. (૨) તે થોડાં ઘણાં સૂત્રો પણ શીખશે. જે તેને જીવનભર કામ લાગશે.
કયારેક જો એ વિદ્યાર્થી રસ લઈને વર્ષો સુધી અભ્યાસ કરવાના પંથે ચડી જશે તો જૈન સંઘને એક ઉત્તમ પંડિતની પ્રાપ્તિ થશે.
જૈન સંઘે સમજવું જોઈએ કે પંડિત એક સામાન્ય વ્યક્તિ નથી. પંડિતો દ્વારા પાઠશાળાઓ ચાલે છે, પંડિતો દ્વારા જૈન શ્રમણ-શ્રમણી ભગવંતોને અભ્યાસ કરાવાય છે. પંડિતો દ્વારા ધર્મ સૂત્રોની પરિક્ષા લેવાય છે. એ જ પંડિતોમાંથી કોઈ શ્રેષ્ઠત્તમ વિદ્વાન દુનિયામાં પોતાનું નામ રોશન કરે છે.
પંડિત સામાન્ય વ્યક્તિ નથી. એ પોતાની કેળવણી દ્વારા આ જગતને શું આપે છે તે જોવું હોય તો બે નામ સંભારો ઃ એક, પંડિત સુખલાલજી, બે પંડિત બેચરદાસજી.
આ વિદ્વાનો પાઠશાળામાંથી જ તૈયાર થયા હતા. પાઠશાળા એવું દિવ્ય સ્થળ છે જેમાંથી રત્નો પાકે છે. પાઠશાળા ઠેર-ઠેર ચાલવી જોઈએ અને પાઠશાળા સુંદર રીતે ચાલે તે માટે સકળ સંઘે સતત જાગૃત રહેવું જોઈએ. જે સંઘ પાઠશાળા સુંદર રીતે ચાલે તેની જાળવણી સુંદર રીતે થાય તેવો પ્રયત્ન કરે છે તેમાંથી જૈન સંઘને ઉત્તમ વિદ્વાનો તો મળે જ છે પણ અનેક સ્થળેથી ઉત્તમ મુનિવરો પણ મળે છે. એટલે પાઠશાળા ઉત્તમ વિદ્વાનો અને પૂજ્ય મુનિજનોની જનેતા છે.
મહેસાણાની પાઠશાળાને યાદ કરો. તેમાંથી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મળ્યાં. સેંકડો પંડિતો મળ્યાં.
કેટલાંય મુનિ ભગવંતો પાઠશાળા સતત ચાલે તે માટે પ્રયત્ન કરતાં હોય છે. કાશી અને શીવપુરીની પાઠશાળા પૂજ્ય ધર્મસુરિજી મહારાજ અને પૂજ્ય વિદ્યાવિજયજીએ ચલાવી અને શ્રેષ્ઠ વિદ્વાનો આપીને રોશન કરી. આવી અનેક પાઠશાળાઓ દેશભરમાં છે. 'તપોવન' પણ એવી જ પાઠશાળા છે.
હમણાં જ થયેલા મુનિ હરીશભદ્રવિજયજી જાણે પાઠશાળા માટે જન્મ્યા હોય તેમ જીવનભર પાઠશાળાઓના વિકાસ માટે પ્રેરણા કરતા રહ્યાં અને પાઠશાળાઓનો વિકાસ થાય તે માટે અનેક નવી-નવી યોજનાઓ તૈયાર કરીને પાઠશાળાઓને આગળ વધારતાં રહ્યાં.
પૂનામાં જૈન તત્ત્વજ્ઞાાન વિદ્યાપીઠ છે. આ સંસ્થાનાં મુનિ શ્રી હરીશભદ્રવિજયજી જાણે પ્રાણ હતાં. બાળકોને જૈન ધર્મનું સતત અને સાચું જ્ઞાાન મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતાં હતાં. જીવનમાં પ્રમાદનું નામ નિશાટન નહીં. સાદી જીંદગી, સાદો આહાર, સાદી વાણી, સાદો જીવન વ્યવહાર જીવીને મુનિ શ્રી હરીશભદ્રવિજયજી જૈન ધર્મના પ્રાણ સ્વરૂપ પાઠશાળાઓ માટે મંડી પડેલાં. શાસન પ્રભાવના સતત થાય તે માટે તેઓ જાગૃત રહેતાં. એમની પ્રેરણાથી અનેક પુસ્તકો પણ પ્રકાશિત થયાં.
પાઠશાળા તૈયાર કરવી તે સહેલું નથી. સ્થાન જોઈએ, વિદ્યાર્થીઓ જોઈએ, પંડિત જોઈએ, પૈસા જોઈએ, પુસ્તકો જોઈએ અને આ બધી સામગ્રી ભેગી કર્યા પછી બેસ્ટ રીઝલ્ટ જોઈએ. કિન્તુ, મુનિ શ્રી હરીશભદ્રવિજયજી આ પરીક્ષાઓમાંથી પસાર થઈને ઉત્તમ પાઠશાળાઓ તૈયાર કરવામાં સફળ રહ્યાં.
તેમને વધુમાં વધુ પાઠશાળાઓ મુંબઈમાં તૈયાર કરી. કયારેક એવો વિચાર પણ આવે છે કે મુંબઈ જેવા શોખીન શહેરમાં પાઠશાળા સુધી બાળકો ખેંચવા કે નાની સુની વાત નથી અને તે માટે મુનિ શ્રી હરીશભદ્રવિજયજીને લાખો ધન્યવાદ આપવા જોઈએ. જ્ઞાાનની સાધના દ્વારા જે પ્રાપ્ત થાય છે તેનું વર્ણન શું કરવું? જ્ઞાાનની સાધના મોક્ષ સુધી લઈ જાય. આવી પવિત્ર સાધના જેમણે પણ કરી હોય તે સૌને પ્રણામ.
:- પ્રભાવના :-
કરીએ સંપ કુટુંબમાં,
શત્રુથી શું થાય,
ઝાડ ટકે છે ઝૂંડમાં,
એકલ ઉડી જાય!!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wAY05H
ConversionConversion EmoticonEmoticon